vividh-vibhag

News of Saturday, 7th November, 2015

દેશમાં વિવિધ જગ્‍યાએ નોકરીનું ‘‘સેલ'' લાગ્‍યું છે ! વિણવા માંડો

કેન્‍દ્ર-રાજય સરકારના વિવિધ વિભાગો, સ્‍કૂલ-કોલેજ-કોર્પોરેટ ક્ષેત્ર વિગેરેમાં પુષ્‍કળ ભરતીઓ : આવતા ૧૦ વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં ૧૦ લાખ રોજગારી ઉત્‍પન્‍ન કરવાની સરકારની યોજના.

      રાજકોટ તા. ૭ : હાલમાં દિવાળીના તહેવારને અનુલક્ષીને બજારમાં વિવિધ જગ્‍યાએ અને વિવિધ ક્ષેત્રમાં ‘‘સેલ''ના પાટીયા જોવા મળી રહ્યા છે તેમ સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રે નોકરીમાં પણ ‘‘સેલ'' ચાલી રહ્યું છે તેમ કહેવું જરાય ખોટું નથી લાગતું. કારણ કે કેન્‍દ્ર -રાજય સરકારના વિવિધ વિભાગો, સ્‍કૂલ-કોલેજ-કોર્પોરેટ ક્ષેત્ર વિગેરેમાં પુષ્‍કળ ભરતીઓ ચાલી રહી છે.

      આવતા ૧૦ વર્ષોમાં સમગ્ર દેશમાં ૧૦ લાખ જેટલી રોજગારી ઉત્‍પન્‍ન કરવાની યોજના કેન્‍દ્ર સરકારની છે ત્‍યારે હાલમાં વિવિધ ક્ષેત્રે જે ભરતીઓ ચાલી રહી છે તેની ઉપર એક નજર કરીએ તો.......

      * ઇન્‍ડિયન ઓઇલ કોર્પોરેશન લી. દ્વારા ૧૬-૧૧-૧પ ની છેલ્લી અરજી તારીખ સાથે જુનિયર એન્‍જીનીયર્સ વિગેરેની ૭ જગ્‍યાઓ માટે ભરતી ચાલે છે.

      www.iocl.com

      * સ્‍ટીલ ઓથોરીટી ઇન્‍ડિયા લી. (SAIL), ભીલાઇ સ્‍ટીલ પ્‍લાન્‍ટ દ્વારા ૯-૧૧-૧પ ની છેલ્લી અરજી તારીખ સાથે ફાયરમેન (ટ્રેઇની) ની ૧૧ જગ્‍યાઓ માટે ભરતી ચાલે છે.www.sail-bhilaisteel.com.

      * STIP, તિરૂવનંતપુરમ દ્વારા ર૩-૧૧-૧પ ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્‍ટન્‍ટ, AO,MTSS ની કુલ ૮ જગ્‍યાઓ માટે ભરતી ચાલે છે.

      www.tvpm.stpi.in/

      *CAU દ્વારા ર૧-૧૧-૧પ ની છેલ્લી અરજી તારીખ સાથે નોન ટીચીંગ પોસ્‍ટસની ૯૦ જગ્‍યાઓ માટે ભરતી ચાલે છે. www.cau.ac.in.

      * NIRT દ્વારા ૧૧-૧૧-૧પ ની છેલ્લી અરજીબ તારીખ સાથે સ્‍ટાફ નર્સ, LDC વિગેરેની ૧૧ જગ્‍યાઓ માટે ભરતી ચાલે છે. www.nirt.res.in

      * એઇમ્‍સ, જોધપુર દ્વારા ૧૦-૧૧-૧પની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્‍ટન્‍ટસ, જુનિયર એન્‍જીનીયરની ૯ જગ્‍યાઓ માટે ભરતી  ચાલે છે

      www.aiimsjodhpur.edu.in

      * CPCL દ્વારા ર૦-૧૧-૧પની છેલ્લી અરજી તારીખ સાથે એન્‍જીનીયર્સ વિગેરેની ૮ જગ્‍યાઓ માટે ભરતી ચાલે છે www.cpcl. co.in

      * NIT પુડુંચેરી દ્વારા ૧૦-૧૧-૧પની છેલ્લી અરજી તારીખ સાથે પ્રોફેસર્સ, રજીસ્‍ટ્રાર વિગેરેની ૧૪ જગ્‍યાઓ માટે ભરતી ચાલે છે

      www.nitpy.ac.in

      * CEWACOR દ્વારા ૯-૧૧-૧પ ની છેલ્લી અરજી તારીખ સાથે વેરહાઉસ આસીસ્‍ટન્‍ટ ગ્રેડ-રની ૧પ જગ્‍યાઓ માટે ભરતી ચાલે છે.

      cewacor.nic.in.

      * ESIC ન્‍યુ દિલ્‍હી દ્વારા ૧પ-૧૧-૧પની છેલ્લી અરજી તારીખ સાથે પ્રોફેસર્સ, એસો.તથા આસી.પ્રોફેસર્સ વિગેરેની ૩ર૯ જગ્‍યાઓ માટે ભરતી ચાલે છે.

      www.esic.nic.in

      * NPCIL દ્વારા ૧૬-૧૧-૧૫ની છેલ્લી અરજી તારીખ સાથે ટેકનીકલ ઓફિસર્સ વિગેરેની ૮૪ જગ્‍યાઓ માટે ભરતી ચાલે છે.

      www.npcil.nic.in

      * કોચ્‍ચી શીપયાર્ડ લી. દ્વારા ૧૦-૧૧-૧પની છેલ્લી અરજી તારીખ સાથે ડે.મેનેજર વિગેરેની ૧૬ જગ્‍યાઓ માટે ભરતી ચાલે છે

      cochinshipyard.com.

      * IGCAR દ્વારા ર૦-૧૧-૧પની છેલ્લી અરજી તારીખ સાથે સાયન્‍ટીફીક આસીસ્‍ટન્‍ટસ વિગેરેની ૧૩ જગ્‍યાઓ માટે ભરતી ચાલે છે.

      www.igcar.ernet.in

      * HSSC દ્વારા ર૩-૧૧-૧પની છેલ્લી અરજી તારીખ સાથે એકાઉન્‍ટન્‍ટસ, ફી કલેકટ કરનાર વિગેરેની ર૭૦૮ જગ્‍યાઓ માટે ભરતી ચાલે છે.

      www.hssc.gov.in

      * બી.બી. એન્‍ડ પી.બી. હિરપરા કન્‍યા વિદ્યાલય, કન્‍યા પ્રાથમિક વિદ્યાલય તથા અકબરી કન્‍યા છાત્રાલય કાલાવડ (જિ.જામનગર) દ્વારા વિવિધ વિષયોના શિક્ષકો તથા ગૃહમાતા, સિકયુરીટી ગાર્ડ, પટ્ટાવાળા વિગેરેની ભરતી માટે તા.૮-૧૧-૧પના રોજ સવારે ૯ વાગ્‍યે જામનગર હાઇવે, પાવર હાઉસની બાજુમાં કાલાવડ (શિતલા) ખાતે સીધા ઇન્‍ટરવ્‍યુ રાખેલ છે. ફોનઃ ૦૨૮૯૪-૨૨૩૧૦૦, ૨૨૩૬૦૦

      * ESIC દ્વારા ૧૦-૧૧-૧પની છેલ્લી અરજી તારીખ સાથે ઇન્‍સ્‍યોરન્‍સ મેડીકલ ઓફિસર્સ તથા જુનીયર એન્‍જીનીયર્સ (સિવિલ તથા ઇલેકટ્રીકલ)ની ભરતી ચાલે છે.

      www.esic.nic.in

      * પારૂલ યુનિવર્સિટી, વાઘોડીયા, વડોદરા દ્વારા ૧૭-૧૧-૧પની છેલ્લી અરજી તારીખ સાથે એન્‍જીનીયરીંગ એન્‍ડ ટેકનોલોજી, આઇટી, કમ્‍પ્‍યુટર, આર્કીટેકચર, ડિઝાઇનીંગ, ફિઝીયોથેરાપી, આયુર્વેદ, લો, સાયન્‍સ, કોમર્સ, આર્ટસ, એજયુકેશન પ્રમોશન વિગેરે ફેકલ્‍ટીઝ માટે સ્‍ટાફની ભરતી ચાલી રહી છે.

      www.paruluniversity.ac.in

      * કેન્‍દ્ર તથા રાજય સરકાર અને અન્‍ય સંલગ્ન સંસ્‍થાઓના ગ્રુપ બી, સી અને ડીના કર્મચારીઓની ભરતીમાં હવે કદાચીત ર૦૧૬ થી ઇન્‍ટરવ્‍યુ પ્રથાનો અંત લાવવા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ હિમાયત કરી છે. માત્ર મેરીટ ઉપર તથા કોઇને અજાણતા જ અન્‍યાય ન થઇ જાય તેના માટે આવી વ્‍યવસ્‍થા લાગુ થઇ રહી હોવાનું જાણવા મળે છે.

      ઉપરાંત આવતા ૧૦ વર્ષમાં સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રે ૧૦ લાખ જેટલી ભરતીઓ કરવાનું આયોજન કરવામાં આવ્‍યું હોવાનું પણ દેશના બાહોશ અને દીર્ઘદૃષ્‍ટા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું હતું.

      * ગ્રેસીંગ માર્કસના વિવાદ સંદર્ભે GPSC વર્ગ-૧ અને ર ની આગામી ડીસેમ્‍બર મહિનામા લેવાનાર મુખ્‍ય પરીક્ષા હાઇકોર્ટની સૂચના અનુસાર મોકુફ રાખવામાં આવી છે. મુખ્‍ય પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર થશે તેમ GPSC ના સૂત્રો જણાવી રહ્યા છે.

      * TJSB સહકારી બેન્‍ક દ્વારા ટ્રેઇની ઓફિસર્સની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

      www.tjsb.co.in-career opportunities.

      * ડો. બી.આર. આંબેડકર નેશનલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજી જલંધર(પંજાબ) દ્વારા તા.૧૬-૧૧-૧પ ના રોજ સવારે  ૧૦ વાગ્‍યે મેડીકલ ઓફીસર (ફીમેલ), ડે.રજીસ્‍ટ્રાર તથા નોડલ ઓફીસર (કોર્ટ કેસીસ)-કોન્‍ટ્રાકચ્‍યુઅલ બેઇઝડ,ના સીધા ઇન્‍ટરવ્‍યું રાખેલ છે. www.nitj.ac.in

      * ઇન્‍સ્‍ટીટયુટ ફોર પ્‍લાઝમા રીસર્ચ, ગાંધીનગર દ્વારા તા. ૧૬-૧૧-૧પ (સાંજે પ વાગ્‍યા સુધી) ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે વિવિધ કેટેગરી પ્રમાણે એન્‍જીનીયર્સ (મીકેનીકલ તથા ઇલેકટ્રીકલ), ટેકનીકલ આસીસ્‍ટન્‍ટ (મિકેનિકલ), સાયન્‍ટીફીક આસીસ્‍ટન્‍ટ, (ફીઝીકસ) તથા સાયન્‍ટીસ્‍ટની ભરતી પ્રક્રિયા ચાલે છે.

      http://www.ipr.res.in

      * ઓમ્‍નીટેક એન્‍જિનીયરીંગ, GIDC મેટોડા, રાજકોટ દ્વારા કવોલિટી-પ્રોડકશન તથા ડેવલપમેન્‍ટ એન્‍જીનીયર્સ, સિનીયર વેન્‍ડર મેનેજર, VMC પોગ્રામર,  ઓફિસ આસીસ્‍ટન્‍ટસ વિગેરેની ભરતી પ્રક્રિયા ચાલે છે. મો.૯૬૬રપ ૧૭૩૭પ.

      * શ્રી સ્‍વામિનારાયણ ફીઝીયોથેરાપી કોલેજ, નાઘેડી, જામનગર (ઓખા સ્‍ટેટ હાઇવે, સિવિલ એરપોર્ટની બાજુમાં) દ્વારા ૧૯-૧૧-૧પની છેલ્લી અરજી તારીખ સાથે ફીઝીયોથેરાપીના પ્રિન્‍સીપાલ અને લેકચરર્સ, બી.એડ,બી.કોમ. તથા બી.સી.એ.માં વિવિધ વિષયોના વ્‍યાખ્‍યાતાઓની ભરતી ચાલે છે.

      * કોલેજ ઓફ કમ્‍પ્‍યુટર, સાયન્‍સ એન્‍ડ IT જુનાગઢ દ્વારા ૧૪-૧૧-૧પ ની છેલ્લી અરજી તારીખ સાથે માઇક્રોબાયોલોજી અને બાયોટેકનોલોજી માટે આસી. પ્રોફેસર્સ તથા લેબ આસીસ્‍ટન્‍ટસની ભરતી ચાલેછે. મો.૯૯૯૮પ ૮૬૮૦૬ એડ્રેસ ગ્રીનસીટી ચોબારી રેલ્‍વે ક્રોસીંગ પાસે, બાયપાસ જુનાગઢ.

      * શ્રીમતી જે.એન.ભાટુ શિક્ષણ મહાવિદ્યાલય વાડલા ફાટક વંથલી રોડ, જુનાગઢ દ્વારા ૧૯-૧૧-૧પ ની છેલ્લી અરજી તારીખ સાથે આચાર્ય, ગ્રંથપાલ, પી.ટી.આઇ. તથા વિવિધ વિષયોના વ્‍યાખ્‍યાતાઓની ભરતી ચાલી રહી છે ફોન ૦ર૮પ-ર૯૦૧૬૦૦

      * ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી યોગા ઇન્‍સ્‍ટીટયુટમાં પ્રવેશ મેળવવા માટેની છેલ્‍લી અરજી તારીખ ર૧-૧૧-૧પ છે. ફોન ૦૯૮ર૪૩ ૩પપ૭ર, ૦૯૪ર૮૦ ૮૧૭૩૭,૦૯૪ર૬૩ ૮પ૮૬૪.

      * ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ૧૬-૧૧-ર૦૧પ ની છેલ્લી અરજી તારીખ સાથે એકાઉન્‍ટન્‍ટસ / ઓડીટર / સબ ટ્રેઝરી ઓફિસર / ઓફીસ સુપ્રીટેન્‍ડેન્‍ટની ૧૦૦ જગ્‍યાઓ તથા સિનિયર કલાર્કસની ૧પર જગ્‍યાઓ માટે અને ૧૯-૧૧-ર૦૧પ ની છેલ્લી અરજી તારીખ સાથે ડી.ટી.પી. ઓપરેટર્સ, આસી. બાઇન્‍ડર્સ, જુનિયર આસીસ્‍ટન્‍ટસ, એડીશનલ આસી. એન્‍જીનીયર્સ, જુનિયર ફાર્માસીસ્‍ટસ તથા લેબ ટેકિનશ્‍યન્‍સની સેંકડો જગ્‍યાઓ માટે ભરતી ચાલી રહી છે.

      http://www.gujinfo.com/13346/ gsssb-recruitment-2015. html

      આટઆટલી ચિકકાર ભરતીઓ વિવિધ ક્ષેત્રે સમગ્ર ભારતમાં ચાલી રહી છે ત્‍યારે આત્‍મવિશ્વાસ, સાચી દિશા, યોગ્‍ય માર્ગદર્શન અને લાયકાત, હકારાત્‍મક અભિગમ, પોતાના અને સમાજ માટે કંઇક કરી છુટવાની ભાવના વિગેરે સાથે મહેતન કરવા તૂટી પડો-મંડી પડો. નોકરી મળશે જ.

      સાચી નીતિથી મહેતન કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે જે નિર્વિવાદ હકીકત છે. આવનારા નવા વર્ષમાં સૌ ‘‘નોકરીવાળા રાજા'' બની જાવ તેવી હૃદયપૂર્વકની શુભેચ્‍છા.સૌને ઓલ ધી બેસ્‍ટ.

       (કોઇપણ જગ્‍યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા કે પ્રવેશ મેળવતા પહેલા નોકરી, ખાલી જગ્‍યાઓ તથા સંસ્‍થા વિશેની તમામ માહિતી વેબસાઇટ, ફોન દ્વારા, રૂબરૂ કે પછી અન્‍ય કોઇ સોર્સ દ્વારા  જાણી લેવી હિતાવહ છ,ે કે જેથી લેટેસ્‍ટ ઇન્‍ફર્મેશન મળી શકે અને કોઇ જાતની હેરાનગતી થવાનો ભય ન રહે).

       

 (01:04 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS