Mukhy Samachar

News of Monday, 9th January, 2017

મને ગમતા શ્રેષ્ઠ પુસ્તકો : ગોરા ત્રિવેદી

<br />મને ગમતા શ્રેષ્ઠ પુસ્તકો : ગોરા ત્રિવેદી

   રાજકોટ : ઘણા સમયથી મિત્રો પુસ્તકોનું લીસ્ટ બનાવી આપવા કહેતા હતા. અહીં મેં વાંચેલા અને પ્રમાણમાં મેઈન સ્ટ્રીમ કહી શકાય તેવા પુસ્તકોનું - પુસ્તકના લખાણની થોડી માહિતી સહીત લીસ્ટ મુકેલ છે. પુસ્તક પ્રેમીઓ સાથે શેર કરવું.

   ગુજરાતી પુસ્તકો

   ૧. કર્મનો સિદ્ઘાંત – હીરાભાઈ ઠાકર

   કર્મનો સિદ્ઘાંત તદ્દન સાદી ભાષામાં દાખલા-દલીલો સાથે, થોડું જુનવાણી પણ એકવાર ચોક્કસ વાંચવા જેવું

   ૨. મન અને તેનો નિગ્રહ – સ્વામી બુધાનંદ

   મનને સમજવા અને સ્થિર કરવા માટેના આધ્યાત્મિક ઉપાયો, થોડું અઘરૃં પણ બે થી ત્રણ વાર વાંચીએ અસરકારક

   ૩. અરધી સદીની વાંચન યાત્રા – મહેન્દ્ર મેઘાણી

   નાની નાની વાર્તાઓ અને વાતોનો ખજાનો. જુનું પણ સોનું

   ૪. અમર શેર – ડો.એસ.એસ.રાહી

   શેર – શાયરીનો શોખ ના હોય તેને પણ ગમી જાય તેવો ગુજરાતી ખુબ જાણીતી શેર-શાયરીઓ

   ૫. બે હૈયાની જીવનયાત્રા – વનરાજ માલવી

   નવપરણિત કે પરણવા માંગતા લોકો માટેની નાનકડી ગાઈડલાઈન

   ૬. મનની વાત – સુધા મુર્તિ

   સ્ત્રીઓના સંદ્યર્ષ અને પોતાના અનુભવો-અવલોકનો સુધા મુર્તિના શબ્દોમાં

   ૭. પ્રિયજન – વીનેશ અંતાણી

   હમારી અધુરી કહાની... જુના પ્રેમીઓ દાયકાઓ પછી મળે છે અને પસાર થયેલી જીન્દગી વિષે વિચારે છે. થોડી કરૃણ પણ ઘણી વાસ્તવિક

   ૮. તમે જ તમારું અજવાળું – સુધા મુર્તિ

   સ્ત્રીઓના સંઘર્ષ અને પોતાના અનુભવો-અવલોકનો સુધા મુર્તિના શબ્દોમાં

   ૯. ચાણકયનીતિ – આર.આર.શેઠ પબ્લિકેશન

   ટૂંકા અને નાના દાખલા ઉદાહરણથી ચાણકયના વિચારો અને નીતિઓની વાત. યુવાનો અને પુરૃષો એ ખાસ વાંચવા જેવું પુસ્તક

   ૧૦. તક ઝડપો ઝડપથી – સ્વેટ મારડન

   સ્કુલના વિદ્યાર્થીઓ માટે કે વાંચવાનું શરુ કરનાર માટે નાનકડી હકારાત્મક વાતોની પુસ્તિકા

   ૧૧. પાંદડે પાંદડે જયોતિ/મોટી/ઝાકળ/દીવા/કિરણ/રેખા – મહેશ દવે

   એક પેઈજની નાની નાની હકારાત્મક સાદી અને સરળ વાર્તાઓ નું સંકલન. આખી સીરીઝ સરસ છે. વડીલો અને મહિલાઓને ખાસ ગમશે

   ૧૨. મનનો માળો/મોતીચારો/અંતરનો ઉજાસ/સમયને સથવારે – આઈ.કે.વીજળીવાળા

   નાની નાની દેશ વિદેશની એક પેઈજની વાર્તાઓનું સંકલન. આખી સીરીઝ સરસ છે (સાયલન્સ પ્લીઝ થોડી કરૃણ) વડીલો, હાઉસવાઈફસ, ઈમોશનલ યુવતીઓને વધુ ગમે તેવું સંકલન

   ૧૩. નવી દ્રષ્ટિ અને વાસ્તવિકતા - સ્વામી સચ્ચિદાનંદ

   સમાજ, ધર્મ, દેશ, જીવન, આધ્યાત્મ વિષેના તેજાબી અને પ્રેકટીકલ વિચારો. મેચ્યોર લોકો માટેનું પુસ્તક

   ૧૪. જસ્ટ એક મિનીટ ૧-૨-૩ – રાજુ અંધારિયા

   ચિત્રલેખામાં નિયમિત આવતી નાનકડી હકારાત્મક વાર્તાઓનું સંકલન.

   ૧૫. સમન્વય – વનરાજ પટેલ

   લેખકોના ખાસ વાકયો, પંકિતઓ, શાયરીઓનું સચિત્ર સંકલન. ફોર્મલ ગીફ્ટ માટે લોકોને ખાસ ગમે છે

   ૧૬. પ્રેરણાનું ઝરણું – જીતેન્દ્ર અઢીયા

   ગુજરાતીઓ માટે 'પોઝીટીવ થીન્કીગ અને કમાન્ડ' વિષે વાંચવાનું પહેલું – શરૃઆત માટેનું પુસ્તક

   ૧૭. કૃષ્ણાયન – કાજલ ઓઝા વૈદ્ય

   કૃષ્ણના પ્રેમની વાત. સ્ટ્રીકલી ફોર એડલ્ટસ.. ખુબ ભાવુક મુદ્દાઓ.. આંખ ભીની કે રડાવી દે તેવું પુસ્તક. મસ્ટ રીડ..

   ૧૮. ઈતિહાસ કથા રોમ અને ગ્રીસ – મનુભાઈ પંચોલી 'દર્શક'

   રોમ અને ગ્રીસનો ઈતિહાસ. બહાદુરી, શોર્ય, દેશભકિત, ખુમારીની વાર્તાઓ.. યુવાનો માટે મસ્ટ મસ્ટ રીડ.... દોડતા કરી દે તેવું પુસ્તક.

   ૧૯. અલ્કેમીસ્ટ – પોલો કોએલો

   ખુબ ખુબ ખુબ સરસ પુસ્તક. દરેક વ્યકિત માટે વાંચવા જેવું. સાદી વાર્તા કે જે શુકનો, હિંમત, સાહસ, મુસાફરી, જીવન, કુદરત અને સફળતા શીખવે છે

   ૨૦. ધ સિક્રેટ – રર્હોંડા બ્રાયન

   જીવનમાં નાના ફેરફાર કરી, હકારાત્મક વિચારીને તફાવત લઇ આવવાની ખુબ જ અસરકારક અને પ્રેકટીકલ વાત. ખુબ સરસ પુસ્તક. ડી.વી.ડી પણ જોવા જેવી છે.

   ૨૧. સફળતાના સાત અધ્યાત્મિક નિયમો – દીપક ચોપરા

   જીવનના આધ્યાત્મ સાથેના સામન્ય પણ ખુબ સરસ સૂચનો. નાનકડી અને અસરકારક. મેચ્યોર લોકોને ગમે તેવું લખાણ – ઓરીજીનલ ઇન ઈંગ્લીશ

   ૨૨. હેટ્સ ઓફ જીન્દગી – જયેશ વાછાણી.

   નાનકડી હકારાત્મક વાર્તાઓ – વાતોનું સુંદર સંકલન

   ૨૩. સુખની ચાવી – હરેશ ધોળકીયા

   ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર્સનો પોઝીટીવ થીન્કીગનો કન્સેપ્ટ સાદી ગુજરાતી ભાષા અને ઉદાહરણ સાથે, કયાંક નાની વાર્તા સ્વરૃપે. વાંચવા જેવું પુસ્તક

   ૨૪. પણ, હું તો તને પ્રેમ કરું છું ! – ડાઙ્ખ.હંસલ ભચેચઙ્ગ

   સ્ત્રી અને પુરૃષની લાગણીઓના લોજીકની વાતો. બુદ્ઘિશાળી પતિ-પત્ની માટે મસ્ટ રીડ.

   ૨૫. એકલવીર – પોલો કોએલો

   જનુની પ્રેમીની પોતાનો પ્રેમ પાછો મેળવવા માટેના અંતિમવાદી પગલાઓની થ્રીલર. ઓરીજીનલ ઇન ઈંગ્લીશ

   ૨૬. અનોખી ભેટ – જીમ સ્ટોવેલ

   બેજવાબદાર અમીર યુવાનને જીવનના પાઠ શીખવતી વાર્તા. યુવાનો અને પિતા માટે વાંચવા જેવું પુસ્તક. ઓરીજીનલ ઇન ઈંગ્લીશ શ્નધ અલ્ટીમેટ ગીફ્ટલૃ

   ૨૭. ભગવાનનો રીપ્લાય – જીલિયાના રેમન્ડ

   કુદરતના સંકેતો સમજવાનું અદભુત પુસ્તક.

   ૨૮. માધવ કયાંય નથી. – હરીન્દ્ર દવે

   કૃષ્ણને શોધવાનો નારદમુનીનો પ્રયાસ જે હક્કીકતમાં કૃષ્ણના જીવનની મુસાફરી બતાવે છે.

   ૨૯. તું અને હું, બસ બીજું શું? – ડો. હંસલ ભચેચ

   સ્ત્રી અને પુરૃષની લાગણીઓના લોજીકની વાતો. બુદ્ઘિશાળી પતિ-પત્ની માટે મસ્ટ રીડ

   ૩૦. સકસેસફૂલ પેરેન્ટીગ – પરીક્ષિત જોબનપુત્રા

   બાળઉછેર પરનું સુંદર, વાસ્તવિક, પ્રેકટીકલ પુસ્તક

   ૩૧. દ્રૌપદી – કાજલ ઓઝા વૈદ્ય.

   દ્રૌપદીના જીવનના કયારેય, કયાં ના ચર્ચાયેલા પાસાઓ. દરેક શકિતશાળી – બુદ્ઘિશાળી સ્ત્રીને પોતાની વાત લાગશે. ખુબ જ સંવેદનશીલ રજુઆત. મસ્ટ રીડ ફોર ફીમેલ્સ

   ૩૨. રીચ ડેડ, પુઅર ડેડ – રોબર્ટ ટી કીઅર્સકી

   થોડી અઘરી પણ પેરેન્ટ્સ માટે ખુબ સારૃં પુસ્તક. સફળ, સુખી અને સમૃદ્ઘ થવા માટેના વિચારો અને વવેહારમાં કરવાના ફેરફારોના સજેશનસ

   ૩૩. સાગરપંખી – જોનાથન લીવીંગસ્ટન

   નાનકડી ખુબ સુંદર પ્રેરણાત્મક વાર્તા. યુવાનો-વિદ્યાર્થીઓ માટે મસ્ટ રીડ. ઓરીજીનલ ઇન ઈંગ્લીશ

   ૩૪. શુન્યમાંથી સર્જન – રશ્મિ બંસલ

   આઈ.આઈ.એમ સ્નાતકોના ઓદ્યોગિક સાહસની વાતો. યુવાનો માટે મસ્ટ રીડ. ઓરીજીનલ ઇન ઈંગ્લીશ

   ૩૫. ખભે કોથળો અને દેશ મોકળો – રશ્મિ બંસલ

   આઈ.આઈ.એમ સ્નાતકોના ઓદ્યોગિક સાહસની વાતો. યુવાનો માટે મસ્ટ રીડ. ઓરીજીનલ ઇન ઈંગ્લીશ

   ૩૬. ધ હિલીગ કોડ – સંકલન અને ભાષાંતર - રાજીવ ભાલાણી

   વિવિધ શારીરિક માનસિક રોગ-સમસ્યાના નિરાકરણ માટેની અનોખી પદ્ઘતિ સમજાવતું પુસ્તક. ઓરીજીનલ ઇન ઈંગ્લીશ

   ૩૭. મેજીક મની – ભુમિક ભટ્ટ

   રૃપિયા કમાવાની અને આકર્ષવાની સાદી અસરકારક રીતો બતાવતું પુસ્તક.

   ૩૮. જીવન એક ખેલ – કુન્દનિકા કાપડિયા

   સ્ત્રીઓને સાહસિક અને હકારાત્મક બનવા માટેની શીખ દેતું તદ્દન નાનકડું પુસ્તક. યુવતીઓ – સ્ત્રીઓ માટે મસ્ટ રીડ.

   ૩૯. મેલુહા,નાગવંશ,વાયુપુત્રોના સપથ – અમીશ ત્રિપાઠી

   શિવની એક સામન્ય માનવ તરીકેની સફર. આઈ.આઈ.એમ સ્નાતક અમીશનું અદભુત સર્જન. ભારત, ધર્મ, આધ્યાત્મ, પ્રેમ, લડાઈ, રાજનીતિ, સામાજીક ક્રાંતિઓ અને અંખડ ભારતની પરિકલ્પના માટેના શિવના પ્રયાસો. મસ્ટ મસ્ટ મસ્ટ રીડ ફોર એવરીવન. ઓરીજીનલ ઇન ઈંગ્લીશ.

   ૪૦. ગોડ ફાધર- મારીઓ પુઝો

   વર્લ્ડ કલાસ થ્રીલર. હોલીવુડ મૂવીની સીરીઝ છે. તે ઉપરાંત ડઝનબંધ હોલીવુડ – બોલીવુડ મુવીઝમાં આ થ્રીલરની દ્યણી વાતો કોપી થઇ છે. મજા આવે તેવું પુસ્તક. ઓરીજીનલ ઇન ઈંગ્લીશ

   ૪૧. રીચ લાઈફ – રાજીવ ભાલાણી

   રૃપિયા આકર્ષવાના, સમૃદ્ઘ બનવાના સરળ અને અસરકારક ઉપાયો. દરેકે એક વખત ચોક્કસ વાંચવા જેવું પુસ્તક.

   ૪૨. શાંત તોમાર છંદ.

   નાની નાની વાતો, વાર્તાઓ, ગીત, જોકસ, શાયરી, કવિતાઓનો સંગ્રહ. ફોર્મલ ગીફ્ટ માટે પસંદ થાય છે.

   ૪૩. ધ સિવિક કોડ

   યુવાનો, યુવતીઓ, ટીનએજર્સ, વિદ્યાર્થીઓ, હાઉસવાઈફસ, બીઝનેસમેન, એમ્પ્લોઇ, સરકારી કર્મચારી, શિક્ષક... કોઈ પણ રોલમાં કઈ રીતે વર્તીએ તો દેશ અને સમાજ માટે મદદરૃપ થઇ શકીએ અને દેશ પ્રગતી કરે તે સમજાવતું પુસ્તક. ગીફ્ટ આપવા માટે આદર્શ.

   પ્રો. ડો.ગોરા એન. ત્રિવેદી

   જાણીતા વકતા - લેખિકા

   (મો. ૮૯૮૦૦ ૯૨૨૫૫, રાજકોટ)

 (04:17 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો