vividh-vibhag

News of Wednesday, 11th February, 2015

નોકરીનો અનરાધાર વરસાદ ! પલળી જાવ

કેન્દ્ર-રાજ્ય સરકાર તથા તેના વિવિધ વિભાગો, સ્કૂલ-કોલેજ-યુનિવર્સિટી , બેન્ક,રેલ્વે, રીસર્ચ, ઓટોમોબાઇલ, કોર્પોરેટ, મેડીકલ, લશ્કર, એન્જીનીયરીંગ, આઇ.ટી., પોલીસ, એકાઉન્ટીંગ, ઇ- કોમર્સ, એરલાઇન્સ, ટુરીઝમ, ઇલેકટ્રોનિકસ, સિકયુરીટી વિગેરે ક્ષેત્રે હજ્જારો-લાખ્ખો જગ્યાઓ! : સ્ટાફ સિલેકશન દ્વારા હાલમાં ૬ર૩૯૦ જગ્યાઓ ઉપર ભરતી થઇ રહી છે, તો નજીકના ભવિષ્યમાં ગુજરાત સરકાર દ્વારા ર૪૪૦ તલાટીઓની ભરતી થશે : વાઇબ્રન્ટ સમિટ પૂરી થતાં ગુજરાતમાં પાંચ લાખ જેટલી રોજગારી ઉત્પન્ન થવાની આશા : વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતોની માર્કેટમાં ભારે ડીમાન્ડ રહે છે : ચાલુ વર્ષે સરેરાશ વેતન વૃધ્ધિ ૧૦ થી ૧ર ટકા થવાની પ્રબળ શકયતા : ગુજરાતમાં હજ્જારો કર્મચારીઓ નિવૃત્ત થતાં પુષ્કળ જગ્યાઓ ખાલી થશે : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સરકારી નોકરીની જાણકારી માટે ખાસ સોફટવેર ડેવલપ કરવામાં આવ્યો : ભવિષ્યને સામે રાખીને મહેનત કરવા તૂટી પડો -મંડી પડો. નોકરી ન શું મળે?

નોકરીનો અનરાધાર વરસાદ ! પલળી જાવ

      ભારતના અર્થતંત્રની ગાડી હાલમાં પૂરપાટ અને સડસડાટ દોડી રહી છે ત્યારે સમગ્ર ભારત અને ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં નોકરીનો રીતસર-અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.  નોકરી કરવા માટે થનગનતા ઉમેદવારો માટે હાલનો સમય 'ન ભૂતો, ન ભવિષ્યતી' જેવો ચોકકસ પણે ગણી શકાય તેમ છે.

      આજની ર૧ મી સદીના યુવાધનને નોકરીનું જબરૃ આકર્ષણ લાગ્યું છે ત્યારે પસંદગીની નોકરી કરીને સત્તા મેળવીને સેવા કરવાનો તથા સન્માન મેળવવાનો અમૂલ્ય અને અસામાન્ય સમય હાલમાં નોકરી વાંચ્છુઓ માટે ચાલી રહ્યો છે, જે નિર્વિવાદ હકિકત છે.

      હવે, હાલમાં સરકારી, અર્ધ સરકારી, સહકારી, ખાનગી કે પછી કોર્પોરેટ ક્ષેત્રે જે ભરતીઓ ચાલી રહી છે, નજીકનાં સમયમાં આવી રહી છે, પુષ્કળ જગ્યાઓ ખાલી છે કે જે ભવિષ્યમાં ભરાવાની પ્રબળ શકયતાઓ છે તથા ભવિષ્યમાં કયાં ક્ષેત્રો નોકરી માટે ફાયદાકારક છે તેની ઉપર નજર કરીએ તો...

       કોન્સ્ટેબલ જીડી લશ્કરી ભરતી ર૦૧પ અંતર્ગત બીએસએફ., સીઆઇએસએફ., સીઆરપીએફ., એસ. એસ. બી., આઇટીબીપી, એઆર, એનઆઇએ, એસ. એસ. એફ. માં કુલ ૬ર૩૯૦ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. દરેક ક્ષેત્રની વેબસાઇટ જોવી. સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ધો. ૧૦ પાસ માટે ર૩-ર-૧પ ની છેલ્લી અરજી તારીખ સાથે ભરતી થઇ રહી છે. અમુકમાં છેલ્લી અરજી તા. ર૧-ર-૧પ છે.

      www.gujinfo.com.

      www.ssc.nic. in.

       સમગ્ર ગુજરાતમાં તલાટીઓની અછત નિવારવા માટે નજીકના ભવિષ્યમાં   ર૪૪૦ જેટલા તલાટીઓની ભરતી થવાની પ્રબળ શકયતા રાજયના પંચાયત મંત્રી જયંતિભાઇ કવાડીયાએ વ્યકત કરી છે. તમામ તલાટીઓને વ્હેલાસર નિમણુંક આપવા ત્રણ મહીનામાં જ ભરતી પ્રક્રિયા પૂરી કરવાનો આશાવાદ વ્યકત કરાયો છે.

       રેલ્વે પ્રોટેકશન ફોર્સ દ્વારા ર૦૧પ-૧૬ નાં નોટીફીકેશન પ્રમાણે ૧૭૦૦૦ જેટલાં કોન્સ્ટેબલ્સની ભરતી આગામી મહિને થવાની શકયતા છે. જેની છેલ્લી અરજી તારીખ ૩૧-૩-૧પ હશે. આમાં મેલ અને ફીમેલ બંને માટે ૧૮ થી રપ વર્ષની ઉંમર તથા ૧ર ધોરણ પાસ કવોલીફીકેશન રખાશે તેવું જાણવા મળે છે. રીઝર્વ કેટેગરીમાં આવતા ઉમેદવારોને સરકારનાં નિયમો મુજબ છૂટછાટ અપાશે.

      http://www. latestjobsopening.com./rpf-indian-railway-recruitment.

        ધર્મસિંહ દેસાઇ યુનિ. નડીયાદમાં ડેન્ટલ સાયન્સ ફેકલ્ટીમાં એમ. ડી. એસ. માં પ્રવેશ મેળવવા માટેની છેલ્લી અરજી તારીખ ર૬-ર-૧પ છે.  www.ddu.ac.in

       તીર્થંકર મહાવીર યુનિવર્સિટી મોરાદાબાદ (યુ.પી.) માં બીડીએસ અને એમડીએસની બેચ માટે (ર૦૧પ-૧૬) રજીસ્ટ્રેશન શરૃ થયા છે.

      www.tmu.ac.in

       બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ દ્વારા ૧૩-ર-૧પ ની છેલ્લી અરજી તારીખ સાથે એકાઉન્ટ ઓફીસરની ભરતી ચાલી રહી છે. ફોન ૦ર૮૧-રપ૬રર૯૯.

        NSIC  ટેકિનકલ સર્વિસીઝ સેન્ટર રાજકોટ દ્વારા ૧૭-ર-૧પ ની છેલ્લી અરજી તારીખ સાથે કોન્ટ્રાકટ બેઇઝ ઉપર ફેશન ડીઝાઇનીંગ, એમ્બ્રોડરી અને સોફટ ટોય માર્કેટીંગ, બ્યુટી પાર્લર, લેપટોપ એન્ડ મોબાઇલ રીપેરીંગ, PLC-SCADA, રોબોટીકસ એન્ડ એમ્બેડેડ સિસ્ટમ, કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ, વેબડીઝાઇનીંગ એન્ડ મલ્ટી મીડીયા, પ્લાસ્ટીક, મિકેનીકલ, કેમીકલ ટેસ્ટીંગ, ટેકનીશ્યન વિગેરે ટ્રેડસમાં વિવિધ કવોલીફીકેશન ધરાવતા ઉમેદવારોની ભરતી ચાલી રહી છે.

      ફોન નં. ૦ર૮૧-ર૩૮૭૭ર૯

      (NSIC - નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પો. લી.)

        શ્રીમતી વસંતબેન એન. વ્યાસ બીએડ કોલેજ (સુચિત) અમરેલી દ્વારા ર૧-ર-૧પ ની છેલ્લી અરજી તારીખ સાથે આચાર્ય, વિવિધ વિષયના વ્યાખ્યાતાઓ, ગ્રંથપાલ વિગેરેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

      ફોન ૦ર૭૯ર - રર૦૮૪૯

      મો. ૯૪ર૬ર ર૯૬૭૧

       સિકયુરીટી ગાર્ડ તરીકે તથા સુપરવાઇઝર તરીકે ભરતી થવા ઇચ્છુકો માટે પ્રાઇવેટ સિકયુરીટી રેગ્યુલેશન એકટ ર૦૦પ અંતર્ગત પર્લ ઇન્ડસ્ટ્રીયલ સીકયોરીટી સર્વિસીસ પ્રાઇવેટ લિ. દ્વારા સુરેન્દ્રનગર ખાતે તા. ૯-ર થી રર-ર-૧પ સુધી વિવિધ જિલ્લાના ઉમેદવારો માટે સવારે ૧૦ થી સાંજના પ વાગ્યા સુધી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં રજીસ્ટ્રેશન ચાર્જ ર૦૦ રૃા.  રાખવામાં આવેલ છે. મો. ૭૬૦૦૮ ર૦ર૭૧.

      www.pearlgroups.org.

        આર્મી રીક્રુટમેન્ટ કચેરી જામનગર દ્વારા ૧૮ થી ર૪ ફેબ્રુઆરી દરમ્યાન સૌરાષ્ટ્ર - કચ્છ અને દિવ વિસ્તારના ઉમેદવારો માટે ધર્મેન્દ્ર કોલેજ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે મિલીટરી ભરતી મેળો યોજાશે. મિલીટરીમાં સોલ્જર ટેકનીશ્યન, સોલ્જર આસીસ્ટન્ટ તથા સોલ્જર કલાર્કસની ભરતી થનાર છે.

        હાઇપર માર્કેટ તથા સુપર માર્કેટ ક્ષેત્રમાં પ્રખ્યાત ડી. માર્ટ દ્વારા તેના ગુજરાતના વિવિધ સ્ટોર્સ માટે સ્ટોર મેનેજર, આસી. સ્ટોર મેનેજર, ડીપાર્ટમેન્ટ મેનેજર, પરચેઝ ઓફીસર, વેરહાઉસ મેનેજર અને ઓફીસર, એકાઉન્ટસ ઓફીસર (સ્ટોર) વિગેરેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ફોન ૦ર૬પ- ૩૯૩૧૦૮૯.

      hrd.gujarat@dmartindia. com.

       ગુજરાત સરકારમાં ચાલુ નાણાંકીય વર્ષમાં ૧૮૮૮૪ જેટલા કર્મચારીઓ નિવૃત થઇ રહ્યા છે અને આવતા પાંચ વર્ષમાં એક લાખ જેટલાં કર્મચારીઓ ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાંથી નિવૃત થશે. જેથી કર્મચારીઓની તાતી જરૃરીયાત ઉભી થવાની પ્રબળ શકયતા છે. પરિણામે સરકારી નોકરી ઇચ્છુકો માટે આવતા પાંચ વર્ષનો સમય સોનેરી હશે જે નિવિર્વાદ હકિકત છે.

      ચાલુ વર્ષમાં ૧૮૮૮૪ સરકારી કર્મીઓ નિવૃત થઇ રહ્યા છે તેમાં બોર્ડ-કોર્પોરેશન, કોલેજ સ્ટાફ, સેકન્ડરી સ્કુલ, આઇ. એ. એસ., આઇ. પી. એસ., આઇ. એફ. એસ., પંચાયત કર્મચારીઓ, પ્રાઇવેટ માન્ય, સરકારી કર્મી વિગેરે ક્ષેત્રનાં કર્મીઓનો સમાવેશ થાય છે.

      આવા વિવિધ ક્ષેત્રોમાંથી છેલ્લાં દસ વર્ષોમાં ૧,૧પ,૯ર૯ જેટલાં કર્મીઓ નિવૃત થઇ ગયા છે અને ર૦ર૦-ર૧ સુધીમાં કુલ ૯૮૧૭૦ જેટલાં કર્મીઓ નિવૃત થશે તેવું જાણવા મળી રહ્યું છે.

       ગુજરાત રાજયના ખેતીવાડી વિભાગના મદદનીશ ખેતી નિયામક વર્ગ-૧ અને વર્ગ-ર નાં કુલ ૪૭પ જેટલાં અધિકારીઓ અજમાયશી ધોરણે હતાં તેઓની પરીક્ષા આગામી ર૭ ફેબ્રુઆરીના રોજ સ્પીપા (અમદાવાદ) ખાતે લેવાનો કાર્યક્રમ સરકાર દ્વારા જાહેર કરાયો છે.

       જિલ્લા પંચાયત જામનગર દ્વારા ૧૮-ર-૧પ ના રોજ સવારે ૯-૩૦ કલાકે રાજીવ ગાંધી પંચાયત સશકિતકરણ અભિયાન યોજના અંતર્ગત કોન્ટ્રાકટ બેઇઝડ ડીસ્ટ્રીકટ પ્રોજેકટ મેનેજર તથા કોમ્પ્યુટર ઓપરેટરના સીધા ઇન્ટરવ્યું જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે રાખેલ છે.

       ભારત સરકારની એરલાઇન્સ એર ઇન્ડિયામાં ટુંક સમયમાં ૮૦૦ કેબિન ક્રુ ની ભરતી કરવાનો નિર્દેશ   એવીયેશન સેક્રેટરી સોમ સુંદરમે આપ્યો છે.

       UPSC (યુનિયન પબ્લીક સર્વિસ કમિશન) દ્વારા આખા વર્ષ દરમ્યાન કેન્દ્ર સરકારના વિવિધ ક્ષેત્રોમાં તથા વિવિધ પોસ્ટસ માટે ભરતી પ્રક્રિયા સતત ચાલતી જ હોય છે. જેથી તેની વેબસાઇટ સમયાંતરે જોતી રહેવી હિતાવહ છે.

      http://www.upsc. gov.in.

      રૃટીનમાં પણ કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતાં પહેલાં ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ, ફોન, રૃબરૃ કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે. જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે.

       તાજેતરના અભ્યાસ પ્રમાણે ભારતીય ઇ-કોમર્સનું કદ વધીને ૧ર અબજ ડોલર સુધી પહોંચતા આગામી ૬ મહિનામાં ઇ-કોમર્સ ક્ષેત્રે નોકરીઓનો વરસાદ થવાની શકયતા છે. આશરે ૧ લાખ રોજગારી સર્જાશે. ભારતનું ઇ-કોમર્સ બજાર ૩૦ ટકા જેટલા ઉંચા દરે વિકાસ કરી રહ્યું છે.

       મુખ્યમંત્રી ગૃહ યોજના તથા ભારત સરકારની રાજીવ આવાસ યોજનાના અમલીકરણ માટે એફોર્ડેબલ હાઉસીંગ મિશન ગુજરાત દ્વારા રર-ર-૧પ ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રોજેકટ એન્જીનીયરીંગ સ્પેશ્યાલીસ્ટ, સ્ટ્રકચરલ  એન્જીનીયરીંગ સ્પેશ્યાલીસ્ટ તથા GIS સ્પેશ્યાલીસ્ટની ભરતી ચાલી રહી છે. ફોન-૦૭૯-ર૭૪૭૩૦૪પ www.gujarathous ingboard. org

       ભાઇલાલભાઇ એન્ડ ભીખાભાઇ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી વલ્લભ વિદ્યાનગર દ્વારા ર૩-ર-૧પ ની છેલ્લી અરજી તારીખ સાથે સિવિલ, મિકેનિકલ, ઇલેકટ્રીકલ, કોમ્પ્યુટર, ઇલેકટ્રોનીકસ  એન્ડ કોમ્યુનિકેશન એન્જીનીયરીંગમાં વિવિધ કેટેગરીમાં હેડ ઓફધ ડીપાર્ટમેન્ટ અને લેકચરર્સ તથા ઇગ્લિંશ, મેથ્સ અને ફીઝીકસના લેકચરર્સની ભરતી ચાલી રહી છે. ફોન-૦ર૬૯ર-ર૩૭ર૪૦ www.bbit.ac.in

       સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી વાસદ દ્વારા ૧૧-ર-૧પ ની છેલ્લી અરજી તારીખ સાથે આચાર્ય, વિવિધ એન્જીનીયરીંગ સ્ટ્રીમ્સ માટે લેકચરર્સ તથા MCA માટે લેકચરર્સની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

      www.svitvasad.ac.in

       એચ.એમ. પટેલ મહિલા લો કોલેજ જોષીપુરા-જુનાગઢ દ્વારા ૧૮-ર-૧પ ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રિન્સીપાલ તથા લેકચરર્સની ભરતી ચાલે છે.ફોન-૦ર૮પ-ર૬૧ર૮પ૭.

       રાજકોટની ધર્મેન્દ્ર કોલેજમાં ૧૮ થી ર૬ ફેબ્રુઆરી દરમ્યાન યોજાયેલ લશ્કરી ભરતી મેળા માટેની કોઇપણ વિગત જાણવા માટે આર્મી રીક્રુટમેન્ટ હેલ્પલાઇન નંબર-૦૭૯-રર૮૮૬૪૬૪ ઉપર કામકાજના દિવસો દરમ્યાન સવારે ૯ થી સાંજે ૬ સુધી સંપર્ક કરી શકાશે.

       ભારતની રાષ્ટ્રીયકૃત તથા ખાનગી બેન્કસમાં આગામી સમયમાં વિવિધ કેડરમાં પુષ્કળ પ્રમાણમાં  નોકરીઓ સર્જાવાની શકયતા નકારી શકાતી નથી. કેન્દ્ર સરકારની જનધન યોજનાને કારણે પણ દેશના વિવિધ ક્ષેત્રોમાં જુદી જુદી બેન્કસની ઘણી બધી શાખાઓ ખૂલી રહી છે, જે પ્રક્રિયા અવિરતપણે ચાલુ જ રહેવાની આશા સેવાઇ રહી છે.

       ગુજરાત સ્ટેટ ઇલેકટ્રીસિટી કોર્પો.લી. વડોદરા દ્વારા ર૦-ર-૧પ ની છેલ્લી અરજી તારીખ સાથે કોન્ટ્રાકટ બેઇઝડ સેફટી ઓફિસરની ભરતી ચાલી રહી છે. www.gsecl.in

       કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અમદાવાદ ક્ષેત્ર દ્વારા વિવિધ કક્ષાઓ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. ફોન-૦૭૯-ર૩ર૬૧૩૬૦

      www.kvsroahmedabad.org

       રોજગાર સેવા ઉપલબ્ધ કરાવતી એક પ્રખ્યાત વેબસાઇટના સર્વેક્ષણ પ્રમાણે આ વર્ષે ભારતની તમામ નાની-મોટી કોર્પોરેટ કંપનીઓ ૧૦ લાખ જેટલા લોકોને રોજગારી આપશે તેવી શકયતા જોવાઇ રહી છે. ઉપરાંત સરેરાશ વેતન વૃધ્ધિ ૧૦ થી ૧ર ટકા રહેવાની ધારણા છે. આઇ.ટી., આઇ.ટી.એનેબલ્ડ સર્વિસીઝ (કોલ-સેન્ટર અને બીપીએલ) તથા એફએમસીજી જેવા ક્ષેત્રોમાં નોકરીની તકો વધારે રહેવાની આશા છે.

       ર૦૧પ ના ચાલુ વર્ષમાં કેન્દ્રીય વિદ્યાલય અને જવાહર નવોદય વિદ્યાલયમાં કેન્દ્ર સરકાર દ્વારા ૧પ૦૦ થી વધુ સંસ્કૃતના શિક્ષકોની ભરતી થવાની પ્રબળ શકયતા છે. સંસ્કૃત વિષયના તજજ્ઞો ઘણા લાંબા સમયથી આવી ભરતની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. જેઓ માટે આ ભરતી ચોકકસપણે આશીર્વાદરૃપ સાબિત થશે.

       કેન્દ્ર સરકાર  દેશના તમામ ઉદ્યોગોમાં લઘુતમ માસિક વેતન ૧પ૦૦૦ રૃા. કરવાનું વિચારી રહી હોવાનું સંભળાય છે. અમુક ચોક્કસ પ્રકારના સંશોધનો બાદ રાષ્ટ્રીય લઘુતમ મજુરી અધિનિયમ  ૧૯૪૮માં ૧૬૦૦ જેટલા પ્રકારની ઔદ્યોગીક ગતિવિધીઓ સમાઇ શકે છે તેમ કેન્દ્રીય શ્રમમંત્રાલયના એડીશ્નલ સચીવ અરૃણકુમાર સિંહાએ જણાવ્યું હતું.

       ચાલુ વર્ષમાં નોકરી ક્ષેત્રે જે તજજ્ઞોની પ્રમાણમાં વધુ માંગ રહેશે તેમાં કવોલિટી એશ્યોરન્સ ઓફિસર, કાયદાના નિષ્ણાંતો, ચીફ રીસ્ક ઓફીસર, બિઝનેસ ઇન્ટેલિજન્સ ઓફીસર અને એનાલિસ્ટ, ફીટનેસ ટ્રેનર, ઇન્ડીપેન્ડન્ટ સિકયોરીટી કો-ઓર્ડીનેટર વિગેરેનો સમાવેશ થાય છે. આ તમામ પોસ્ટસ પ્રત્યે ભારતમાં અને વિશ્વમાં કોર્પોરેટ ફીલ્ડનું આકર્ષણ રહેવાનું ચિત્ર હાલમાં ઉપસે છે.

       રાજકોટ મ્યુનિસિપલ કોર્પો.ની મહેકમ શાખામાં ૩૮ જેટલી જગ્યાઓ ખાલી હોવાનું જાણવા મળે છે. આ જગ્યાઓ વહેલાસર ભરાઇ જાય તથા જગ્યાઓ સંદર્ભે અલાયદુ સેટઅપ જરૃરી હોવાનું કોર્પોરેશનના વિપક્ષી નેતા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ રજુઆતમાં જણાવ્યું છે.

       તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલ વાઇબ્રન્ટ સમિટમાં થયેલ કરાર મુજબ ગુજરાતમાં નવા ઉદ્યોગો સ્થપાવાથી રોજગારીની પાંચ લાખ તકોનું નિર્માણ  થશે  તેમ રાજયના શ્રમરોજગાર મંત્રીશ્રી  વિજયભાઇ રૃપાણીએ જણાવ્યું હતું.

       ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી, નવરંગપુરા અમદાવાદના જુનિયર રીસર્ચ ફેલોશીપ પ્રોગ્રામ-જુલાઇ ર૦૧પ માટેની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ ર૮-ર-૧પ છ.ે http://www.prl.res.in

       રાજકોટ જિલ્લા પંચાયતમાં તલાટીની રપ૦ થી વધુ જગ્યાઓ ખાલી છે. જે વહેલી તકે ભરાવાની રાહ જોવાઇ રહી છે. ઉપરાંત જિલ્લા પંચાયત રાજકોટમાં કુલ મહેકમના ૬પ ટકા જેટલા સ્ટાફની ઘટ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

       રાજય સરકારના મહેસૂલ વિભાગે તલાટીઓની અલગ કેડર બનાવ્યા બાદ તેઓને હવે નોકરીમાં ટકાવી રાખવા તથા ગ્રામ્ય વિસ્તારમાં ટકાવવા માટે છ હજાર જેટલા તલાટીઓને નાયબ મામલતદારનું પ્રમોશન આપવા નિર્ણય કર્યો  હોવાનું ચર્ચાય રહ્યુ છે.

       ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમીટેડ દ્વારા તા. ૨૧-૨-૧૫ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રોફેશ્નલ્સ, કવોલીફાઈડ એન્ડ એકસપીરીયન્સ્ડ ઉમેદવારોની વિવિધ પોસ્ટસ ઉપર ભરતી થઈ રહી છે. www.gujarattourism.com

       શ્રી રામકૃષ્ણ સેવા મંડળ આણંદ દ્વારા તેની જુદી જુદી સંસ્થાઓ માટે તા. ૧૧-૨-૧૫ની છેલ્લી અરજી તારીખ સાથે ડાયરેકટર, પ્રિન્સીપાલ તથા પ્રોફેસર્સની ભરતી પ્રક્રિયા ચાલે છે. www.srksm.org

      ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ્સ લિ. દ્વારા તા. ૧૯-૨-૧૫ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રોજેકટ ઈમ્પ્લીમેન્ટેશન ટીમ, પ્લાન્ટ ઓપરેશન્સ, ફાયનાન્સ, મટીરીયલ્સ મેનેજમેન્ટ, મેનેજમેન્ટ સર્વિસીઝ, સેફટી એન્ડ એન્વાયરમેન્ટ, માર્કેટીંગ વિગેરે ક્ષેત્રોમાં ડે. જનરલ મેનેજર, ચીફ મેનેજર, સિનીયર મેનેજર, એન્જીનીયર્સ, સિનીયર એન્જીનીયર્સ, એડીશ્નલ જનરલ મેનેજર, ઓફિસર્સ અને સિનીયર ઓફિસર્સ વિગેરેની ભરતી ચાલી રહી છે. www.gacl.com

       હ્યુમન ટોર્ચ સ્કૂલ ઓફ નર્સિંગ દ્વારા તા. ૧૯-૨-૧૫ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રિન્સીપાલ, પ્રોફેસર્સ અને આસિ. પ્રોફેસર્સની ભરતી ચાલી રહી છે. અરજી મોકલવાનું સ્થળ- એસવીઈટી કોલેજ, શરૃ સેકશન રોડ, મોદી સ્કૂલની સામે જામનગર છે.

       એમ.એન. પટેલ એમ.એડ. કોલેજ વિજયનગર (સાબરકાંઠા) દ્વારા તા. ૧૭-૨-૧૫ના રોજ સવારે ૧૧ વાગ્યે પ્રોફેસર અને હેડ તથા રીડરના સીધા ઈન્ટરવ્યુ રાખેલ છે. ફોનઃ ૦૨૭૭૫ ૨૫૪૦૯૪/૯૬

       શ્રીમતી બી.એન.બી. સ્વામીનારાયણ ફાર્મસી કોલેજ સેલવાવ, વાપી દ્વારા તા. ૧૯-૨-૧૫ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રોફેસર્સ, એસો. પ્રોફેસર્સ તથા આસિ. પ્રોફેસર્સની ભરતી ચાલે છે. એડ્રેસઃ એન.એચ. નં. ૮, શ્રી સ્વામીનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સેલવાવઃ જિ. વલસાડ - ૩૯૬૧૯૧ છે.

       ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમીકલ્સ લિ. (જીએનએફસી) દ્વારા તા. ૧૫-૨-૧૫, રવિવારના રોજ સવારે ૯ વાગ્યાથી પેનલ ઓપરેટર્સ, આસિ. ઓપરેટર્સ (કેમીકલ), આસિ. ટેકનીશ્યન્સ (ઈન્સ્ટ્રુમેન્ટ) તથા જૂનીયર એનાલીસ્ટસના સીધા ઈન્ટરવ્યુ રાખેલ છે. http://www.gnfc.in/career.html

       કેન્દ્ર/રાજ્ય સરકારશ્રી પુરસ્કૃત રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત રચાયેલ સીટી મેનેજમેન્ટ યુનિટના સંચાલન માટે મેનેજર (૨) અને સમાજ સંગઠક (૪)ની ભરતી સરકાર દ્વારા તા. ૧૯-૨-૧૫ની છેલ્લી અરજી તારીખ સાથે ચાલે છે. ઉમેદવારોની ઉંમર ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ. અરજી મોકલવાનું સરનામુઃ જિલ્લા શહેરી વિકાસ એજન્સી, જિલ્લા સેવા સદન-૨, ત્રીજો માળ, બ્લોક નં. ૨૨૭, લાલબાગ મોરબી છે.

       રાજકોટની રેલ્વે હોસ્પીટલમાં ઘણા સમયથી રેલ્વે ડોકટર્સ તથા કોન્ટ્રાકચ્યુુઅલ ડોકટર્સની જગ્યાઓ ખાલી પડી છે જે વહેલાસર ભરવા માટે વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોયઝ યુનિયન દ્વારા જી.એમ.ને રજૂઆત કરવામાં આવી છે.

       સી.કે. પીઠાવાલા ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સુરત  દ્વારા ૨૦-૨-૧૫ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રિન્સીપાલની ભરતી ચાલી રહી છે ફોનઃ ૦૨૬૧-૬૫૮૭૨૮૫, ૨૯૧૧૯૯૪.

       અલ્હાબાદ યુ.પી. ગ્રામીણ બેંક દ્વારા તા. ૧૨-૨-૧૫ની છેલ્લી અરજી તારીખ સાથે ૧૧૩ ઓફિસર (વર્ગ-૧)ની ભરતી ચાલે છે. www. allahabadgraminbank.in

       મધ્યાંચલ ગ્રામીણ બેંક દ્વારા તા. ૧૩-૨-૧૫ ની છેલ્લી અરજી તારીખ સાથે ઓફિસર અને ઓફિસ આસિસ્ટન્ટની ૪૫૦ જગ્યાઓ ઉપર ભરતી ચાલે છે. www.mgbank.co.in

       આરબીઆઈ ચંડીગઢ દ્વારા તા. ૧૬-૨-૧૫ની છેલ્લી અરજી તારીખ સાથે ૫ સિકયુરીટી ગાર્ડઝની ભરતી ચાલે છે rbidocs.rbi.org.in

       સીએલઆરઆઈ દ્વારા  ૧૬-૨-૧૫ની છેલ્લી અરજી તારીખ સાથે ૧૫ જુનિયર સ્ટેનોગ્રાફર અને આસિસ્ટન્ટસની ભરતી ચાલે છે. www.clri.org

       એનએચપીસી લિ. દ્વારા  ૨૩-૨-૧૫ની છેલ્લી અરજી તારીખ સાથે ટ્રેઈની એન્જીનીયર, ઓફિસર વિગેરેની ૧૨૮ જગ્યાઓ માટે ભરતી ચાલે છે www.nhpcindia.com

       HAL દ્વારા તા. ૧૭-૨-૧૫ની છેલ્લી અરજી તારીખ સાથે આસિ. એન્જીનીયર્સ વિગેરેની ૧૦ જગ્યાઓ માટે ભરતી ચાલે છે www.hal-india.com

       BEL દ્વારા તા. ૧૪-૨-૧૫ની છેલ્લી અરજી તારીખ સાથે એન્જીનીયરીંગ આસીસ્ટન્ટ ટ્રેઈનીની ૧૧ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.bel-india.com

       મેકોન લિ. દ્વારા તા. ૧૩-૨-૧૫ની છેલ્લી અરજી તારીખ સાથે સિનીયર એન્જીનીયર વિગેરેની ૮ જગ્યાઓ માટે ભરતી ચાલે છે www. meconlimited.co.in

       EESLદ્વારા તા. ૧૫-૨-૧૫ની છેલ્લી અરજી તારીખ સાથે એન્જીનીયર્સ વિગેરેની ૬ જગ્યાઓ માટે ભરતી ચાલે છે www.eeslindia.org

       IVRI દ્વારા તા. ૧૬-૨-૧૫ની છેલ્લી અરજી તારીખ સાથે ૫ સિનીયર ટેકનીકલ ઓફિસર્સની ભરતી ચાલે છે www.ivri.nic.in

       IGNTU દ્વારા તા. ૨૮-૨-૧૫ની છેલ્લી અરજી તારીખ સાથે લાઈબ્રેરીયન વિગેરેની ૮૨ જગ્યાઓ માટે ભરતી ચાલે છે www.igntu.nic.in

       ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ દ્વારા તા. ૧૬-૨-૧૫ની છેલ્લી અરજી તારીખ સાથે ૪૭૨ કોન્સ્ટેબલ્સ (ડ્રાઈવર)ની ભરતી ચાલે છે www.itbpolice.nic.in

       વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. દ્વારા તા. ૨૩-૨-૧૫ની છેલ્લી અરજી તારીખ સાથે લાઈબ્રેરીયન તથા ડે. એકાઉન્ટન્ટની ભરતી ચાલે છે www.vnsgu.ac.in

       ગુજરાત રાજ્યમાં આવેલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની શાળાઓમાં રહેલ જુનિયર કલાર્કની ખાલી જગ્યાઓ ઉપર વહીવટી સહાયકોની ભરતી કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો હોવાનું જાણવા મળે છે. સરકારશ્રી દ્વારા ઓર્ડર પણ થઈ ગયો છે.

       ઈન્ડીયન એરફોર્સમાં કમિશન્ડ ઓફિસરની ભરતી અંતર્ગત છેલ્લી અરજી તારીખ ૧૪-૨-૧૫ છે www. careerairforce.nic.in

       સમાજ તથા સરકારની તમામ જરૃરીયાતોને પહોંચી વળવા તથા રાજ્ય સરકારમાં રહેલી ખાલી જગ્યાઓ ભરવા, પ્રમોશન આપવા, બદલી કરવા તથા તાલુકા કક્ષાએથી લઈને નગરપાલિકા-કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓનું નજીકના સમયમાં રી-શફલિંગ થવાની શકયતા નજીકના વર્તુળો જણાવી રહયા છે. જેમાં નવા આઇએએસ ઓફીસર્સનો પ્રવેશ, ડેપ્યુટી કલેકટર્સની ભરતી, ર૬ નવા તાલુકામાં વિકાસ અધિકારીઓને પોસ્ટીંગ, ૧૪૯ જેટલા મામલતદારોની ભરતી, ૧૦ર મામલતદારોને પ્રમોશન વિગેરેનો સમાવેશ થનાર હોવાનું સરકારી સુત્રો પાસેથી જાણવા મળે છે.

       GPSC દ્વારા ૧૩-ર-૧પ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે રેડીયોલોજીના ટયુટર, ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-૧ ની જગ્યાએો(વહીવટી શાખા), જનરલ પેથોલોજીના ટયુટરની ભરતી ચાલે છે. www.gpsc.gujarat.gov.in

       જવાહર નવોદય વિદ્યાલય અલીયાબાડા જિ. જામનગર દ્વારા ૧પ-ર-૧પની છેલ્લી અરજી તારીખ સાથે રસોયા (કુક)ની ભરતી ચાલે છે.

       jnvjamnagar@sify.com

       ગુજરાત સરકારે ઇલેકટ્રોનીકસ ચીજવસ્તુઓ બનાવવા તથા તેનું વિશાળ માર્કેટ ઉભુ કરવા પ્રયત્નો આદર્યા છે. જેના ભાગરૃપે સરકાર દ્વારા ઇલેકટ્રોનીકસ ઉદ્યોગ માટે યુનિવર્સિટી અને ઇલેકટ્રોનીકસ મિશનની સ્થાપના પણ થવાની પ્રબળ શકયતા છે. ઉપરાંત ગુજરાતમાં ૧૬ મીલીયન અમેરીકન ડોલરના ઉદ્યોગો આવવાની ધારણા સેવાઇ રહી છે. ઇલેકટ્રોનીકસ મિશન નીચે મોબાઇલ, લેપટોપ, ટેબલેટ, કેમેરા,LED પ્રોડકટસ, સોલાર ડીવાઇસીસ સહિત ૪૧ જેટલા ઉત્પાદનોને આવરી લેવાયા છે.

      જેના પરીણામે ગુજરાતમાં આવતા પાંચ વર્ષમાં પાંચ લાખ જેટલા ટેકનોક્રેટસને અધ...ધ...ધ નોકરીઓ મળવાના ઉજળા સંજોગો છે.

       સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાખ્ખો વિદ્યાર્થીઓને સરકારી નોકરીઓ વિશેની માહિતી  સરળતાથી મળી શકે તે માટે યુનિ.ના કુલપતી ડો.પ્રો.પ્રતાપસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સીસીડીસીના કો. ઓર્ડીનેટર પ્રો. નિકેશભાઇ શાહે તથા કોમ્પ્યુટર સેન્ટરના ડાયરેકટર નયનભાઇ જોબનપુત્રાએ ઇ-મેઇલ ડ્રાઇવનો નવો જ સોફટવેર વસાવ્યો છે, જેનો લાભ લેવા માટે   ર૦-ર-૧પ થી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૃ થશે. આ માટે વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિ.ની ઇડીયુ વેબસાઇટ પર જવાનું રહેશેે. સૌરાષ્ટ્ર યુનિ.નું આ પગલું ચોકકસપણે  પ્રેરણાદાયી  અને  આવકારદાયક છે.

       કેન્દ્રીય વિદ્યાલય નં.-ર જામનગર દ્વારા ૧૮-ર-૧પ ની છેલ્લી અરજી તારીખ સાથે વિવિધ વિષયના શિક્ષકો, ડોકટર, નર્સ, કાઉન્સેલર વિગેરેની ભરતી પ્રક્રિયા ચાલે છ.ે

      www.kvinfjam.in

       ફોનઃ ૦ર૮૮-રપપ૦ર૬ર

       રાજકોટની પીડીયુ સરકારી હોસ્પિટલ માટે કોન્ટ્રાકટ ઉપર ૧૦૦ સફાઇ કામદારો અને ૧૦ કોમ્યુટર ઓપરેટર્સની ભારતી પ્રક્રિયા ચાલી રહી છે. કવોલિફીકેશન અનુભવ સાથે ગ્રેજયુએટ, બીસીએ તથા એમસીએ છે. અરજી સાથે એચ. આર. મેનેજરને રૃમ નં.૧૮ પ્રથમ માળ ઓપીડી બિલ્ડીંગ ખાતે રૃબરૃ મળવાનું છે.

       ઘડીયાળો બનાવતી વિશ્વ વિખ્યાત કંપની અજંતા ઇન્ડિયા લિ.મોરબી દ્વારા ઓફિસ વર્ક અને પ્રોડકશન વર્કમાં કામ કરવા માટે બહેનોની ભરતી થઇ રહી છે ફોન-૦ર૮રર-રર૬ર૦૦ મો.૯૮રપ૪ ૩૩૩૩૩.

       મારવાડી એજયુકેશન ફાઉન્ડેશન દ્વારા ૧૬-ર-૧પ ની છેલ્લી અરજી તારીખ સાથે આર્કીટેકચરમાં પ્રિન્સીપાલ, એસો. પ્રોફેસર તથા આસી. પ્રોફેસરની ભરતી ચાલે છ.ે

      www.marwadiedu cat ion.edu.in

       મણપ્પુરમ ફાયનાન્સ લિ. દ્વારા તા.૧૩-ર-૧પ ના રોજ રાજકોટ ખાતે જુનિયર આસીસ્ટન્ટસના સીધા ઇન્ટરવ્યું રાખેલ છે. ગ્રેજયુએશન કે તેથી વધુ કવોલિફીકેસન ધરાવતા તથા ૩૦ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી પાત્ર છે. મો.૯૩૭૬૬ ૮૮પ૪૯, ૦૯૩૭૪૭ પ૬૩પ૪

      આટઆટલી ચિક્કાર નોકરીઓ સામે આવીને ઉભી છે ત્યારે સાચી દિશામાં, યોગ્ય માર્ગદર્શન, આત્મ વિશ્વાસ, સ્વપ્રયત્ન, યોગ્ય લાયકાત, ભવિષ્ય તરફ નજર,  હકારાત્મક વલણ, સમાજ અને કુટુંબ માટે કંઇક કરી છુટવાની તમન્ના સાથે મહેનત કરવા તુટી પડો-મંડી પડો. નોકરી મળશે જ. ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ મદદ કરે જ છે જેમાં બે મત નથી.

      નોકરી મેળવવા માટેનો આવો સોનેરી સમય પાછો કયારે આવશે તે કહેવું પણ હાલમાં ખુબ અઘરૃ છે.

      તેથી સમયને સાચવી લો, 'નોકરીવાળા રાજા' નાં રૃપમાં સમય તમને સો એ સો ટકા સાચવશે.

      સૌને ઓલ ધ બેસ્ટ.

      - આ રૈ નોકરી ! હાર્ડ વર્ક નહીં પણ સ્માર્ટ વર્ક કરો

      -પૃથ્વી પરનું સ્વર્ગ ન્યુઝીલેન્ડ

      આ લેખને રૃબરૃ, ફોન ઉપર તથા લ્પ્લ્ રૃપે પ્રચંડ તથા અસામાન્ય પ્રતિસાદ આપનારા અમારા માનવંતા વાંચકોનો અર્કરૃપી પ્રતિભાવઃ

      ''દેશ તથા રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં નોકરી અંગેની ઝીણવટભરી અને ચીવટપૂર્વકની અતિ ઉપયોગી માહિતી આપી યુવા વર્ગને સ્માર્ટ વર્કની ટીપ્સ દ્વારા નવો રાહ ચિંધનાર તથા જોવાલાયક - માણવાલાયક અને સ્વર્ગની અનુભૂતિ કરાવતા ન્યુઝીલેન્ડ દેશની સફર કરતા હોય તેવી આબેહૂબ પ્રતિતિ કરાવતો માહિતીપ્રદ લેખ છે.''

      વાંચકો જ અમારા માટે સર્વોપરી છે

       શારદાબેન ગોવિંદભાઇ દેવાણી તથા ડો. રમાબેન દિનુભાઇ દેવાણી- કેશોદ,વિણાબેન પાંધી-ટ્રસ્ટી-વિશ્વ લોહાણા મહાપરીષદ, બાનુબેન ધકાણ-અગ્રણી કેળવણીકાર, ડો. પ્રિન્સીપાલ અન્નપૂર્ણાબેન શાહ-MVM કોલેજ,  શ્રી રણધીરસિંહ-પ્રેસીડેન્ટ-હાથી તથા સિધ્ધિ સિમેન્ટ કંપની, કિરીટભાઇ પાઠક-નાયબ કુલસચિવ- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,ડો. પ્રો.હેમીક્ષાબેન રાવ-અધ્યક્ષ- સમાજશાસ્ત્ર ભવન, ડો. પ્રો. હરેશકુમાર ઝાલા-ડો. પ્રો.જયશ્રીબેન નાયક-ડો.પ્રા.ભરતભાઇ ખેર- મુકેશભાઇ મકવાણા- ધવલભાઇ ભટ્ટી-સમાજશાસ્ત્ર ભવન, ડો. પ્રો.એસ.વી.જાની, પૂર્વ અધ્યક્ષ-ઇતિહાસ ભવન, ડો. પ્રો. પ્રફુલ્લાબેન રાવલ-અધ્યક્ષ તથા ડો.પ્રો.કલ્પાબેન માણેક-ઇતિહાસ ભવન, ડો.પ્રો.બી.ટી. મારવાણીયા-અધ્યક્ષ-અર્થશાસ્ત્ર ભવન, ડો. પ્રિન્સીપાલ યજ્ઞેશભાઇ જોષી તથા ડો.પ્રો. નિર્મલભાઇ નથવાણી-કુંડલીયા કોલેજ, ડો. પ્રો.બી.એન. પરમાર-HOD-સમાજશાસ્ત્ર- MVMકોલેજ,નિરજ રાજુભાઇ શીંગાળા, પ્રો.મહેશભાઇ ચૌહાણ-ડો. પ્રો.ડી.સી.પંડયા-ડો.પ્રો.આઇ.બી.વાજા-દવેભાઇ-સિંધવભાઇ-પવારભાઇ-MVM કોલેજ, રમેશભાઇ ઠક્કર-ચેરમેન-ગિરિરાજ હોસ્પિટલ, ડો. ધર્મેન્દ્રભાઇ જી.કેસરીયા-પ્રખ્યાત એનેસ્થેટીક, પ્રમોદભાઇ ગણાત્રા તથા હંસાબેન ગણાત્રા-કે.કે.વી.હોલ, અશોકભાઇ કુંડલીયા-પ્રમુખ-રઘુવંશી રોયલ ગ્રુપ, અશ્વિનભાઇ વિઠ્ઠલાણી-લોહાણા અગ્રણી,રાજેશભાઇ, અશોકભાઇ હિન્ડોચા, આનંદભાઇ મચ્છર, ભરત જાદવ, નિશિથભાઇ, રાજેશ ભાટેલીયા-દિલીપ ત્રિવેદી-દર્શિત ભાટેલીયા-એસ.એસ.તન્ના-શાસ્ત્રી ઉમેશ પંડયા, રાજુભાઇ ઉંજીયા, જી.સી.પટેલ,  કાળુમામા-ભા.જ.પ.અગ્રણી, પ્રા.મીનુ જસદણવાલા, ભાવિન પરમાર તથા અંકિત પટેલ, ઋષિભાઇ-ઓમકાર પબ્લી., દેવાંગ જોષી, પિયુષ શીંગાળા, મયંક રાયચુરા, ધર્મેશ કુલર, કુંતેશ, આઇ.એમ.ડીફ, કૃણાલ કેસરીયા, ડો. અતુલભાઇ બદીયાણી-વિખ્યાત આઇ સર્જન, જયભાઇ ક્કકડ, દિપકભાઇ સોની, ડો. મનીષભાઇ કોટેચા-પ્રખ્યાત પેડીયાટ્રીશ્યન, રીશીત ચંદારાણા, ચિરાગ છાયાણી, નિતુબેન મયુરભાઇ, નિરજ અનડકટ, જયેશ દેવાણી, વિજયસિંહ જાડેજા, પી.ટી.પટેલ, યુવરાજસિંહ જાડેજા, રવિત પટેલ, જયેશભાઇ જોષી, હિરેનભાઇ ખખ્ખર, પ્રસિધ્ધ ધારાશાસ્ત્રી શ્યામલભાઇ સોનપાલ, ભાવેશ ડવ, મનીષાબેન જસાણી, જયશીલ જે.દેવાણી, માધુભાઇ-સોનીબજાર, રંજનબેન કોટક, રાજેશ જળુ-ડે.ઇલેકટ્રીકલ એન્જીનીયર-RMC, અજયભાઇ-બ્યુટી મોબાઇલ, કીર્તિબેન ચંદારાણા, જગદિશભાઇ ચોટાઇ, હિતેષભાઇ પોપટ, પ્રવિણભાઇ કાનાબાર, વિઠ્ઠલભાઇ પટેલ, રાકેશ જસાણી-સ્વામીનારાયણ ગુરૃકુળ, ચિરાગ રાજાણી, મહેન્દ્રભાઇ બી.ગાંધી, દિલીપભાઇ સૂચક, પ્રો.મેઘનાથી, હિમાંશુ વડાલીયા, પરેશભાઇ રાજાણી, નિરજભાઇ તથા બિમલભાઇ ધનેશા, રાજુલભાઇ કોટેચા, અજયભાઇ વસંત, રાજુભાઇ-બાલક શેર્સ, પિયુષ પટેલ, પ્રકાશભાઇ ધામેચા-રાજકોટ, સુરેશભાઇ ગણાત્રા-U.K., પ્રણવભટ્ટ તથા તૃપ્તિ ભટ્ટ-ઓસ્ટ્રેલીયા, ડો. ડેનીશભાઇ કારીયા-બોરસદ, પ્રવિણભાઇ બુધ્ધ-જામનગર, ડો. નરોડીયા-આટકોટ, રમેશભાઇ પટેલ-વિંછીયા, અરજણભાઇ-મોરબી,રાહુલ હીરપરા-જસદણ, પ્રો.નિલેશભાઇ બારોટ-વિદ્યાનગર, પ્રો.રાજેન્દ્રભાઇ જાની-ગાંધીનગર, પ્રેરણા વસાણી-મેંગલોર, ડો. પાર્થ વજુભાઇ ગણાત્રા-પ્રખ્યાત ડેન્ટીસ્ટ-જૂનાગઢ, રિધ્ધિબેન પોપટ-મુંબઇ, રૃચી રૃપારેલીયા-બરોડા, વિનોદભાઇ રાજા-ગોંડલ, જયદિપભાઇ બદીયાણી-ભાવનગર યુનિ., ડો. અજયભાઇ સાંગાણી-પ્રખ્યાત ઇ.એન.ટી.સર્જન-કેશોદ, નિલય સૂચક-અમદાવાદ, કંદર્પ વિઠ્ઠલાણી-કેશોદ, પિન્કેશ મહેતા-ભાવનગર, પ્રતિપાલસિંહ રાયજાદા-અમદાવાદ, ઇલેશ ચાંડપા-કેશોદ, સુનીલભાઇ શાહ-બરોડા, ડો. યોગેશભાઇ રાયચુરા-પ્રમુખ-રાજકોટ સર્જન્સ એસોસિએશન.

       

 (04:50 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS