Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

જો બેંકમાં તમે ૨૮ ફેબ્રુઆરી સુધી આ વિગત ના આપી તો તમારા પર થઇ શકે છે સરકારી તવાઇઃ

બેંકનો મહત્વનો આદેશ : બે નંબરિયા ફસાશે

   

   

      નવી દિલ્હી તા.૧૧ : દેશમાં ૮ નવેમ્બરથી નોટબંધી બાદ લોકો હેરાન પરેશાન થઇ ગયા હતાં. લોકોએ ઘણા મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હજુ એ પરિસ્થિતિ શાંત પડી નથી ત્યારે કેન્દ્ર સરકારે એક નવું ફરમાન બહાર પાડ્યું છે. તેમણે દરેક બેંકોને જણાવ્યું છે કે તેઓ દરેક ખાતેદારો પાસેથી પાનની વિગતો મેળવી લે.

      જે ખાતાધારકો પાસે પાન કાર્ડ ના હોય એ લોકા પાસેથી ફોર્મ ૬૦ મેળવી લેવા માટે કેન્દ્ર સરકારે સૂચના આપી છે. કેન્દ્ર સરકારના ફરમાન પ્રમાણે આ તમામ વિગતો ૨૮ ફેબ્રુઆરી પહેલા એકત્રિત કરવાની રહેશે. જો કે જનધન યોજના અંતર્ગત ખાતુ ખોલાવનાર લોકોને તેમજ ઝીરો બેલેન્સ અકાઉન્ટને પણ આ આદેશમાંથી મુકિત આપવામાં આવી છે. સરકાર આ તમામ વિગતોને આધારે એક સાથે ઘણી બેંકોમાં અકાઉન્ટ ધરાવતા લોકો વિશે માહિતી મેળવશે. નોટબંધી બાદ એમને જુદા જુદા અકાઉન્ટમાં કેટલા રૂપિયા ભર્યા છે એ માહિતી જાણ્યા બાદ એમની પક પગલાં લેવામાં આવશે.

      જો કે બંકો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેવાયસીના નિયમોનું પાલન થાય એ હેતુને ધ્યાનમાં રાખીને વિગતો મંગાવવામાં આવી છે. જો કે ખાતેદારોનાં પાન કાર્ડની વિગતો તથા અન્ય વિગતો આવકવેરા વિભાગને આપવાની હોવાથી નોટબંધી બાદ થયેલાં ટ્રાન્ઝેકશન અંગે જાણકારી મેળવાશે એ વાત ચોક્કસ છે. બેંકોના માધ્યમથી માહિતી મેળવી પોતાના ખાતામાં મોટી રકમ જમા કરાવનાર પર આવકવેરા વિભાગ તવાઇ લાવશે એ નક્કી છે. આવકવેરા વિભાગ બેંકો પાસેથી આ વિગતો મેળવી લે એ પછી તેને તમામ બેંકો સાથે લિન્ક કરવા માટે નિયમોમાં સુધારો પણ કરવામાં આવ્યો છે. ૨૮ ફેબ્રુઆરી સુધીમાં આ તમામ વિગતો મળી ગયા બાદ આવકવેરા વિભાગ શંકાસ્પદ એકાઉન્ટસની તપાસ કરશે. આવકવેરા વિભાગને ઘણી બેંકોમાં એક જ ખાતામાં કરોડો રૂપિયા આવ્યા અને તેના વારંવાર ટ્રાન્ઝેકશન થયા હોવાની વિગતો મળી છે. તેને આધારે ભ્રષ્ટાચારીઓ અને કાળા નાણાવાળાં પર તવાઇ હાથ ધરીને બેહિસાબી સંપત્તિનો પર્દાફાશ કરાયો છે.(૨૩.૧૦)

   
 (04:09 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS