Mukhy Samachar

News of Thursday, 5th January, 2017

મોટા પ્રમાણમાં નોટ રાખવા બદલ પોલીસ ધરપકડ કરી ન શકે

કાયદામાં એવી કોઇ કલમ નથી કે પોલીસ અટકાયત કે ધરપકડ કરી શકેઃ ગેરકાનૂની રીતે અટકાયત બદલ પોલીસ સામે કલમ-૩૪૧ અને ૩૪ર હેઠળ કેસ થઇ શકે : ઇન્કમટેક્ષ ન ભરવો એ દિવાની મામલો છે અને પોલીસની આમા કોઇ ભુમિકા હોતી નથીઃ દેશના ટોચના ધારાશાસ્ત્રીઓના અભિપ્રાય

મોટા પ્રમાણમાં નોટ રાખવા બદલ પોલીસ ધરપકડ કરી ન શકે

   

   

      મુંબઇ તા.પ : નોટબંધીના સરકારી એલાન બાદ સમગ્ર દેશમાં મોટી માત્રામાં નવી કરન્સી સાથે પોલીસે અનેક લોકોની ધરપકડ કરી હતી. પોલીસ કોઇ વ્યકિતને મોટા પ્રમાણમાં નવી કરન્સી નોટો સાથે પકડી લ્યે તો શું થાય છે    ?    આનો જવાબ છે કે મોટાભાગના મામલામાં પોલીસ આવા લોકોને ગણતરીના કલાકોમાં છોડી દયે છે. આનુ એક ઉદાહરણ ગયા મહિનાનું છે. જયારે થાણે પોલીસે ત્રણ વેપારીઓને લાખો રૂપિયાની નવી કરન્સી સાથે પકડયા હતા.

      આ વેપારીઓ કમીશનના બદલામાં નોટો બદલાવવાનું કામ કરતા હતા. પોલીસે ઇન્કમટેક્ષ વિભાગને માહિતી આપી હતી અને પુછપરછ બાદ ત્રણેયને છોડી દીધા હતા. આયકર વિભાગે રકમને જપ્ત કરી હતી. હકીકતમાં એવી કોઇ કાનૂન જોગવાઇ નથી કે જે હેઠળ પોલીસ આવી વ્યકિતઓની ધરપકડ કરી શકે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યુ છે કે   ,    અમે આવકવેરા વિભાગને માહિતગાર કર્યા બાદ ત્રણેયને ઇન્કમટેક્ષને સોંપી દીધા હતા. ઇન્કમટેક્ષ વિભાગે એ ફેંસલો કરવાનો હોય છે કે આવા મામલામાં આગળ શું કરવુ. એમઝેડએમ લીગલના ધારાશાસ્ત્રી જુલ્ફીકાર મેમણે જણાવ્યુ છે કે   ,    ફકત કરન્સી રાખવી એ કોઇ અપરાધ નથી.

      તેઓએ જણાવ્યુ છે કે   ,    પકડાયેલા લોકોને પોલીસે છોડી દીધા કારણ કે એ સ્પષ્ટ નથી કે ઇન્ડિયન પીનલ કોડ (આઇપીસી)ની કંઇ કલમ હેઠળ તમે એ લોકોને અટકાયત કરી શકો. કેટલાક એવા પોલીસ સ્ટેશન હતા જેમાં કરન્સીનો સંગ્રહ કે છેતરપીંડી માટે લોકો ઉપર ખોટો આરોપ મુકવામાં આવ્યો હતો. પુર્વ આઇપીએસ ઓફિસર અને હવે એડવોકેટ તરીકે પ્રેકટીસ કરતા વાય.પી.સિંહે કહ્યુ છે કે   ,    મને એ બાબતનું આશ્ચર્ય છે કે આ પ્રકારના મામલામાં લોકોની કઇ રીતે અટકાયત કરવામાં આવી હતી    ?    કારણ કે ઇન્કમટેક્ષ ન ભરવો એ દિવાની મામલો છે અને પોલીસની આમા કોઇ ભુમિકા નથી હોતી.

      એડવોકેટ મેમણે જણાવ્યુ છે કે   ,    ગયા સપ્તાહે મે મારા એક યુકે સ્થિત કલાયન્ટને આ બાબતસર કસ્ટડીમાંથી છોડાવ્યો હતો. તેઓ પ૦ લાખથી નવી નોટ બદલવાનો પ્રયાસ કરતા હતા ત્યારે છેતરપીંડી માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી. અમે કાનૂની લડાઇ લડી અને તેને છોડાવ્યો એટલુ જ નહી તેની જપ્ત થયેલી રકમ પણ પાછી અપાવી હતી.

      તેમનુ કહેવુ હતુ કે   ,    પોલીસ કયા કાયદા હેઠળ આ પ્રકારના મામલામાં સામેલ લોકોને અટકાયતમાં લઇ શકે છે    ?    આ પ્રકારની ગેરકાનૂની અટકાયતની ઘટનાઓમાં સામેલ પોલીસ કર્મચારી વિરૂધ્ધ આઇપીસીની કલમ-૩૪૧ અને ૩૪ર હેઠળ ખોટી રીતે અટકાયતમાં રાખવાનો મામલો ચાલી શકે છે. તેમણે જણાવ્યુ છે કે   ,    મોટા પ્રમાણમાં કરન્સી સાથે પકડાયેલા લોકોને અટકાયતમાં રાખવા કે ધરપકડ કરવા માટે પોલીસે એ બતાવવાનુ હોય છે કે રકમ પોલીસ તરફથી પહેલાથી નોંધાયેલ કોઇ આપરાધિક મામલા કે કોઇ ચોરાયેલી સંપત્તિ સાથે જોડાયેલ છે.(૩-૪)

   
 (09:49 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો