Mukhy Samachar

News of Saturday, 7th January, 2017

હવે એર ઇન્ડિયાના પ્રવાસીઓ ૫૦ કિલો લગેજ લઇ જઇ શકાશે

<br />હવે એર ઇન્ડિયાના પ્રવાસીઓ ૫૦ કિલો લગેજ લઇ જઇ શકાશે

   

   

      નવી દિલ્હી તા.૭ : એર ઈન્ડિયાની બોઈંગ ૭૪૭ ફ્લાઈટમાં દિલ્હીથી મુંબઈ વચ્ચે યાત્રા કરનારા વિમાન પ્રવાસીઓ હવે પહેલાં કરતાં વધુ વજનવાળું લગેજ પોતાની સાથે લઈ જઈ શકશે. ઈકોનોમી કલાસના પ્રવાસીઓ પોતાની સાથે ૪૦ કિલો અને બિઝનેસ કલાસના પ્રવાસીઓ ૫૦ કિલો સુધીનું લગેજ સાથે લઈ જઈ શકશે.

      વર્તમાન નિયમો અનુસાર એર ઈન્ડિયાના યાત્રીઓને ઈકોનોમી કલાસમાં ૨૫ કિલો અને બિઝનેસ કલાસમાં ૩૫ કિલો સુધીના વજન ધરાવતું લગેજ લઈ જવાની મંજૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બીજી એરલાઈન્સમાં લગેજની આ મર્યાદા માત્ર ૧૫ કિલો સુધીની જ છે. એર ઈન્ડિયાએ તાજેતરમાં મુંબઈ-દિલ્હી રૂટ અને દિલ્હી-મુંબઈ રૂટ માટે રોજની બે બે ફ્લાઈટ શરૂ કરી છે. હાલ એર ઈન્ડિયાના જમ્બો જેટનો રાષ્ટ્રપતિ   ,    ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની વીવીઆઈપી ફ્લાઈટમાં ઉપયોગ કરવામાં આવે છે.આ અગાઉ પણ દિલ્હી-મુંબઈ-લંડન અને મુંબઈ-દિલ્હી-ન્યૂયોર્ક રૂટ પર મોટી એરલાઈન્સ ફ્લાઈટ ઓપરેટ કરતી હતી. આ ફ્લાઈટ સામાન્યતઃ મધરાત કે વહેલી સવારે ઓપરેટ થાય છે. દેશની સૌથી સસ્તી ફ્લાઈટ બનવાની કવાયતમાં એર ઈન્ડિયા ડોમેસ્ટિક રૂટ માટે સસ્તી ટિકિટ આપે છે.(૨૩.૧૦)

   
 (03:53 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો