NRI Samachar

News of Wednesday, 11th January, 2017

શ્રીલંકન અમેરિકન મહિલા સુશ્રી રોહિણી કોસોગ્‍લુને પોતાના સ્‍ટાફમાં ડેપ્‍યુટી ચિફ તરીકે નિમણુંક આપતા સુશ્રી કમલા હેરીસઃ છેલ્લા દસકાનો કોંગ્રસની કાર્યવાહી અંગેનો અનુભવ ધ્‍યાને લીધો

શ્રીલંકન અમેરિકન મહિલા સુશ્રી રોહિણી કોસોગ્‍લુને પોતાના સ્‍ટાફમાં ડેપ્‍યુટી ચિફ તરીકે નિમણુંક આપતા સુશ્રી કમલા હેરીસઃ છેલ્લા દસકાનો કોંગ્રસની કાર્યવાહી અંગેનો અનુભવ ધ્‍યાને લીધો

             કેલિફોર્નિયાઃ યુ.એસ.માં કેલિફોર્નિયામાંથી સેનેટમાં ચૂંટાઇ આવનાર સૌપ્રથમ ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરીસએ તેમના ડેપ્‍યુટી ચિફ ઓફ સ્‍ટાફ તરીકે શ્રીલંકન અમેરિકન મહિલા સુશ્રી રોહિણી કોસોગ્‍લુની નિમણુંક કરી છે.જેઓ છેલ્લા દસકાથી સેનેટ કાર્યવાહીનો અનુભવ ધરાવે છે. 

            ઉપરોક્‍ત નિમણુંક આપી સુશ્રી કમલાએ જણાવ્‍યું હતું કે કોંગ્રેસની કાર્યવાહીનો અનુભવ ધરાવતા તથા કેલિફોર્નિયાના પ્રશ્નોને વોશીંગ્‍ટન ડીસીમાં વાચા આપવા તથા કોમ્‍યુનીટીની નીતિ રીતિઓ વિષયક વિચારો દ્વારા રાષ્‍ટ્રનુ ઘડતર કરવા આપણી ટીમમાં સુશ્રી રોહિણીના જોડાવા બદલ હું હર્ષ અનુભવું છુ.

            સુશ્રી રોહિણી મિચીગન તથા જયોર્જ વોશિંગ્‍ટન યુનિવર્સિટીના ગ્રેજ્‍યુએટ છે તેમણે આ અગાઉ પણ સેનેટર મિચેલ બેનેટ તથા ડી કોલોના સિનીયર એડવાઇઝર તરીકે સેવાઓ આપેલી છે તથા લેન્‍ડમાર્ક લોઝ, એફોર્ડેબલ કેર એકટ સહિતના ક્ષેત્રે સંસદીય કાર્યવાહીનો અનુભવ મેળવેલો છે.

             

 (10:31 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS