Mukhy Samachar

News of Thursday, 5th January, 2017

CBI ચીફ અસ્થાના એકશન મોડમાં: અનેક નેતાઓને સાણસામાં લેશે

પદ સંભાળતા જ ગુજરાત કેડરના અધિકારીએ સટાસટી બોલાવીઃ ત્યાગી, તૃણમૂલના બંદોપાધ્યાયની ધરપકડ કરીઃ હવે અગુષ્ટા વેસ્ટલેન્ડ કેસમાં ધડાકા-ભડાકા કરશેઃ કોંગ્રેસની મુશ્કેલી વધશેઃ અનેક જુની ફાઇલો ઉપરથી ધુળ ખંખેરી

CBI ચીફ અસ્થાના એકશન મોડમાં: અનેક નેતાઓને સાણસામાં લેશે

       

       

            નવી દિલ્હી તા.પ : સીબીઆઇ નવા રાકેશ અસ્થાના કે જેઓ ગુજરાત કેડરના છે તેઓ હવે સટાસટી બોલાવવાના મુડમાં છે. ટુંક સમયમાં જ તેઓ અનેક મોટા નેતાઓને સાણસામાં લ્યે તેવી શકયતા છે. સીબીઆઇના એકટીંગ વડા રાકેશ અસ્થાનાએ વાયુદળના પુર્વ પ્રમુખ ત્યાગીની ધરપકડ બાદ હવે આ મામલા સાથે જોડાયેલા મોટા ગજાના રાજનેતાઓની તપાસ માટે મંજુરી આપી દીધી છે. વીવીઆઇપી હેલીકોપ્ટરના સોદામાં કથિત લાંચના મામલા સાથે જોડાયેલ અગુષ્ટા વેસ્ટ લેન્ડ કેસમાં સીબીઆઇની તપાસ હાલ પુરપાટ દોડી રહી છે.

            મળતા અહેવાલો મુજબ આગામી દિવસોમાં કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે કારણ કે પક્ષના કેટલાક નેતાઓના નામ આ મામલા સાથે જોડાયેલા છે. સીબીઆઇ પાસે એક ડાયરી છે જેમાં કથિત રીતે આ નેતાઓના નામ નોંધાયેલા છે. માનવામાં આવે છે કે      ,       અસ્થાનાએ તપાસનો દાયરો રાજનેતાઓ સુધી આગળ વધારવા મંજુરી આપી દીધી છે. જે ડાયરીમાં કથિત રીતે કોંગ્રેસી નેતાઓના નામ છે તે ઇટાલીની અદાલતે સીબીઆઇને સોપ્યા છે. જો કે સીબીઆઇનુ કહેવુ છે કે      ,       અમે પુછપરછ માટે નેતાઓને બોલાવતા પહેલા ડાયરીના તથ્યોની પુષ્ટી કરશુ.

            અગુષ્ટા કેસમાં ઘણા લાંબા સમયથી શાંત રહેલી સીબીઆઇની તપાસ છેલ્લા રપ દિવસમાં અચાનક વેગવંતી બની છે. આ બધુ રાકેશ અસ્થાનાના નેજા હેઠળ થઇ રહ્યુ છે. અસ્થાનાએ પદ સંભાળતા જ ત્યાગી અને અન્ય બેની ધરપકડ કરી હતી. હાલમાં જ તૃણમૂલના બે સાંસદોની પણ ધરપકડ થઇ છે. એવામાં આ હાઇપ્રોફાઇલ લોકોની ધરપકડને લઇને સવાલ પણ ઉઠવા લાગ્યા છે. સીબીઆઇનું કહેવુ છે કે      ,       તપાસમાં સહયોગ ન કરવો      ,       કોઇની ધરપકડનું એક માત્ર કારણ નથી હોતુ. કોઇ આરોપીની ધરપકડ કરીને મેળવેલા પુરાવાઓથી તેનો સામનો કરાવાતો હોય છે. આવુ કસ્ટડીમાં થતી તપાસ દરમિયાન કરાય છે. તપાસના આ ચરણમાં હોવાને કારણે ત્યાગીની ધરપકડ કરવામાં આવી છે. એવા નક્કર પુરાવાઓ મળ્યા છે કે      ,       તેમને મોટી લાંચ અપાઇ હતી.

            સીબીઆઇ હવે ટુંક સમયમાં અગુષ્ટા કેસમાં ચાર્જસીટ દાખલ કરવા જઇ રહી છે. જે આવતા મહિને દાખલ કરી દેવાશે. ૧૭      ,      ૦૦૦ કરોડ રૂપિયાના રોઝવેલી ચીટ ફંડ કૌભાંડમાં તૃણમૂલના બે સાંસદોની ધરપકડ બાદ હજુ કેટલાકની ધરપકડ થશે. અમે મોટા ષડયંત્ર અને પૈસાની તપાસ કરી રહ્યા છીએ.

            સીબીઆઇને હાલમાં જ હરિયાણા સરકાર તરફથી નેશનલ હેરાલ્ડ કેસમાં પુર્વ સીએમ હુડ્ડા વિરૂધ્ધ તપાસની ભલામણ મળી છે. દિલ્હીની આપ સરકાર વિરૂધ્ધ પણ સીબીઆઇ ૭ મામલાની તપાસ કરી રહી છે. અસ્થાનાએ પદ સંભાળ્યાના એક સપ્તાહ બાદ ૯મી ડિસેમ્બરે સીબીઆઇએ ડીએમકે નેતા અને પુર્વ કેન્દ્રીય મંત્રી દયાનીધિ મારન અને કલાનીધિ મારન વિરૂધ્ધ ચાર્જસીટ દાખલ કરી છે. ગેરકાનૂની ટેલીફોન એકસચેન્જના મામલામાં આ કાર્યવાહી  થઇ છે જે ર૦૧૩થી પેન્ડીંગ હતી. ગુજરાત કેડરના આ ઓફિસર સત્તાધારી પક્ષની નજીક હોવાનુ મનાય છે. (૩-૬)

       

 (11:53 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો