vividh-vibhag

News of Thursday, 20th August, 2015

સાતમ-આઠમમાં ફરવા જવા માટે લોકો ગાંડાતૂર!

સાતમ-આઠમમાં ફરવા જવા માટે લોકો ગાંડાતૂર!

         મોબાઇલ, ઇન્‍ટરનેટ સહિતની કોમ્‍યુનિકેશન અને તેની સાથે-સાથે ટ્રાન્‍સપોર્ટેશન ક્ષેત્રે જબ્‍બરદસ્‍ત ક્રાંતિ થવાથી છેલ્લા પંદરેક વર્ષોથી એટલે કે મિલેનિયમયરની આસપાસ ગુજરાત સહિત સમગ્ર ભારતના લોકોની રહેણીકરણી, ખોરાક, પોષાક, ફેશન અને રજાઓનો સમય (ફ્રી ટાઇમ) ગાળવામાં આમૂલ પરિવર્તન દેખાઇ રહ્યું છે. માહિતી અને ટેકનોલોજી સાથેની ર૧મી સદી જેમ-જેમ આગળ વધતી જાય છે, તેમ-તેમ દિનબદિન માણસોની વિચારસરણીમાં પણ સતત બદલાવ આવતો દેખાય રહ્યો છે.

         આ પરીવર્તનના ભાગરૂપે લોકો હવે બાર મહિનાના તહેવારો પણ પોતાના વતન કે પછી સગાવ્‍હાલાઓ સાથે ગાળવાના બદલે પોતાના પરીવાર અને ગ્રુપ સર્કલ સાથે ભારત અને વિદેશમાં વિવિધ જગ્‍યાએ ઉમળકાભેર સહેલગાહે (ફરવા) ઉપડી જતા જોવા મળે છે.

         આવા સુપર્બ ક્રેઝના ભાગરૂપે આગામી જન્‍માષ્‍ટમી-સાતમ - આઠમના તહેવાર નિમિતે પણ કંઇક આવું જ છે. ખાસ કરીને સૌરાષ્‍ટ્ર  અને રાજકોટમાં વસતા ફરવાના શોખીનો માટે આ રજાઓમાં મજા મજા થઇ ગઇ છે.

         - આ વર્ષે પણ લોકો ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, શીરડી, શનિદેવ, પંચમઢી (મધ્‍યપ્રદેશ), કેરાલા, દિવ, માઉન્‍ટ આબુ, ઉજજૈન, દાર્જીલીંગ, ગંગટોક, ઇમેજિકા, હરીદ્વાર, ગોકુળ, મથુરા, દિલ્‍હી, સિમલા, કુલુમનાલી, ડેલહાઉઝી, આગ્રા, પંચગીની, એસેલવર્લ્‍ડ, અંબાજી, શ્રીનાથજી, ઉદેપુર, સાપુતારા, ઇલોરા, નાસીક, ત્રંબકેશ્વર, ઘુષ્‍મેશ્વર, ગાંધીનગર, પાવાગઢ, દત આશ્રમ, ઔરંગાબાદ, સાસણગીર, સોમનાથ, દિવ, દ્વારકા સહિતના મનગમતા સ્‍થળોએ પોતપોતાના પરિવાર તથા ગ્રુપ સર્કલ સાથે સાતમ-આઠમની રજાની મોજ માણવા થનગનાટ અનુભવી રહ્યા છે.

         જો કે મંદી અને મોંઘવારીને કારણે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ફરવા જનારાઓનો ધસારો પ્રમાણમાં ઓછો જોવા મળી રહ્યો છે. ઉપરાંત મોટાભાગે લોંગ ડીસ્‍ટન્‍સ વાળા પેકેજ તથા વરસાદના ભયના કારણે નોર્થ સાઇડના હીલ સ્‍ટેશનના પેકેજ ઓછા ચાલ્‍યા હોવાનું ફેવરીટ ટુર્સ એન્‍ડ ફોરેક્ષ પ્રા.લી. ના માલિક દિલીપભાઇ મસરાણી (૯૮૭૯પ ૪૦૬૩૩) તથા દર્શીતભાઇ મસરાણીનું કહેવું છે.

         છતાં પણ છેલ્લા દિવસોમાં પસંદગીના સ્‍થળોએ જવા માટે બસ-ટ્રેન-પ્‍લેન સહિતમાં લાંબુ વેઇટીંગ લીસ્‍ટ જોવા મળી રહ્યું છે.

         પસંદગીના સ્‍થળોએ ઘણી જગ્‍યાએ હોટલ્‍સમાં રૂમ્‍સની અવેલેબિલિટી ન હોય, લોકોએ કોઇપણ કેટેગરીની હોટલ (સ્‍ટાર્ન્‍ડથી માંડી સેવન સ્‍ટાર) માં જયાં પણ કન્‍ફર્મ બુકીંગ મળે ત્‍યાં જવા માટે નિકળવાની તૈયારી કરી લીધી છે અથવા તો કરી રહ્યા છે.

         દિવસે દિવસે ઘણા નવા-નવા ડેસ્‍ટીનેશન્‍સ ખૂલવા માંડતા લોકોને પણ પોતાના બજેટમાં અને પોતાને જોઇતી ફેસેલિટી પ્રમાણે જુદા-જુદા સ્‍થળે ફરવાનો અમૂલ્‍ય મોકો હવે મળી રહ્યાનું સનરાઇઝ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સના માલિક છબીલભાઇ કારીયા તથા સમીરભાઇ કારીયા (મો.૯૮રપ૩ ૭૭૭૦૪) સહીતના અગ્રણી ટ્રાવેલ એજન્‍ટસનું કહેવું છે.

         - આ વખતે રાજસ્‍થાનમાં આવેલ ઉદયપુર અને કુંબલગઢ વધુ ચાલ્‍યું છે. ઉદયપુરથી કુંબલગઢ આશરે ૮૦ કી.મી. છે. માત્ર ઉદેપુરના ર રાત્રી/૩ દિવસના થ્રી સ્‍ટાર-ફાઇવસ્‍ટાર હોટલ સાથેના કપલ પેકેજ ૭ થી ૧૪ હજાર તથા કુંબલગઢ સાથેના ર રાત્રી/ ૩ દિવસના કપલ પેકેજ ૧૪ થી ર૦ હજાર રૂપિયામાં વેચાયા છ.ે આ ડેસ્‍ટીનેશન વધુ ચાલવાના કારણોમાં નજીકમાં શ્રીનાથદ્વારામાં શ્રીનાથજીનું મંદિર, બસ-ટ્રેન-પ્‍લેનમાં રીઝર્વેશનની પળોજણમાં  પડયા વિના ગ્રુપ સર્કલ સાથે સેલ્‍ફ ડ્રાઇવિંગથી જઇ શકાય, નજીક પડે, પ્રમાણમાં ઓછો ખર્ચ વિગેરે ગણી શકાય.

         -ઉપરાંત આ વખતે જન્‍માષ્‍ટમીમાં મુંબઇ-લોનાવાલા-ઇમેજિકાપાર્ક પણ બહુ ચાલ્‍યું છે. અમદાવાદથી પુના રોજ બે ફલાઇટ મળે છે અને તેનો રેઇટ આશરે ર૮૦૦ થી ૩૦૦૦ આસપાસ રહ્યો છે. ત્‍યાંથી ઇમેજિકા જઇને લોનાવાલા જઇ શકાય છે. ઇમેજિકા-લોનાવાલાનો રાજકોટથી રાજકોટ બાય ટ્રેઇન ૩ રાત્રી/ ૪ દિવસનો પેકેજ પ્રતિવ્‍યકિત આશરે ૧૩૦૦૦ રૂ. આસપાસ વેચાય રહ્યો છે. જેમાં મુંબઇથી બાયકાર જવાનું હોય છે.

         - કેરાલામાં પણ આ વખતે હેવી ટ્રાફીક જોવાઇ રહ્યો છ.ે ૭ રાત્રી/૮ દિવસ (ફોરસ્‍ટાર હોટલ) એકસ કોચીન પ્રતિ વ્‍યકિત ૧૯૯૦૦/- રૂામાં જન્‍માષ્‍ટમી સેલીબ્રેશન સાથેના લકઝુરીયસ પેકેજીસ બજારમાં વેચાઇ રહ્યા છે.

         - ઇન્‍ડીવિઝયુઅલ પેકેજમાં રાજસ્‍થાનના ઉદયપુર-કુંબલગઢ સાથે જયપુર સારૂ ચાલ્‍યું છે. રાજકોટથી બાયકાર ચાર રાત્રી/પ દિવસના રજવાડી કહી શકાય તેવા પેકેજ પ્રતિ વ્‍યકિત ૧પ૦૦૦ થી ર૪૦૦૦ સુધીમાં વેચાયા છે.એક કારમાં ૪ વ્‍યકિત બેસી શકે છે.

         - આ ઉપરાંત હરીદ્વાર, મસૂરી અને ઋષિકેશના પાંચ રાત્રી/ છ દિવસના પેકેજ રાજકોટથી રાજકોટ બાય ટ્રેઇન વ્‍યકિતદીઠ ૧૮૦૦૦ રૂ. માં જઇ રહ્યા છે.

         - નવા ડેસ્‍ટીનેશન્‍સ તરીકે આ વખતે જોઇએ તો આપણા સૌરાષ્‍ટ્ર-રાજકોટનું નવુ બનેલું રીસોર્ટ રીજન્‍સી લગુન, (ન્‍યારી ડેમવાળા રસ્‍તે) સમગ્ર રાજયનું આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યુ છે. ત્રણ કરોડ લીટર પાણીની ક્ષમતા સાથેનું આર્ટીફીસીયલ લેક અને આહ્‌લાદક વાતાવરણ ધરાવતા આ રીસોર્ટના  ર રાત્રી/૩ દિવસના પેકેજીસ આશરે ર૦૦૦૦ રૂ. માં વેચાતા હોવાનું જાણવા મળે છે.

         આ ઉપરાંત હૈદ્રાબાદ-લીયોના રીસોર્ટ તથા રામોજી સ્‍ટુડીયો પણ નવા ડેસ્‍ટીનેશન્‍સ તરીકે ઉભરી આવ્‍યા છે. લીયોના રીસોર્ટમાં તો વોટર સ્‍પોર્ટસ સહિતની અદ્દભુત એમીનીટીઝનો અસામાન્‍ય અનુભવ થઇ શકે છે. અહીં ર રાત્રી/૩ દિવસના કપલ પેકેજ ૧૭૦૦૦ રૂ. માં વેચાય રહ્યા છે. આવક -જાવકની કોસ્‍ટ એકસ્‍ટ્રા.

         - સાસણગીરમાં સફારી બંધ હોવાથી ટ્રાફીક થોડો ઓછો છે. ગીર અને દિવમાં અમુક હોટેલ્‍સ અને રીસોર્ટસમાં હજુ પણ રૂમ્‍સ અવેલેબલ હોવાનું જાણવા મળે છે. માઉન્‍ટ આબુ પણ ઘણો જ ટ્રાફીક રહે છે. સસ્‍તી મુસાફરી અને વાહન વ્‍યવહારની સુવિધાને કારણે લોકો આવા  આકર્ષક ડેસ્‍ટીનેશન્‍સ ઉપર પોતાની પસંદગી ઉતરી છે.

         - દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્‍ડિયામાં જન્‍માષ્‍ટમીમાં ફરવા માટે ગોવા અગ્રેસર રહ્યું છે. ૪ રાત્રી/પ દિવસના ફોરસ્‍ટાર હોટલ તથા સ્‍ટાન્‍ડર્ડ હોટલના એકસ ગોવા પેકેજીસ પ્રતિ વ્‍યકિત ૭ હજારથી માંડીને ૧૦ હજાર સુધી બજારમાં વેચાઇ રહ્યા છે. ઘણા બધાં ટ્રાવેલ  એજન્‍ટસ ગોવા ઉપર પસંદગી ઉતારતા હોવાથી ગોવા પેકેજીસના હોટલ-ફુડ અને ફેસીલિટીઝ પ્રમાણે વિવિધ રેઇટસ બજારમાં સાંભળવા મળે છે.

         અમદાવાદથી ગોવાના બાયએર ફાઇવસ્‍ટાર હોટલ સાથેના પેકેજ પ્રતિ વ્‍યકિત ૧૮ થી ર૦ હજારમાં ઉપલબ્‍ધ હોવાનું સંભળાય છે.

         - ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલું ‘ડોન' નામનું હીલ સ્‍ટેશન સાપુતારા પછીનું બીજુ હવાખાવાનું સ્‍થળ બની રહ્યું છે. આ હીલ સ્‍ટેશન દરીયાઇ સપાટીથી ૧૦૦૦ મીટર જેટલું ઊંચું છે. ડોન હિલ સ્‍ટેશન ઉપર જવા માટે આહવાથી એકાદ કલાકના રસ્‍તે આગળ જઇ શકાય છે. આ  હીલ સ્‍ટેશન ધીમે ધીમે ડેવલપ થઇ રહ્યું છે. આમ સાપુતારા સાથે ‘ડોન' પણ વિચારી શકાય.

         - સૌરાષ્‍ટ્રની વાત કરીએ તો લોકો જુનાગઢ - ગીરનાર જઇને ત્‍યાં આવેલા પ્રસિધ્‍ધ પ્રેરણાધામ ખાતે એક-બે દિવસનું રોકાણ કરીને વિશ્વ પ્રસિધ્‍ધ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લઇ ધન્‍યતા અનુભવે છે.

         સાથે સાથે વીરપુર (પૂ. જલારામબાપા), પરબ, સત્તાધાર, બગદાણા, ચોટીલા, રાજકોટ સહિતનાં ગામોનાં લોકમેળા, ડેમ, તુલસીશ્‍યામ સહિતના સ્‍થળોએ લોકો જન્‍માષ્‍ટમીની રજાઓ દરમ્‍યાન ઉમટી પડશે.

         - ટ્રેન, પ્‍લેન ઉપરાંત એ.સી. - નોન એ. સી.,  બસ દ્વારા જીરાવાલા ટુરીઝમ રાજકોટ  (બિરેનભાઇ ધ્રુવ મો. ૯૩૭પ૬ ૪૮પ૦૦)  દ્વારા જન્‍માષ્‍ટમી સ્‍પેશ્‍યલ પેકેજીસ ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, કુલુ મનાલી, સિમલા, ડેલ હાઉઝી, સ્‍પે. હિમાચલ, રોયલ રાજસ્‍થાન, કાશ્‍મીર, શ્રીનગર, શ્રી વૈષ્‍ણોદેવી વિગેરે જગ્‍યાએ રાજકોટથી રાજકોટ ઉપડી રહ્યા છે.

         જે પેકેજીસ કપલદીઠ ૧૯૦૦૦ થી માંડીને ૩૬૦૦૦ રૂપિયા સુધીના ભાવનાં છે. એસી-નોન એસી., બસ તથા વિવિધ સ્‍થળો પ્રમાણે પેકેજીસનાં ભાવ જોવા મળે છે.

         આ ઉપરાંત બસ દ્વારા રાજકોટથી કેશવી ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સનાં વિવિધ જન્‍માષ્‍ટમી પેકેજીસ ઉપલબ્‍ધ છે. (મો. ૮૩૪૭૯ ૯૪૯૯૯), જેમાં ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, ઇમેજિકા, સિમલા, મનાલી, મુંબઇ, રાજસ્‍થાન, ઉજ્જૈન-પંચમઢી-ઇન્‍દોર, કાશ્‍મીર-શ્રીનગર, હરીદ્વાર-નૈનીતાલ-આગ્રા, સપ્‍ત જયોતિર્લીંગ વિગેરે પેકેજીસ ઉપલબ્‍ધ છે.

         ફોરેન ટુરના વિવિધ પેકેજીસ

         - ફોરેન જવાવાળા સહેલાણીઓની વાત કરીએ તો આ વર્ષે દૂબઇ લોકોની ટોપ પ્રાયોરીટી છે. જેમાં ફેવરીટ ટુર્સના પાંચ રાત્રી છ દિવસના પેકેજ વ્‍યકિત દીઠ ૬૪૦૦૦ રૂ. માં (અમદાવાદથી અમદાવાદ) વેચાયા છે. જેમાં એક રાત્રી હેપી ન્‍યુ યર મૂવી ફેઇમ અને વિશ્વ પ્રસિધ્‍ધ સેવન સ્‍ટાર હોટલ ‘એટલાન્‍ટીસ' માં માણવા મળે છે.

         એટલાન્‍ટીસ હોટલ સિવાયના દૂબઇના પેકેજીસ અમદાવાદથી અમદાવાદ પ્રતિ વ્‍યકિત પ૦ થી પ૮ હજારમાં વેચાય રહ્યા છે.

         - આ ઉપરાંત સીંગાપુર-મલેશીયા-થાઇલેન્‍ડ વીથ ક્રુઝના રાજકોટથી રાજકોટ ૧૪ દિવસના પેકેજીસ એક લાખ સોળ હજારમાં વેચાયા છે.

         - રાજકોટ થી રાજકોટનાં હોંગકોંગ-મકાઉ-સેન્‍ઝેન (ચાયના) ના ૮ દિવસના પેકેજીસ ૮૦ હજારથી માંડીને ૮પ હજાર સુધી વેચાઇ રહ્યાનું સંભળાય રહયું છે. રાજકોટ થી બેસ્‍ટ ટુર્સ એન્‍ડ ફોરેક્ષ પ્રા. લી. (મો. ૯૯૦૯ર પ૪૮૦૦) દ્વારા પણ વિવિધ ઇન્‍ટરનેશનલ પેકેજીસ આગામી જન્‍માષ્‍ટમી નિમિતે ઉપડી રહ્યા છે. માત્ર થાઇલેન્‍ડના પેકેજીસ પણ પ્રતિ વ્‍યકિત ૩ર હજાર આસપાસ વેચાઇ રહ્યા છે.

         - જો કે લાસ્‍ટ મોમેન્‍ટે ફરવા જવાવાળા દૂબઇ પ્રીફર કરે છે. કારણ કે ત્‍યાંના વિઝા માટે પ્રમાણમાં ખૂબ ઓછા દિવસો લાગે છે. જયારે અન્‍ય  ફોરેન ડેસ્‍ટીનેશન્‍સ માટે વિઝાના દિવસો પ્રમાણમાં વધુ લાગતા હોવાનું જાણવા મળે છે. તેની સામે  અમુક ફોરેન કન્‍ટ્રીઝમાં તો ઓનએરાઇવલ વિઝા પણ અપાતા જોવા મળે છે.

         -  ફોરેનના નવા ડેસ્‍ટીનેશન તરીકે આ વખતે બાલી (ઇન્‍ડોનેશીયા) ની બોલબાલા રહી છે. ૬ રાત્રી/ સાત દિવસના રાજકોટથી રાજકોટનો પેકેજ વ્‍યકિત દીઠ આશરે ૮૦૦૦૦ રૂ. આસપાસ પડી રહ્યો છે. બાલીમાં અદ્દભુત અને કલાસિકલ સૌદર્યની સાથે-સાથે ઇન્‍ડિયન ફુડ બહુ સરસ મળતું હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્‍ટસનું કહેવું છે.

         - મોરેશીયસના ૬ રાત્રી સાત દિવસના એકસ મુંબઇ પેકેજ પ્રતિ વ્‍યકિતદીઠ ૬પ૦૦૦ રૂ. આસપાસ વેચાય રહ્યા છે.

         આ સાલ મંદી તથા મોંઘવારીને કારણે મુસાફરીના હવાઇ ભાડા, હોટલભાડા, ફુડ, લોકલ ટ્રાન્‍સપોર્ટેશન સહિતના ખર્ચમાં વધ-ઘટ થવાને કારણે વિવિધ પેકેજીસના રેઇટસમાં પણ ઘણો ખરો ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજયમાં અમુક ટ્રાવેલ એજન્‍ટસને તો ધારણા મુજબ પોતાના પર્સનલ પેકેજના બુકીંગ ન થવાને કારણે તેઓએ અન્‍ય ટ્રાવેલ એજન્‍ટસ સાથે ટાઇઅપ કરી સંયુકત રીતે વિવિધ પેકેજીસ ડીઝાઇન કર્યાનું પણ સંભળાય છે.

         છતાં પણ આજથી ર૧ મી સદીમાં ‘ખાઓ પીઓ ને મોજ કરો'ની થીયરી અનુસાર દિવસે-દિવસે લોકોમાં ફરવા જવાનો ટ્રેન્‍ડ સતત વધતો જ જાય છે. અને એમાં પણ કામના સમયે કામ અને વેપારને મહત્‍વ આપતા આપણા ખમીરવંતા ગુજરાતીઓ - સૌરાષ્‍ટ્રવાસીઓ કેવી રીતે પાછળ રહે.? જય જય ગરવી ગુજરાત સાથે સર્વેને હેપી જર્ની તથા જન્‍માષ્‍ટમીની શુભકામનાઓ. જયશ્રીકૃષ્‍ણ.

         -: આલેખન :-

         ડૉ. પરાગ દેવાણી

         મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧

          

 (03:55 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS