NRI Samachar

News of Wednesday, 11th January, 2017

‘‘પ્રેસિડન્‍શીયલ અર્લી કેરીયર એવોર્ડ ફોર સાયન્‍ટીસ્‍ટસ એન્‍ડ એન્‍જીનીયર્સ (Pecase)'': પ્રેસિડન્‍ટ બરાક ઓબામાના હસ્‍તે સન્‍માનિત કરાયેલા ૧૦૨ સાયન્‍ટીસ્‍ટમાં પાંચ ઇન્‍ડિયન અમેરિકનનો સમાવેશઃ કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં જ સમાજ માટે એગ્રિકલ્‍ચર, કોમર્સ,ડીફેન્‍સ,હેલ્‍થ, સહિતના ક્ષેત્રોમાં વિશિષ્‍ટ યોગદાન આપવા બદલ કરાયેલી કદરઃ શ્રી પંકજ લાલ,કૌશિક ચૌધરી,મનિષ અરોરા, સુશ્રી કાશ્‍મીરા તથા આરાધના ત્રિપાઠીએ ભારતનું નામ રોશન કર્યુ

         વોશીંગ્‍ટનઃ અમેરિકાના પ્રેસિડન્‍ટ બરાક ઓબામાએ ૯ જાન્‍યુ.૨૦૧૭ના રોજ દેશના ૧૦૨ સાયન્‍ટીસ્‍ટને ‘‘પ્રેસિડન્‍શીઅલ અર્લી કેરીઅર એવોર્ડ ફોર સાયન્‍ટીસ્‍ટસ એન્‍ડ એન્‍જીનીયર્સ'' (Pecase)થી સન્‍માનિત કર્યા છે જેમાં ઇન્‍ડિયન અમેરિકનોએ પણ સ્‍થાન મેળવ્‍યું છે.

         Pecase એવોર્ડથી સન્‍માનિત થનારા ઇન્‍ડિયન અમેરિકનોમાં મોન્‍ટ કલેર સ્‍ટેટ યુનિવર્સિટીના એગ્રીકલ્‍ચર ડીપાર્ટમેન્‍ટના પ્રોફેસર પંકજ લાલ, નોર્થ ઇસ્‍ટર્ન યુનિવર્સિટી ડીફેન્‍સ ડીપાર્ટમેન્‍ટના કૌશિક ચૌધરી, માઉન્‍ટ સિનાઇ સ્‍થિત ઇકાહન સ્‍કૂલ ઓફ મેડીસીનના ડીપાર્ટમેન્‍ટ ઓફ હેલ્‍થ એન્‍ડ હયુમન સર્વિસના મનિષ અરોરા, તથા ડીસીઝ કન્‍ટ્રોલ એન્‍ડ પ્રિવેન્‍શન ડીપાર્ટમેન્‍ટના કાશ્‍મીરા, તેમજ નેશનલ  સાયન્‍સ ફાઉન્‍ડેશન એરીયા (NSFA)ના આરાધના ત્રિપાઠીનો સમાવેશ થાય છે.

         ઉપરોક્‍ત એવોર્ડ વિજેતાઓએ તેમની કારકિર્દીના શરૂઆતમના વર્ષોમાં જ સમાજ માટે એગ્રિકલ્‍ચર, કોમર્સ, ડીફેન્‍સ, એજ્‍યુકેશન, એનર્જી, હેલ્‍થ,હયુમન સર્વિસ, સાયન્‍સ, એન્‍જીનીયરીંગ તેમજ એન્‍વાયરમેન્‍ટ સહિતના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્‍ટ પ્રદાન આપ્‍યું છે તેવું એવોર્ડ વિતરણ સમારોહ પ્રસંગે પ્રેસિડન્‍ટ બરાક ઓબામાએ જણાવ્‍યુ હતું.

 (10:32 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS