NRI Samachar

News of Wednesday, 11th January, 2017

ભારતના ચલણમાંથી રદ કરાયેલી નોટો બદલવાની મુદત ૩૧ ડિસેં. સુધી લંબાવવા વિદેશ સ્‍થિત ભારતીયોની માંગણી : બેંગલુરૂમાં યોજાઈ ગયેલા પ્રવાસી ભારતીય દિવસમાં ઉપસ્‍થિત GOPIO ના પ્રતિનિધિઓ તથા દુબઈ તેમજ મસ્‍કત સ્‍થિત અગ્રણીઓ દ્વારા રજુઆત

ભારતના ચલણમાંથી રદ કરાયેલી નોટો બદલવાની મુદત ૩૧ ડિસેં. સુધી લંબાવવા વિદેશ સ્‍થિત ભારતીયોની માંગણી : બેંગલુરૂમાં યોજાઈ ગયેલા પ્રવાસી ભારતીય દિવસમાં ઉપસ્‍થિત GOPIO ના પ્રતિનિધિઓ તથા દુબઈ તેમજ મસ્‍કત સ્‍થિત અગ્રણીઓ દ્વારા રજુઆત

         

         

         તાજેતરમાં ૭ થી ૯ જાન્‍યુ. ૨૦૧૭ દરમિયાન યોજાઈ ગયેલા ૧૪માં પ્રવાસી ભારતીય દિવસમાં ઉપસ્‍થિત વિદેશ સ્‍થિત ભારતીયોએ ભારતના ચલણમાંથી રદ કરાયેલી ૫૦૦ તથા ૧૦૦૦ રૂપિયાની નોટો બદલવા માટે તેઓને અપાયેલી મુદત ૩૦ જુન થી લંબાવીને ૩૧ ડિસેં. સુધી કરવા માંગણી કરી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

         ઉપરોક્‍ત મંતવ્‍ય વ્‍યકત કરનારા વિદેશમાં વસતા ભારતીયોમાં દુબઈ સ્‍થિત શ્રી થોમસ અબ્રાહમ, મસ્‍કત સ્‍થિત કેરાળાના વતની શ્રી ગોપાલન કુટ્ટી કર્નાવર તેમજ ‘‘ગ્‍લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પિપલ ઓફ ઈન્‍ડિયન ઓરીજીન (GOPIO) નો સમાવેશ થાય છે.

         રજુઆત કરનારાઓના મતે તેઓ દર વર્ષે એકાદ બે વાર ભારત આવતા હોય છે તેથી તેમને નોટો બદલવાની મુદત લંબાવી આપવી જોઈએ અથવા તો વિદેશોમાં આવેલા ભારતીય દૂતાવાસની કચેરીમાં સ્‍ટેટ બેંક કે અન્‍ય રાષ્‍ટ્રીયકૃત બેંકનાં કાઉન્‍ટરની વ્‍યવસ્‍થા કરવી જોઈએ.

         તેમણે વડાપ્રધાન શ્રી મોદીના નોટો રદ કરવાના નિર્ણયને વધાવવાની સાથોસાથ ઉપરોક્‍ત રજુઆત કરી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 (10:29 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS