Samachar Rajkot

News of Friday, 6th January, 2017

સ્ત્રીઓના ૧૬ શણગાર : સૌંદર્ય સાથે સ્વાસ્થ્યના છુપાયા છે રહસ્ય : જાણો શૃંગારની ઉપયોગીતા

કપાળે ચાંદલો - સેંથામાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર, બાવડામાં બાજુબંધ, પગમાં પાયલ અને કાનમાં લટકણ, નાકમાં નથણી, હાથમાં બંગડી, હથેળીમાં મહેંદી અને વાળમાં વેણી, કેડમાં કંદોરો, આંખમાં આંજણ, પગની આંગળીમાં વિછીયા અને માથામાં દામડી, આંગળીમાં વીંટી અને લાલ કપડાના વાંચો શારીરિક ફાયદા

સ્ત્રીઓના ૧૬ શણગાર : સૌંદર્ય સાથે સ્વાસ્થ્યના છુપાયા છે રહસ્ય : જાણો શૃંગારની ઉપયોગીતા

   

   

      રાજકોટ તા. ૬ : સ્ત્રીઓના શણગારમાં અદભુત આરોગ્ય વિષયક ફાયદા સમાયા હોવાનું મનાય છે નારીઓમાં સૌંદર્ય શ્રુંગારનુ આગવું મહત્વ છે આદિઅનાદિ કાળથી થતા ભારતીય નારીઓના શણગારનું માહાત્મય હજુ પણ અકબંધ રહ્યું છે ભારતીય પરંપરા મુજબ મહિલાઓએ ૧૬ શૃંગાળ કરવા જરૂરી મનાય છે આ ૧૬ શણગાર મહિલાઓની ખુબસુરતીમાં વધારો કરવા ઉપરાંત તેમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલા રહસ્ય પણ છુપાયા છે વાસ્તવમાં શણગાર મારફત શરીરના એવા ભાગોમાં દબાવ પડે છે જે એકયુપ્રેશરનું કામ કરે છે અને સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ થઇ શકે છે

      ચાંદલો : લગ્નસંબંધે જોડાયેલ  મહિલાઓને ચાંદલો લગાડવો જરૂરી મનાય છે ચાંદલો લગાડવાથી એકાગ્રતા શકિત પ્રાપ્ત થઇ શકે છે અને દિમાગ શાંત રહેતું હોવાનું મનાય છે

      સિંદૂર : મહિલાઓ જે ભાગમાં સિંદૂર લગાવે છે તેમાં મસ્તિષ્કની મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ગ્રથી હોય છે તે જગ્યાએ સિંદૂર લગાડવાથી માનસિક શકિત મળતી હોવાનું મનાય છે

      મંગળસૂત્ર : મંગળસૂત્રના કાળા મોતી મહિલાઓને ખરાબ નજરથી બચાવતું હોવાની વાત સાથે જોડાયેલ હોવાનું મનાય છે

      બાજુબંધ : બાજુબંધને હાથના બાવડામાં પહેરવાથી સ્થિત કેન્દ્ર પર દબાણ પડે છે જે મહિલાઓને લાંબા સમય સુધી સુંદર રાખવામાં મદદરૂપ થઇ શકે છે તેવી એક માન્યતા છે

      લટકણ -બુટી : કાનના બહારના ભાગમાં એકયુપ્રેશર પોઇન્ટ હોય છે જે લટકણ -બુટી પહેરવાથી તે પોઇન્ટ ઉપર દબાણ સર્જાતા જેનાથી કિડની સ્વસ્થ રહી શકે છે તેમ પણ મનાય છે

      પાયલ : પાયલ હંમેશા પગ સાથે રગડાઈ છે જેના કારણે પાયલની ધાતુ તત્વ ચામડી સાથે અથડાઈને શરીરની અંદર પ્રવેશ કરે છે અને હાડકાને મજબૂત બનાવવામાં ઉપયોગી નીવડતું હોવાનું મનાય છે

      નથણી : જે જગ્યાએ નથણી પહેરાય છે તે જગ્યાએ એક તરફ એકયુપ્રેશર પોઇન્ટ હોય છે જે બાળકોની ડિલિવરી સમયના દર્દને ઘટાડવામાં સહાયક બનતું હોવાનું મનાય છે

      મહેંદી : મહેંદી હાથને સુંદર બનાવવાની સાથે શરીરને ઠંડુ રાખવાનું કામ કરે છે ઉપરાંત ચામડીના રોગને પણ ભગાડવામાં મદદરૂપ બનતું હોવાનું મનાય છે

      બંગડી : સોના-ચાંદીની બંગડી પહેરવાથી તે ધાતુઓની શારીરિક તત્વ પ્રાપ્ત થાય છે જેનાથી શકિત મળતી હોવાનું મનાય છે

      વેણી : ગજરો-વેણી વાળને તંદુરસ્ત અને ખુશ્બુદાર બનાવે છે

      કંદોરો : કંદોરો પહેરવાથી મહિલાઓને હર્નિયાની સમસ્યા નહિ થતી હોવાનું કહેવાય છે

      આંજણ : આંજણ લગાડવાથી આંખોમાં ઠંડક મળવા ઉપરાન્ત આંખની સાથે સંકળાયેલ સમસ્યા દૂર કરવામાં મદદરૂપ બની શકે છે તેમ મનાય છે

      વિછિયા : પગની આંગળીમાં વિછિયા પહેરવાથી નસોમાં લોહીનો પ્રવાહ વધારવામાં મદદરૂપ બને છે અને ગર્ભાશય સુધી યોગ્ય માત્રામાં લોહી પહોંચી શકે છે તેમ પણ મનાય છે

      દામડી : માથામાં દામડી પહેરવાથી કોઈ પ્રકારની બેચેની દૂર ભાગે છે અને મનને શાંતિ મળતી હોવાનું કથન છે

      વીંટી : આંગળીમાં વીંટી પહેરવાથી આળસ હટે છે અને સ્ફૂર્તિ આવતી હોવાનું મનાય છે

      લાલ કપડાં : સુતરાવ અને રેશમના બનેલા હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં ઉપયોગી બનતા હોવાનું કહેવાય છે.(૨૧.૨૧)

   
 (04:38 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS