Mukhy Samachar

News of Wednesday, 4th January, 2017

વિદેશ ગયા હોય એવા ભારતીયો ૩૧ માર્ચ સુધી અને એનઆરઆઇ ૩૦ જુન સુધી જુની નોટો જમા કરાવી શકશે

જોકે નોટો એરપોર્ટ પર કસ્ટમને બતાવી પડશે

   

   

      નવી દિલ્હી તા. ૩: રિઝર્વ બેન્કે એક જાહરેનામામાં જણાવ્યું હતું કે વિદેશથી પરત આવતા ભારતીય નાગરિકો અને એનઆરઆઇતેમની પાસે રહેલી જુની કરન્સી નોટો ત્રણથી  છ મહિના સુધીના ગ્રેસ પિરિયડમાં જમાં કરાવી શકશે. પણ એ પહેલા તેમણે જુની  કરન્સી નોટો એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓને દેખાડવી પડશે. અને ડેકલેરેશન ફોર્મમાં વિગત ભરીને એના પર સિક્કો મરાવવાનો રહેશે એ ડેકરેશન ફોર્મ સાથે જુની નોટો રિઝર્વ બેન્કની ચોક્કસ શાખાઓમાં જમા કરાવી  શકાશે. કસ્ટમ્સ અધિકારી જુની નોટ ગણશે અને પછી ફોર્મ પર થપ્પો મારશે.

      પ૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જુની ચલણી નોટો જમા કરાવવા માટે સરકારે ૯ નવેમ્બરથી ૩૦ ડિસેમ્બર સુધીનો પ૦ દિવસનો સમય આપ્યો હતો. આ સમયગાળામાં  વિદેશ ગયા હોય એવા ભારતીયો ૩૧ માર્ચ સુધીનો ગ્રેસ પિરિયડ જુની નોટો જમા કરાવવા માટે આપવામાં આવ્યો છે.

       ૫૦ દિવસના સમયગાળામાં વિદેશ ગયેલા ભારતીય નાગરિકો ગમે એટલા પ્રમાણમાં જુની નોટો જમા  કરાવી શકશે. જયારે  એનઆઇઆર માટે ૨૫૦૦૦ રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે.  નેપાલ   ,    ભુતાન   ,    પાકિસ્તાન અને  બંગ્લાદેશમાં વસતા ભારતીય નાગરિકો આ સુવિધાનો લાભ લઇ શકે.

       વિદેશ ગયેલા ભારતીયોએ ઇમિગ્રેશન સ્ટેમ્પ સાથેની પાસપોર્ટની કોપી ઉપરાંત તેમના તમામ બૈન્ક-એકાઉન્ટસની કોપી રજે કરવાની રહેશે. એ ઉપરાંત ઓળખનો  માન્ય પુરાવો   ,    આધાર નંબર અને કેવાયસી અનુસારના બેન્ક -એકાઉન્ટની વિગત પણ આપવાની રહેશે.

       એનઆરઆઇએ તેઓ ૫૦ દિવસના સમયગાળામાં દેશની બહાર હતા એના પુરાવા ઉપરાંત રેડ ચેનલ મારફત આવતી વખતે ભારતીય કસ્ટમ્સ વિભાગે ૨૦૧૬ની ૩૦ ડિસેમ્બર પછી આપેલુ જુની ચલણી નોટોની વિગત ધરાવતું સર્ટિફિકેટ રજુ કરવું પડશે. (૫.૨)

   
 (09:38 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS