Samachar Rajkot

News of Tuesday, 3rd January, 2017

રાજકોટના ૩ સહિત બે ડઝન નબીરાઓને દિવ જઇ થર્ટી ફર્સ્ટની મજા કરવાનું ભારે પડી ગયું

દારૂબંધીના કડક કાયદાનો અમલ કાગળ પર ન રહે તે રીતે એસપી હિતેશ જોઇશરે ખરા અર્થમાં અમલી બનાવ્યોઃ કોડીનાર પીઆઇ જે.એન.ઝાલા ટીમે નશાખોરોને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું

   

   

      રાજકોટ   ,    તા.   ,    ૩:  ગુજરાતમાં  દારૂબંધી અંગે રૂપાણી સરકારે કાયદામાં ધરમુળથી ફેરફાર કરી કડક જોગવાઇ કરી છે તે માત્ર કાગળ પર જ ન રહે અને રાજયભરમાં તેનો કડકાઇથી અમલ થાય તેવા આદેશનો અમલ ગીર-સોમનાથના તરવરીયા યુવા એસપી હિતેશ જોઇશરે કાયદો માત્ર કાગળ પર જ રહેવાને બદલે ખરા અર્થમાં અમલ થાય તે માટે બનાવેલી વ્યુહરચનાને સફળતા મળી છે. દિવમાં થર્ટી ફર્સ્ટ મનાવવા ગયેલા ઘણા નબીરાઓ જીલ્લાની વિવિધ ચેકપોસ્ટ પર ઝડપાવા સાથે કોડીનાર પંથકમાં આવેલી ચેકપોસ્ટ પર પણ રાજકોટના ૩ સહિત કુલ બે ડઝન જેટલા પ્યાસીઓ પોલીસના પંજામાં સપડાયા છે.

      અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પ્રસંશનીય ફરજ બજાવનાર પીઆઇ જયરાજસિંહ ઝાલા (જે.એન.ઝાલા)ને દિવની બોર્ડર વિસ્તાર ધ્યાને લઇ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે માટે કોડીનાર પીઆઇ તરીકે ખાસ પસંદ કરવામાં આવતા જ તેઓએ અસમાજીક તત્વો સામે તથા લુખ્ખાઓ સામે ઝુંબશ કરવા સાથે થર્ટી ફર્સ્ટ મનાવી દિવથી નશામાં ઝુમતા તથા કાર ચલાવતા શખ્સોને વિવિધ ટીમો મારફત ઝડપાવી આ નબીરાઓને ખરા અર્થમાં કાયદાનું ભાન કરાવ્યું હતું. પીઆઇ ઝાલાએ પોતાની ટીમના પીએસઆઇ શ્રી ખાચર તથા પીએસઆઇ શ્રી પરમારના સમાવેશવાળી વિવિધ ટીમો   ,    એસપી  તથા ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ રચી હતી. દરમિયાન કોટડા ચેકપોસ્ટ પાસે ઉના બાયપાસ પાસેથી સઘન ચેકીંગ દરમિયાન બે ડઝન જેટલા શખ્સો દિવથી દારૂ પી પરત આવતા ઝડપાઇ ગયેલા આ પૈકીના ૩ શખ્સો રાજકોટના અને ૭ વેરાવળના હતા. ર૦ શખ્સો દારૂ પીધેલા અને બાકીના શખ્સો દારૂ પીધો હોવા છતા કાર ચલાવતા ઝડપાયેલા   .    દિવ સંઘ પ્રદેશ હોવાથી ત્યાં ગુજરાતના કાયદા લાગુ પડતા ન હોવાથી મોજ કરવા ગયેલા નબીરાઓ એ ભુલી ગયા કે વળતી વખતે ગુજરાતની હદમાં જ પ્રવેશ કરવો પડે.

   
 (11:44 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS