Mukhy Samachar

News of Thursday, 5th January, 2017

લાલુ પર દબાણ વધારવા માટે નીતિશકુમારની ચાલ

નીતિશની મદદથી રાજ્યસભામાં ભાજપને ફાયદો : રાજ્યસભામાં એનડીએની પાસે હાલ બહુમતી ન હોવાની સ્થિતિમાં જેડીયુની મદદ મળે તો અનેક બિલ પાસ કરાશે

   પટણા,તા. ૫ : એકબીજાના નક્કર રાજકીય હરીફ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર આજે એક મંચ પર નજરે પડ્યા બાદ આની ભારે ચર્ચા રાજકીય વર્તુળોમાં જોવા મળી હતી. થોડાક સમય પહેલા સુધી બંને એકબીજા સામે જોતા પણ ન હતા. કોઈ સમયે એનડીએના સાથી પક્ષ રહી ચુકેલા જેડીયુના નેતા નીતિશકુમારે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ આ ગઠબંધન સાથે સંબંધ તોડી લીધા હતા અને બિહારમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન મોદી અને નીતિશકુમાર બિલકુલ આમને સામને દેખાયા હતા. બંનેએ એકબીજા સામે વ્યક્તિગત આક્ષેપો પણ કર્યા હતા. મોદીએ એક રેલીમાં એમ પણ કહ્યું હતું કે નીતિશકુમારે એક વખતે તેમની સામેથી જ ભોજનની થાળી આંચકી લીધી હતી. જ્યારે નીતિશકુમારે આક્ષેપ કર્યો હતો કે બિહારના નિવાસીઓના ડીએનએ ખરાબ કરવાની વાત કરીને લોકોનું અપમાન મોદી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં બંને વચ્ચેના સંબંધોમાં ખૂબ જ તંગ સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આરજેડી અને જેડીયુ હાલમાં ભલે એકબીજાની સાથે છે પરંતુ આરજેડી ધારાસભ્ય રાજ બલ્લભથી લઈને શહાબુદ્દીન સુધીના મામલામાં જેડીયુ અને આરજેડી વચ્ચેના સંબંધો ક્યારેય પણ સારા રહ્યા નથી. બાહુબલી શાહબુદ્દીને તો નીતિશકુમારને પોતાના નેતા તરીકે પણ સ્વીકારતા નથી. આરજેડી નેતા રઘુવંશપ્રસાદ સિંહ જાહેરમાં અનેક વખત નીતિશકુમાર પર પ્રહાર કરી ચુક્યા છે. નોટબંધી પર વિપક્ષના સંયુક્ત રીતે એક સાથે આવવાના પ્રસ્તાવ પર જેડીયુ અલગ દેખાતા આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવે પણ નીતિશકુમાર ઉપર પરોક્ષ પ્રહારો કર્યા હતા. નીતિશકુમારે કહ્યું હતં કે આમાં ઈગોની સમસ્યા દેખાઈ રહી છે. રાજકીય જાણકાર લોકો માની રહ્યા છે કે નીતિશકુમારનું નવું વલણ લાલુ યાદવ ઉપર રાજકીય દબાણ વધારવાના હેતુસર છે. રાજકીય રીતે અતિ મહત્વકાંક્ષી રહેલા લાલુ યાદવની સામે નીતિશકુમાર એવો સંદેશ મુકવા માંગે છે કે તેમની સામે હજુ પણ ઘણા બધા વિકલ્પો રહેલા છે.

   બીજી બાજુ ભાજપને લાગે છે કે તેને સ્વાભાવિક રીતે વધુ એક રાજકીય સાથી પક્ષની જરૃર છે. રાજ્યસભામાં કેન્દ્રિય ગઠબંધનનું સંખ્યાબળ ઓછું છે. આવી સ્થિતિમાં જેડીયુ સાથે સંબંધો મજબૂત કરીને સ્થિતિને મજબૂત કરી શકાય છે. ઘણા બિલ પસાર કરવામાં મદદ મળી શકે છે. અનેક બિલ પહેલાથી જ રાજ્યસભામાં પેન્ડીંગ છે અને પાસ કરવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં ભવિષ્યમાં જો નીતિશ અને મોદી એક બીજા પ્રત્યે હળવું વલણ અપનાવે છે તો વધારે આશ્ચર્ય કરવું જોઈએ નહીં.

   મોદી-નીતિશ દોસ્તી...

   *    એકબીજાના નક્કર વિરોધી મોદી અને નીતિશકુમાર એક મંચ ઉપર આવતા અને એકબીજાની પ્રશંસા કરતા રાજકીય પંડિતોની નજર કેન્દ્રિત થઈ

   *    આવનાર સમયમાં બંને એકબીજાની વધુ નજીક આવીને બંને પાર્ટી એકબીજાની મદદ કરી શકે

   *    લાલુ યાદવ પર રાજકીય દબાણ વધારવા નીતિશકુમારની વ્યૂહરચના

   *    લાલુ મહત્વકાંક્ષી હોવાથી તેમના પર અંકુશ જરૃરી હોવાના મત જેડીયુના નેતાઓ આપે છે

   *    ભાજપ વધુ એક સાથી પક્ષની શોધમાં છે

   *    રાજ્યસભામાં જેડીયુની મદદ મળે તો સરકાર ઘણા મહત્વના બિલ પસાર કરી શકે છે

   *    રાજ્યસભામાં એનડીએ પાસે બહુમતી નથી

 (07:19 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો