Samachar Business

News of Friday, 11th August, 2017

રાજયમાં ખરીફ વાવેતર વધીને ૭૬ લાખ હેકટર થયું: સરેરાશ ૮૮ ટકા વાવણી પૂર્ણ

મગ, મઠ, ડાંગર, એરંડા, કપાસ અને ગવારનું વધ્યું : તુવેર- અડદનું ઘટ્યું

રાજયમાં ખરીફ વાવેતર વધીને ૭૬ લાખ હેકટર થયું: સરેરાશ ૮૮ ટકા વાવણી પૂર્ણ

   રાજકોટ, તા.૧૧ : રાજયમાં ખરીફ વાવેતર વધીને ૭૬ લાખ હેકટરે પહોંચ્યું છે. રાજયમાં સરેરાશ વાવેતર ૮૮ ટકા પૂર્ણ થઇ ચૂકયું છે.

   રાજય કૃષિ મંત્રાલયના આંકડા મુજબ રાજયમાં ૮ ઓગસ્ટ સુધીમાં ૭૫.૮૩ લાખ હેકટરમાં વાવેતર થયું છે. જે ગયા વર્ષે આ સમયગાળામાં ૭૦.૭૨ લાખ હેકટરમાં થયું હતું. આમ ગતવર્ષની તુલનાએ વાવેતરમાં ૭ ટકાનો વધારો થયો છે. રાજયમાં કઠોળનું વાવેતર સરેરાશ ૯ ટકા ઘટ્યું છે. જોકે મગનું વાવેતર ગતવર્ષની તુલનાએ ૫૪ ટકા વધ્યું છે અને મઠનું વાવેતર ૩૬ ટકા વધ્યું છે. જોકે તુવેર અને અડદનું વાવેતર ઘટ્યું છે.

   રાજયમાં કપાસનું વાવેતર ૨૬.૪૮ લાખ હાંકેટરે પહોંચ્યું છે. એજ ગત વર્ષે ૨૨.૮૧ લાખ હેકટરમાં થયું હતું. જયારે મગફળીનું વાવેતર ૧૬ લાખ હેકટરને પાર પહોંચ્યું છે. કપાસના વાવેતરમાં નુકશાની થઇ ચઝએ રાજયના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વાવેતરનું ધોવાણ થયું છે.

 (09:11 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS