Samachar Saurashtra

News of Tuesday, 11th March, 2014

ઉપલેટાની ખેડૂતની સીમ જમીન ઉપર દબાણ મુદ્દે તાળાબંધીની ચિમકી

   ઉપલેટા, તા. ૧૧ : ઉપલેટાનાં એડવોકેટ જીજ્ઞેશ ડી. ચંદ્રવાડીયાએ યાદીમાં જણાવેલ છે કે ઉપલેટા તાલુકાના વડેખણ ગામ મુકામે સીમ જમીન ધરાવતા ઉપલેટાના ખેડૂત અરજણભાઈ ભાટુની સીમ જમીન ૮ વીઘા ૨ ગુઠા પર નોયડાની કંપની એપકા પાવર પ્રાઈવેટ લી. એ કબ્‍જો કરેલ છે.

   નોયડાની આ કંપનીએ એ ઉપલેટા તાલુકાના વડેખણ ગામ મુકામે ૫ મેગા વોટનો સોલાર પ્રોજેકટ સ્‍થાપેલ છે. સોલાર પ્‍લાન્‍ટની ૮ વીઘા ૨ ગુઠા સીમ જમીન પર વર્ષે ૨૦૧૨માં બળજબરીથી દબાણ કરેલ. જે દબાણ બાબતે એડવોકેટ જીજ્ઞેશ ડી. ચંદ્રવાડીયા તથા ખેડૂતે ન્‍યાય મળવા બાબતે અવાર નવાર ઉચ્‍ચ સ્‍તરીયે રજૂઆતો કરેલ જેના અનુસંધાને રાજકોટ જીલ્લા કલેકટર શ્રી સમક્ષ કેસ ચાલી જતા રાજકોટ જીલ્લા કલેકટરશ્રીએ તા. ૨૬/૨/૧૪ ના રોજ કંપનીને હુકમ મળ્‍યે દિવસ-૧૫ માં કબ્‍જો ખેડૂતને સોંપી આપવા અને કબજો કંપની દ્વારા સોંપવામાં ના આવે તો ટ્રેસપાસીંગની ફરીયાદ દાખલ કરવા બાબતે ઐતિહાસિક તથા ન્‍યાયીક હુકમ કરેલ છે.

   રાજકોટ જીલ્લા કલેકટર શ્રીના હુકમ મુજબ કંપનીએ દિવસ ૧૫માં ખેડૂતની જમીનનો કબ્‍જો સોંપી આપવાનો થતો હોય હવે જોવાનું તે રહ્યું કે કલેકટર સાહેબના હુકમનો કંપની દ્વારા અમલ કરવામાં આવે છે કે કંપની દ્વારા લાખો રૂપિયા વેડફીને રાજકોટ જીલ્લા કલેકટરના હુકમ પર સ્‍ટે લેવામાં આવે છે.

   ઉપલેટાના ખેડૂત અરજણભાઈ ભાટુ તથા તેના એડવોકેટ જીજ્ઞેશ ટી. ચંદ્રવાડીયા દ્વારા જણાવવામાં આવેલ છે કે જીલ્લા કલેકટરના હુકમ મુજબ કંપની દ્વારા દબાણ કરેલ સીમ જમીનનો કબ્‍જો સમય મર્યાદામાં સોંપવામાં નહિં આવે તો ગાંધી ચિંધ્‍યા માર્ગે અપનાવવામાં આવશે તથા કંપનીને તાળાબંધી કરવામાં આવશે.

 (11:58 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS