vividh-vibhag

News of Tuesday, 27th October, 2015

દિવાળીમાં સહેલગાહે ઉપડવા લોકોમાં જબ્બરદસ્ત ક્રેઝ

* ગોવા-કેરાલા-ઉદયપુર-કુંબલગઢ-ઇમેજિકા-લોનાવાલા-હરીદ્વાર-મથુરા-સોમનાથ-સાસણગીર-આબુ-દિવ-કુલુમનાલી-નાસિક-શીરડી-ત્રંબકેશ્વર-શનિદેવ-દ્વારકા-શ્રીનાથદ્વારા વિગેરે સ્‍થળોએ ફરવા જવા માટે સહેલાણીઓ બેબાકળા*ફોરેન ટૂરમાં લોકોની ટોપ પ્રાયોરીટી આ વખતે પણ દુબઇ જ રહ્યું છે.*ફોરેનના નવા ડેસ્‍ટીનેશન સંદર્ભે રાજકોટથી સેસલ્‍સનો પેકેજ ઉપડી રહ્યો છે.*સિંગાપુર-મેલેશીયા-થાઇલેન્‍ડ વીથ ક્રુઝ પણ લોકો પ્રીફર કરી રહ્યા છે.*ટૂર ઓપરેટર્સ દ્વારા વિવિધ રેઇટસના પેકેજીસ બજારમાં ઉપલબ્‍ધ-અમુકમાં તો ડીસ્‍કાઉન્‍ટ પણ મળે છે.*ટ્રેન-પ્‍લેન અને લકઝરી બસ દ્વારા ટ્રાવેલ કરવા તથા ટીકીટ અને હોટલ બુકીંગ માટે લોકોમાં દોડાદોડી.*ચૂંટણી, મંદી-મોંઘવારી, જમ્‍મુ એરબેઝ વિવાદ વિગેરેને કારણે કેન્‍સેલેશન વધ્‍યું, સાથે-સાથે બુકીંગ એવેલેબિલીટી પણ વધી.*સાસણ ગીરમાં સિંહદર્શન માટે ઓનલાઇન બુકીંગ થઇ શકે છે.

દિવાળીમાં સહેલગાહે ઉપડવા લોકોમાં જબ્બરદસ્ત ક્રેઝ

      માહિતી અને ટેકનોલોજી સાથેની ર૧મી સદી જેમ-જેમ આગળ વધતી જાય છે તેમ-તેમ દિનપ્રતિદિન માણસોની વિચાર-સરણીમાં પણ સતત પરિવર્તન આવતું દેખાઇ રહ્યું છે. આ પરિવર્તનના ભાગરૂપે તહેવારોમાં મળતી રજાઓનો ઉપયોગ પણ લોકો પોત-પોતાના પરિવાર કે પછી ગ્રુપ સર્કલ સાથે સરસમજાની જગ્‍યાએ સહેલગાહે નિકળીને કરવા માંડયા છે. વેકેશન કે પછી રજાઓનો સમય (ફ્રી ટાઇમ) ગાળવામાં લોકોની વિચાર સરણીમાં જડમૂળથી પરિવર્તન આવતું દેખાઇ રહ્યું છે.

      પંદરેક દિવસ પછી આવતી દિવાળી ઉપર પણ ભારત અને વિદેશોમાં સહેલાણીઓના ફેવરીટ ડેસ્‍ટીનેશન્‍સે લોકોમાં જબરૂ આકર્ષણ જગાવ્‍યું છે. સહેલગાહે ઉપડવાના આવા જબ્‍બરદસ્‍ત ક્રેઝના ભાગરૂપે લોકો અત્‍યારે તો જોરદાર તૈયારીમાં લાગી ગયા છે. ટીકીટો તથા હોટલ બુકિંગ માટે લોકો દોડાદોડી કરી રહ્યા છે. પસંદગીના સ્‍થળોએ જવા માટે ટ્રેઇનોમાં લાંબુ વેઈટીંગ લિસ્‍ટ બની ગયું હોવાનું જાણવા મળે છે. ટ્રેન-પ્‍લેન ઉપરાંત પસંદગીની બસોમાં પણ લાંબા વેઇટીંગ લીસ્‍ટસ ઓપરેટર થઇ રહ્યા છે.

      * તંત્ર દ્વારા અમદાવાદ સહિત અમુક જગ્‍યાએથી હોલી-ડે સ્‍પેશ્‍યલ ટ્રેનો દોડાવવા છતાં પણ દિવાળી તથા વેકેશન દરમ્‍યાન પસંદગીની તમામ ટ્રેનો હાલમાં એકાદ માસ સુધી હાઉસ ફુલ હોવાનું જાણવા મળે છે. જો કે તત્‍કાલ રીઝર્વેશનમાં ચાન્‍સ લઇ શકાય છે. રાજકોટ થી દિલ્‍હીની ફલાઇટનું ભાડું આગામી ૮, ૯ અને ૧૦ નવેમ્‍બરના રોજ ત્રણ ગણું  વધીને ૧૬ હજાર રૂપિયા આસપાસ છે, તો તેની સામે ૧૦ નવેમ્‍બરે રાજકોટ થી મુંબઇ ની ફલાઇટનું ભાડુ પણ આશરે બે ગણા જેટલું થઇ ગયું છે.

      *ભાઇબીજ નિમિતે મથુરાનું અસામાન્‍ય મહત્‍વ હોવાથી તથા ગંગાસ્‍નાન માટે પણ ભાવિકોનો અવિરત પ્રવાહ રહેતો હોવાથી દિલ્‍હી, હરીદ્વાર, મથુરા, બનારસ તરફની ટ્રેઇનોમાં આવવા જવામાં રાજકોટ અને અમદાવાદ થી ટિકીટ માટે ભારે ધસારો રહ્યો છે.

      * આ વર્ષે લોકો એવરગ્રીન એવું ગોવા,  મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, શીરડી, શનિદેવ, પંચમઢી (મધ્‍ય પ્રદેશ), કેરાલા, દિવ, માઉન્‍ટ આબુ, ઉજ્જૈન, દાર્જીલિંગ, નૈનીતાલ, ગંગટોક, ઇમેજિકા, હરીદ્વાર, ગોકુળ, મથુરા, દિલ્‍હી, સીમલા, કુલુ-મનાલી, ડેલહાઉઝી, આગ્રા, પંચગીની, એસેલવર્લ્‍ડ, અંબાજી, શ્રીનાથજી, વૈષ્‍ણોદેવી, ઉદયપુર, કુંબલગઢ, સાપુતારા, ઇલોરા, નાસીક, ત્રંબકેશ્વર, ઘુષ્‍મેશ્વર, ગાંધીનગર, પાવાગઢ, દત આશ્રમ, ઓરંગાબાદ, કોર્બેટ, સાસણગીર, સોમનાથ, દ્વારકા, બેંગ્‍લોર, ઊંટી, મૈસૂર,  કોડાઇ કેનાલ, હૈદ્રાબાદ, હોલીડેકેમ્‍પ, તિરૂપતી બાલાજી, રામેશ્વર, ગીરનાર, વીરપુર, બગદાણા, પરબ સહિતના સ્‍થળોએ હોંશે હોંશે દિવાળીની રજાની મોજ માણવા બેબાકળા બન્‍યા હોવાનું જાણવા મળે છે.

      * ભયંકર ટ્રાફીકને કારણે ઘણાં લોકો તો હરીદ્વાર જવા માટે અમદાવાદથી દિલ્‍હી ફલાઇટ લઇ અને ત્‍યારબાદ દિલ્‍હીથી હરીદ્વાર મેલમાં હરીદ્વાર પહોંચી રહ્યા છે. લોકો ધર્મેજ, નિલકંઠ મહાદેવ, સાપુતારા, નાસીક, ત્રંબકેશ્વર, શનિદેવ, દેવગઢ, શીરડી અને સપ્‍તસુંગી ના રૂટ ઉપર પણ ઉમળકાભેર જઇ રહ્યા છે.

      * જો કે મંદી અને મોંઘવારીને કારણે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ફરવા જનારાઓનો ધસારો પ્રમાણમાં ઓછો જોવા મળી રહ્યો છે. ઉપરાંત મોટે ભાગે  લોંગ ડીસ્‍ટન્‍સ વાળા પેકેજીસ ઓછા ચાલ્‍યા હોવાનું ફેવરીટ ટૂર્સ એન્‍ડ ફોરેક્ષ પ્રા. લી.ના માલિક દિલીપભાઇ મસરાણી (મો. ૯૮૭૯પ ૪૦૬૩૩) તથા દર્શતિભાઇ મસરાણીનું કહેવું છે.

      * પસંદગીના સ્‍થળોએ ઘણી જગ્‍યાએ હોટલ્‍સમાં રૂમ્‍સની અવેલેબિલીટી ન હોય, લોકોએ કોઇપણ કેટેગરીની હોટલ (સ્‍ટાન્‍ડર્ડથી માંડી સેવન સ્‍ટાર) માં જયાં  પણ કન્‍ફર્મ બુકીંગ મળે ત્‍યાં જવા માટે નિકળવાની તૈયારી કરી લીધી છે  અથવા તો કરી રહયા છે.

      * દિવસે- દિવસે ઘણા નવા-નવા ડેસ્‍ટી નેશન્‍સ ખૂલવા માંડતા લોકોને પણ પોતાના બજેટમાં અને પોતાને જોઇતી ફેસીલીટી પ્રમાણે જુદા જુદા સ્‍થળે ફરવાનો અમૂલ્‍ય મોકો હવે મળી રહ્યાનું સનરાઇઝ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સનાં માલિક છબીલભાઇ કારીયા તથા સમીરભાઇ કારીયા (૯૮રપ૩ ૭૭૭૦૪) સહિતના અગ્રણી ટ્રાવેલ એજન્‍ટસનું કહેવું છે.

      * આ વખતે રાજસ્‍થાનમાં આવેલ ઉદયપુર અને કુંબલગઢ વધુ ચાલ્‍યુ છે. ઉદયપુરથી કુંબલગઢ આશરે ૮૦ કી. મી. છે. કુંબલગઢનો કિલ્લો, શાંતિમય અને આહ્‌લાદક વાતાવરણ લોકોને ત્‍યાં ખેંચી જાય છે.કુંબલગઢના ર રાત્રી ૩ દિવસનાં સ્‍ટાર પેકેજીસ ૧૬ હજાર રૂપિયા (કપલ) માં  વેચાયા છે. આ ડેસ્‍ટીનેશન વધુ ચાલવાના કારણોમાં નજીકમાં શ્રીનાથદ્વારામાં શ્રીનાથજીનું મંદિર, બસ - ટ્રેન-પ્‍લેનમાં રીઝર્વેશનની પળોજણમાં પડયા વિના ગ્રુપ સર્કલ - ફેમીલી સાથે બાયરોડ સેલ્‍ફ ડ્રાઇવીંગ થી જઇ શકાય, નજીક પડે, પ્રમાણમાં ઓછો ખર્ચ વિગેરે ગણી શકાય.

      * આ ઉપરાંત રાજસ્‍થાનમાં જેસલમેર - જોધપુર નાં કપલ પેકેજ પણ આ વખતે ચાલે છે. જેનાં ર રાત્રી ૩ દિવસનાં હોટલની કેટેગરી પ્રમાણેનાં એકસ જેસલમેર પકેજ ૧ર થી ૪૦ હજાર સુધી બજારમાં વેચાતા હોવાનું જોવા મળે છે.

      *આગામી દિવાળીમાં લોકો મુંબઇ - લોનાવાલા-ઇમેજિકા પાર્કનો રૂટ પણ લઇ રહ્યા છે. અમદાવાદથી પુના રોજ બે ફલાઇટ મળે છે. ત્‍યાંથી ઇમેજીકા જઇને  લોનાવાલા જઇ શકાય છે. આ જ રૂટ ઉપર લાવાસા રીસોર્ટનો પેકેજ પણ આકર્ષક છે. જેનાં એકસ મુંબઇ ર રાત્રી ૩ દિવસનાં કપલદીઠ ૧૮ થી ર૦ હજાર રૂપિયા સંભળાય રહ્યા છે. આમાં ૧ રાત્રી ર દિવસ લોનાવાલા સાથે લઇએ તો ૧પ થી ર૦ હજાર રૂપિયા એકસ્‍ટ્રા થાય.

      લોનાવાલામાં નોવોટેલ-NOVOTEL નામની લકઝુરીયસ-ફાઇવ સ્‍ટાર હોટલ શરૂ થઇ છે. આ હોટલમાં રોકાણ કરવાથી હોટલ તરફથી ઇમેજિકા એમ્‍યુઝમેન્‍ટ પાર્ક કોમ્‍પ્‍લીમેન્‍ટરી (ફ્રી) આપવામાં આવતુ હોવાનું જાણવા મળે છે.

      *આ વખતે નોર્થ-ઇસ્‍ટમાં દાર્જીલીંગ-ગંગટોક પ્રમાણમાં ઓછા ચાલ્‍યા છે. નોર્થમાં છેલ્લા થોડાક દિવસોથી જમ્‍મુ એરપોર્ટ (એરબેઝ) ના નાના વિમાનો લેન્‍ડ ન થવા દેવાના સંદર્ભેના વિવાદને કારણે ઘણી બધી ફલાઇટસ કેન્‍સલ થતા લોકોને છેલ્લી ઘડીએ દોડા-દોડી થઇ પડી છે.

      * ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી  ઇલેકશન ડીકલેર થતા અને તેને કારણે સરકારી નોકરીયાતોની રજા કેન્‍સલ થતા કેન્‍સેલેશનમાં પણ વધારો થયો છે. ઘણા ઉંચા કેન્‍સેલેશન ચાર્જીસ લોકોને ભરવા પડયા હોવાનું જાણવા મળે છે. ઉપરાંત ગુજરાતમાં નજીકના રીસોર્ટ ટાઇપ ડેસ્‍ટીનેશનના ભાવ ઘણા ઉંચા હોવાને કારણે લોકો તેના ઉપર ઓછી પસંદગી ઉતારે છે.

      * કેરાલામાં પણ આ વખતે હેવી ટ્રાફીક જોવા મળે છે. હોટલની કેટેગરી પ્રમાણે ૬ રાત્રી ૭ દિવસના એકસ કોચીન પેકેજીસ પ્રતિ વ્‍યકિત ર૧ હજારથી માંડીને ૪પ હજાર સુધી બજારમાં વેચાઇ રહ્યા છે.

      * દર વખતની જેમ ગોવા આ વર્ષે પણ એવરગ્રીન છે. થ્રી સ્‍ટારથીમાંડીને ફાઇવ સ્‍ટાર હોટલના ૩ રાત્રી ૪ દિવસના કપલ પેકેજીસ ૧૮ હજારથી માંડીને ૪પ હજાર સુધી બજારમાં ખપી રહ્યા છે(એકસ અમદાવાદ) . અમુક પેકેજ ૪ રાત્રી પ દિવસના પણ ઉપડી રહ્યા છે. અમદાવાદથી ગોવા એરટીકીટ ઘણી ઉંચી (આશરે ૧૮પ૦૦=૦૦) ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

      * હિમાચલ પ્રદેશમાં કહેવાતી ઓફ સીઝનને કારણે સિમલા-મનાલી-ડેલહાઉઝીના એકસ દિલ્‍હી ૭ રાત્રી ૮ દિવસના કપલ પેકેજીસ ૩૦ થી ૩પ હજારમાં મળી રહ્યાનું જાણવા મળે છે.

      *સૌરાષ્‍ટ્રની અને  સમગ્ર એશિયાની શાન એવું સાસણગીર હાઉસફુલ થઇ ગયું હોવાનું સંભળાય છે. સાસણમાં કપલદીઠ એક રાત્રીના ૬ થી ૧૧ હજાર સુધીના ભાવો ચાલી રહ્યા છે. ગીર નેશનલ પાર્ક ઓથોરિટી દ્વારા સાસણ ગીરમાં સિંહ દર્શન માટે ઓનલાઇન બુકીંગ પણ શરૂ કરાયું છે. એ જ રીતે આબુ જવા માટે પણ ધસારો છે.

      સૌરાષ્‍ટ્રમાં ખાસ કરીને બહારથી આવીને સગા વ્‍હાલાઓને ત્‍યાં રોકાયેલા લોકો તેમના પરિચિતો દ્વારા સૌરાષ્‍ટ્રના વિવિધ ધાર્મિક સ્‍થળોની ટુર કરતા જોવા મળે છે, જેમ કે સોમનાથ, દ્વારકા, વીરપુર વિગેરે.

      * કચ્‍છના વિવિધ ડેસ્‍ટીનેશન્‍સ પણ ચાલ્‍યા છે. જેમાં રણ સહિતની જગ્‍યા સાથેના ૪ રાત્રીપ દિવસના ૪ વ્‍યકિતના ફેમીલી પેકેજ એકસ રાજકોટ ૧૮ થી ર૦ હજાર રૂપિયા પ્રતિ વ્‍યકિત બોલાઇ રહ્યા છે. જેમાં એ.સી.વ્‍હીકલ પણ ઇન્‍કલુડ થઇ જાય.

      * જો કે આ વખતે મંદી તથા અન્‍ય કારણોને લીધે મોટાભાગની જગ્‍યાએ હજુ પણ બુકીંગ અવેલેબલ હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્‍ટસ કહી રહ્યા છે. ઉપરાંત અમુક પેકેજીસમાં તો ડીસ્‍કાઉન્‍ટ પણ મળતું હોવાનું જાણવા મળે છે.

      * ટ્રેન-પ્‍લેન ઉપરાંત એ.સી., નોન એ.સી. બસ દ્વારા પણ રાજકોટથી વિવિધ જગ્‍યાના પેકેજ દિવાળી દરમ્‍યાન ઉપડી રહ્યા છે. જેમાં કેશવી ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ (ફોન નં. ૦ર૮૧- ર૩૮૬૬૬૬) તથા જીરાવાલા ટુરીઝમ રાજકોટ (બિરેન ધ્રુવ-મો.૯૩૭પ૬ ૪૮પ૦૦) દ્વારા વિવિધ ફેસેલિટી અને રેઇટસના પેકેજ ઉપલબ્‍ધ છે. જેના ડેસ્‍ટીનેશન્‍સમાં ગોવા,મહાબળેશ્વર, લોનાવાલા, ઇમેજિકા, સિમલા, મનાલી, ડેલહાઉઝી, કાશ્‍મીર, શ્રીનગર, જોધપુર, જેસલમેર, જયપુર, રણથંભોર, પંચમઢી, ભેડાઘાટ, ઓમકાલેશ્વર, માંડવગઢ, હરીદ્વાર, આગ્રા, મથુરા, કેરાલા, નેપાલ, દાર્જીલીંગ-ગંગટોક, ૭/૧ર જયોર્તિંલીંગ, સૌરાષ્‍ટ્ર દર્શન, કચ્‍છ દર્શન વિગેરેનો સમાવેશ થાય છે.

      * આ ઉપરાંત બસ- ટ્રેન-પ્‍લેન એમ વિવિધ રીતે રાજકોટથી ઘણા બધા ટ્રાવેલ એજન્‍ટસ ડોમેસ્‍ટીક તથા ઇન્‍ટરનેશનલ પેકેજીસ ઉપાડી રહ્યા  છે. જેમાં ગાંધી ટુર્સ, નવભારત, શકિત, હિના ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ, રાધેશ્‍યામ માય હોલીડેઝ ટુરીઝમ, ફેવરીટ ટુર્સ, પેલીકન ટુર્સ, કશીશ હોલીડેઝ, ઇમ્‍પીરીયલ ટુર્સ, કાવેરી ટ્રાવેલ્‍સ, વેદાંશી ટ્રાવેલ્‍સ, પ્રિન્‍સ ટુર્સ, સાગર ટ્રાવેલ્‍સ, કૈલાશ ટુરીઝમ, ગણેશ ટુર્સ, રાધે ક્રિષ્‍ના, પટેલ હોલીડેઝ, ભારત દર્શન, બેસ્‍ટ ટુર્સ એન્‍ડ ફોરેક્ષ, કલ્‍યાણ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ, શ્રી જય પરશુરામ ટુર્સ, વૃંદાવન યાત્રા સંઘ, સુરજ ટુરીઝમ વિગેરેનો સમાવેશ થાય છે.

      * વિવિધ ઇન્‍ટરનેશનલ ફ્રેન્‍ચાઇઝી પણ અવેલેબલ છે. જેમાં થોમકૂક, એસઓટીસી, કોક્ષ એન્‍ડ કિંગ્‍સ, ફલેમીંગો ACE ટુર્સ વિગેરે છે. ઇન્‍ટરનેટના જમાનામાં મેક માય ટ્રીપ નામનું વેબપોર્ટેલ પણ ફરવાના શોખીનો માટે આશીર્વાદરૂપ બન્‍યું છે.

      ફોરેન ટુરના વિવિધ પેકેજીસ

      * ફોરેન જવાવાળા સહેલાણીઓની વાત કરીએ તો આ વર્ષે પણ એવરગ્રીન દુબઇ લોકોની ટોપ પ્રાયોરીટી છે. જેમાં રાજકોટના ફેવરીટ ટુર્સ તથા બેસ્‍ટ ટુર્સ (મો. ૯૯૦૯ર પ૪૮૦૦)ના પ રાત્રી ૬ દિવસ તથા ૬ રાત્રી ૭ દિવસના ફોર સ્‍ટાર પેકેજીસ વિવિધ ફેસેલીટીસ પ્રમાણે   ૬૦ હજારથી માંડીને ૮૦ હજાર સુધી ચપોચપ ખપી રહયા છે.

      લાસ્‍ટ મોમેન્‍ટે ફરવા જવાવાળા દુબઇ પ્રીફર કરે છે. કારણ કે ત્‍યાંના વિઝા માટેપ્રમાણમાં ખુબ જ ઓછા દિવસો લાગે છે જયારે અન્‍ય ફોરેન ડેસ્‍ટીનેશન્‍સ માટે વિઝાના દિવસો પ્રમાણમાં વધુ લાગતા હોવાનું જાણવા મળે છે. તેનીસામે અમુક ફોરેન કન્‍ટ્રીઝમાં તો ઓન એરાઇવલ વિઝા પણ અપાતા જોવા મળે છે.

      * આ ઉપરાંત સિંગાપુર મલેશીયા તથા ૩ રાત્રી સાથેની લકઝુરીયસ ક્રુઝ (પેનાંગ-લંકાવી)ના એકસ રાજકોટ પેકેજ પ્રતિ વ્‍યકિત એક લાખ સાત હજાર રૂપીયામાં વેચાયા છે. આમા સાથે થાઇલેન્‍ડ પણ એડ કરી શકાય છે. અથવા તો અલગથી પણ લોકો થાઇલેન્‍ડનો પેકેજ લઇ રહયા છે.

      * રાજકોટથી રાજકોટના હોંગકોંગ- મકાઉ -સેન્‍ઝેન (ચાઇના)ના વેનીશ્‍યન હોટલ સાથેના વીઆઇપી પેકેજ પ્રતિ વ્‍યકિત એક લાખ છ હજારમાં બુક થયા છે. જે ૭ રાત્રી  ૮ દિવસના છે.

      * છેલ્લા થોડા સમયથી ઉભરી આવેલુ ડેસ્‍ટીનેશન બાલી (ઇન્‍ડોનેશીયા) પણ આ વખતે લોકો લઇ રહયા છે. જેનો પ રાત્રી ૬ દિવસનો એકસ મુંબઇ પેકેજ પ્રતિ વ્‍યકિત ૭૦ થી ૮૦ હજાર રૂપીયામાં જઇ રહયો છે.

      * ફોરેનના નવા ડેસ્‍ટીનેશન તરીકે આ વખતે સેસલ્‍સ લોકોના આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે. આ વખતે રાજકોટથી કદાચ પ્રથમ વખત ટ્રાવેલ એજન્‍ટ હિતેષભાઇ સોલંકી સેસલ્‍સ તથા મોરેશીયસનો ૮  રાત્રી ૯ દિવસનો પેકેજ પ્રતિ વ્‍યકિત એક લાખ દસ હજાર રૂપીયા આસપાસ લઇ જઇ રહયા છે.

      *શ્રીલંકા-કોલંબોના ૮ દિવસના એકસ અમદાવાદ પેકેજ પણ રાજકોટ ખાતેથી બુક થઇ રહયા છે.

      * આ સાલ મંદી તથા મોંઘવારીને કારણે મુસાફરીના હવાઇભાડા, હોટલભાડા, ફુડ, લોકલ ટ્રાન્‍સપોર્ટેશન સહીતના ખર્ચમાં વધઘટ થવાને કારણે વિવિધ પેકેજીસના રેઇટસમાં પણ ઘણો ખરો ફેરફાર જોવા મળી રહયો છે. રાજયમાં અમુક ટ્રાવેલ એજન્‍ટસને તો ધારણા મુજબ પોતાના પર્સનલ પેકેજના બુકીંગ ન મળવાને કારણે તેઓએ અન્‍ય ટ્રાવેલ એજન્‍ટસ સાથે ટાઇઅપ કરી સંયુકત રીતે વિવિધ પેકેજીસ ડીઝાઇન કર્યાનું પણ સાંભળવા મળે છે.

       છતાં પણ આજની આ ર૧મી સદીમાં આમૂલ પરીવર્તનના ભાગરૂપે લોકો તમામ તહેવારોને વિવિધ રીતે યાદગાર બનાવતા હોવાનું જોવા મળે છે.

      ટૂૅકમાં વિશ્વમાં કોઇ પણ જગ્‍યાએ જઇએ ત્‍યાં ગુજરાતીઓ-સૌરાષ્‍ટ્રવાસીઓ ન હોય તો જ નવાઇ ! પછી તે વેપાર અર્થે હોય કે પછી ફરવા અર્થે. અને એ જ ગુજરાત-સૌરાષ્‍ટ્રની ખમીરવંતી પ્રજાની સાચી ઓળખ છે.

      જય જય ગરવી ગુજરાત અને સર્વેને હેપી જર્ની તથા દિવાળી અને નવા વર્ષની マદય પૂર્વકની શુભ કામનાઓ. જયશ્રી કૃષ્‍ણ.

      -: આલેખન :-

      ડૉ. પરાગ દેવાણી

      મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧

       

 (03:49 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS