Samachar Business

News of Friday, 11th August, 2017

ડુંગળીના ભાવમાં આસમાની ઉછાળાથી સરકાર સતર્કઃ લઘુતમ નિકાસ ભાવ લાદવા વિચારણા?

ઇન્ટર મીનીસ્ટ્રીયલની કોર ગ્રુપની બેઠકમાં ભાવ અંગે કરાઈ સમીક્ષા

ડુંગળીના ભાવમાં આસમાની ઉછાળાથી સરકાર સતર્કઃ લઘુતમ નિકાસ ભાવ લાદવા વિચારણા?

   રાજકોટ, તા. ૧૧ : ટામેટાના ભાવમાં લાલઘુમ તેજી બાદ ડુંગળીના ભાવમાં પણ ઝડપી ઉછાળો નોંધાયો છે. ડુંગળીના ભાવમાં આસમાની ઉછાળો આવ્યો છે. ડુંગળીમાં બે વર્ષ બાદ ફરી તેજીનો દોર જોવાયો છે. ડુંગળીના ભાવમાં તોતિંગ વધારાને પગલે સરકાર દ્વારા નિકાસ નિયંત્રણો લાદે તેવી શકયતા વચ્ચે મળતી વિગત મુજબ ટૂંકસમયમાં સરકાર ડુંગળીના લઘુત્તમ નિકાસ બાદ લાદશે.

   તાજેતરમાં ઇન્ટર મીનીસ્ટ્રીયલની કોર ગ્રુપની બેઠકમાં પણ ડુંગળીના ભાવની સમીક્ષા કરાઈ હતી. જાણકારોના માનવા મુજબ ડુંગળીના વધતા ભાવ વચ્ચે નિકાસમાં ઉપર લઘુત્તમ ભાવ લાદવામાં આવે તેમ મનાય છે. ગયા મહિને ૮૦ હજાર ટન ડુંગળીની નિકાસ થઇ હતી. ત્યારે હવે ડુંગળીના નિકાસના લઘુત્તમ ભાવ લાદીને નિકાસ નિયંત્રિત કરાઈ તેવી શકયતા છે.

   

 (09:11 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS