NRI Samachar

News of Wednesday, 11th January, 2017

આગામી ૨૦ જાન્‍યુ.ના રોજ અમેરિકાના ૪૫મા પ્રેસિડન્‍ટ તરીકે ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સોગંદ લેશેઃ શપથ વિધિને ઉમંગભેર વધાવવા ઇન્‍ડિયન અમેરિકન રિપબ્‍લીકન અગ્રણીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂઃ ૧૯ જાન્‍યુ.ના રોજ યોજાનાર ખાસ સમારોહમાં ટ્રમ્‍પના વહીવટીતંત્રમાં મહત્‍વનું સ્‍થાન મેળવનાર સુશ્રી નિક્કી હેલીનું બહુમાન કરાશેઃ ૨૦ જાન્‍યુ.ના રોજ શપથ વિધિ પ્રસંગે ભારતીય સંસ્‍કૃતિનું નિદર્શન કરાવતો પ્રોગ્રામ રજુ કરાશે

         વોશીંગ્‍ટનઃ આગામી ૨૦ જાન્‍યુ.ના રોજ અમેરિકાના ૪૫મા પ્રેસિડન્‍ટ તરીકે સોગંદ લેનાર ડોનાલ્‍ડ ટ્રમ્‍પની શપથ વિધિને ઉમંગભેર વધાવવા ઇન્‍ડિયન અમેરિકન રિપબ્‍લીક અગ્રણીઓ સજ્જ થઇ રહ્યા છે જે માટે ૧૯ જાન્‍યુ.ના રોજ ખાસ સમારોહનું આયોજન કરાયું છે જેમાં ટ્રમ્‍પના વહીવટી તંત્રમાં મહત્‍વનો હોદો મેળવનાર સાઉથ કેરોલિના ગવર્નર સુશ્રી નિક્કી હેલી સહિતનાઓનું બહુમાન કરાશે.

         ઉલ્લેખનીય છે કે સુશ્રી નિક્કી હેલીને યુનાઇટેડ નેશન્‍શ ખાતેના અમેરિકાના એમ્‍બેસેડર તરીકે નિમણુંક મળી છે જે કેબિનેટ દરજજાનો હોદો છે.

         એશિયન પેસિફિક અમેરિકન આયોજીત સમારોહનું આયોજન એડવાઇઝરી કમિટી તથા નેશનલ કમિટી ફોર એશિયન અમેરિકન રિપબ્‍લીકન્‍શના ઉપક્રમે કરાયું છે જેમાં ઇન્‍ડિયન અમેરિકન અગ્રણીઓ વર્જીનીયા સ્‍થિત શ્રી યુનિત આહલુવાલિયા, કેલિફોર્નિયા સ્‍થિત શ્રી કે.વી.કુમાર, ઇલિનોઇસ સ્‍થિત શ્રી શલભ કુમાર, તથા ફલોરિડા સ્‍થિત શ્રી હોરી વાલિઆ સહિતનાઓનો સમાવેશ થાય છે જેઓ એક ઉમદા પ્રેસિડન્‍ટના આગમનને ઉમંગભેર વધાવવા આતુરગ છે જેમના નેતૃત્‍વમાં અમેરિકા તથા ભારત વચ્‍ચેના સંબંધો વધુ દૃઢ બનવાની અપેક્ષા છે.

         ડોનાલ્‍ડ ટ્રમ્‍પની શપથવિધિ ૨૦ જાન્‍યુ.ના રોજ મેફલાવર હોટલના ઐતિહાસિક બોલરૂમમાં થશે જેમાં ટ્રમ્‍પના વહીવટી તંત્રમાં શામેલ કરાયેલા અગ્રણીઓ હાજરી આપશે. જેમાં વાઇસ પ્રેસિડન્‍ટ ઇલે.માઇક પેન્‍સ, હાઉસ સ્‍પીકર પાઉલ શ્‍યાન, સેનેટર માર્કોરૂબીઓ, તથા આગામી હાઉસ ચિફ ઓફસ્‍ટાફ રેઇન્‍સ પ્રેઇબસનો સમાવેશ થાય છે.

         ઉપરોક્‍ત પ્રસંગે એશિયન સંસ્‍કૃતિનું નિદર્શન દર્શાવતો પ્રોગ્રામ પણ રજુ થશે ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું પદગ્રહણ APAAC તથા નેશનલ એશિયન પેસિફીક અમેરિકન લીડર્સ માટે મહત્‍વનું સિમાચિહન બની રહેશે. કારણ કે ટ્રમ્‍પને ચૂંટાવવામાં તેમણે મહત્‍વનું યોગદાન આપ્‍યું છે.

 (10:30 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS