Mukhy Samachar

News of Thursday, 5th January, 2017

વાહ... ૮ કરોડ દુધાળા પશુને મળશે 'આધાર કાર્ડ'

મોદી સરકારનો પ્લાન : કાનમાં યુઆઇડી નંબરની લાગશે ટેગ

વાહ... ૮ કરોડ દુધાળા પશુને મળશે 'આધાર કાર્ડ'

   

   

      નવી દિલ્હી તા. ૫ : મોદી સરકારે જાહેરાત કરી છે કે આવનારા સમયમાં ગાય અને ભેંસોને પણ આધાર જેવો યુનિક આઇડેન્ટિફિકેશન નંબર(   UID   )   મળશે. આ માટે લગભગ એક લાક લોકો દેશઆખામાં ભરીને પશુઓને ટેગ લગાવશે. આ માટે એ લોકોને ૫૦ હજાર ટેબલેટ્સ પણ અપાયા છે. સરકારનો પ્લાન છે કે આ વર્ષે લગભગ ૮ કરોડ જેટલી ગાય અને ભેંસના કાનોમાં યુઆઇડી નંબર સેટ કરી દેવાય.

      આવું કેમ   ?    આ કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવા પર કરાઇ રહ્યું છે. ટેગને કારણે પશુઓ પર નજર રાખવામાં મદદ મળશે. જેનાથી તેમની દવા   ,    ટિકાકરણ સમયસર કરી શકાશે. એવું પણ મનાઇ રહ્યું છે કે આવું કરવાને કારણે દૂધ ઉત્પાદન વધશે અને ૨૦૨૨ સુધી પશુપાલકોની આવક લગભગ બે ગણી થઇ જશે.

      કઇ રીતે કામ કરશે આ ટેગ   ?    રિપોર્સ અનુસાર પશુઓના કાનમાં એક પીળા રંગનું ટેગ લગવાશે. આવા પ્રત્યેક ટેગ આઠ રૂપિયાના પડશે. પશુને કોઇ પણ જાતનું નુકસાન ના થાય એવા મટીરિયલથી આ ટેગ બનાવાયા છે. આ ટેગનો નંબર તેને લગાવનાર શખ્સ પોતાના ટેબલેટમાં એડ કરી દેશે. અને આ સાથે જ પશુ માલિકને આ અંગેનું હેલ્થકાર્ડ સોંપી દેવાશે. આવું કરવાને કારણે આ પશુ સંબંધીત બધી જ જાણકારી ઓનલાઇન જોઇ શકાશે.

      કેટલો ખર્ચ   ?    મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટેગિંગનું આ કામ પુરુ કરવા ૧૪૮ કરોડ રુપિયાનો ખર્ચ થશે. આ અંગે સરકાર ૨૦૧૭ સુધીનો ટાર્ગેટ રાખ્યો છે. ૨૭માં ઉત્તર પ્રદેશમાં ૧૪ લાખ પશુઓનું ટેગિંગ કરવામાં આવશે. તો મધ્યપ્રદેશમાં ૭.૫ લાખ પશુઓને ટેગિંગ કરાશે. નોંધનીય છે કે દેશમાં સૌથી વધુ પશુઓ ઉત્તરપ્રદેશમાં છે. જયારે બીજા નંબર પર મધ્યપ્રદેશ અને ત્રીજા નંબરે રાજસ્થાનમાં પશુઓ છે. એ બાદ ગુજરાત અને આંધ્રપ્રદેશનો નંબર આવે છે.(૨૧.૭)

    

   
 (01:17 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS