Mukhy Samachar

News of Tuesday, 10th January, 2017

ટેકસ બચાવવા માટે ELSS છે બેસ્ટ વિકલ્પ

૩ વર્ષમાં ૧૮.૭ ટકા CEGRનું રિર્ટન આપ્યું છે

ટેકસ બચાવવા માટે ELSS છે બેસ્ટ વિકલ્પ

   

   

      નવી દિલ્હી તા. ૧૦ : નવા વર્ષમાં ટેકસ બચાવવા માટે ઈકિવટી લિંકડ સેવિંગ્સ સ્કીમ(ઈએલએસએસ) સૌથી સારો વિકલ્પ છે.    ELSS     હેઠળ છેલ્લા ૩ વર્ષમાં ૧૮.૭ ટકા સીઈજીઆરનું રિટર્ન આપ્યું છે. અને પાંચ વર્ષમાં તેમાં ૧૭.૪૬ ટકા સીઈજીઆરનું રિટર્ન મળ્યું છે. માત્ર રિટર્ન જ ELSS   ની  ખાસીયત નથી.    ELSS    ફંડની વાર્ષિક કિંમત પણ ૨.૫થી ૨.૭૫ ટકા જેટલી છે. અને તેમના તમામ ચાર્જ   ,    પોર્ટફોલિયો અને ટ્રાન્ઝેકશન જાહેર  કરવામાં આવે છે. આ ઉપરાંત ઈએલએસએસ દ્વારા જે રિટર્ન મળે છે તે પણ ટેકસ ફ્રી હોય છે.

      ટેકસ બચાવનારા રોકાણમાં ઈએલએસએસ સૌથી ઓછા સમય માટે પૈસા લોક રાખે છે. તેમાં ત્રણ વર્ષના લોક-ઈન પિરિયડ હોય છે. ઈ કેવાઈસી શરું થયા બાદ અહીં રોકાણ કરવું ખુબજ સરળ થઈ ગયું છે. ટ્રેડિશનલ ઈન્શ્યોરન્સ પ્લાન સૌથી વધારે સલામત હોય છે   ,    પણ તેમાં સૌથી ઓછું રીટર્ન મળે છે. તેમાં કમિશન પણ વધારે વસુલવામાં આવે છે. પારદર્શકતાના મામલામાં તેનો રેકોર્ડ નબળો રહ્યો છે. આ ઉપરાંત યુલિપમાં પણ સરળતાથી ઓનલાઈન માધ્યમ દ્વારા રોકાણ કરી શકાય છે.

      જો તમે નિવૃત્તિ સુધી પૈસા બ્લોક કરવા તૈયાર છો તો   ,    એનપીએસ પણ ટેકસની બચત માટે સારો વિકલ્પ છે. નેશનલ પેન્શન સિસ્ટમ(એનપીએસ) રેકિંગમાં ત્રીજા નંબરે આવે છે. ઈન્વેસ્ટમેન્ટ મેન્ડેટ અને ટેકસ કાયદામાં ફેરફારને કારણે તેમાં રોકાણ કરવાનો થોડો ક્રેઝ વધ્યો છે.

      સેકશન ૮૦સીસીડી (૧બી) હેઠળ એનપીએસમાં ૫૦   ,   ૦૦૦ રૂપિયા સુધીના રોકાણ પર અલગથી ટેકસ છૂટ મેળવી શકો છો.અગ્રેસિવ યૂલિપ પ્લાનથી છેલ્લા પાંચ વર્ષમાં વાર્ષિક ૧૨ ટકા રિટર્ન મળ્યું છે. પીએફ પણ ટેકસ બચાવવા માટે સારો વિકલ્પ છે. જો તમે ચાલું નાણાકીય વર્ષ માટે ટેકસ બચાવવા ઈચ્છો છો તો પીપીએફમાં રોકાણ કરવું જોઈએ   ,    જેના પર ૮ ટકા રિટર્ન મળી રહ્યું છે.(૨૧.૮)

   
 (12:03 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS