NRI Samachar

News of Tuesday, 10th January, 2017

મેકિસકોમાં યુ.એસ.કોન્‍સ્‍યુલ ઓફિસર ઉપર ગોળીબાર કરવાના આરોપસર ૩૧ વર્ષીય યુવાન ઝાફર ઝીયાની ધરપકડઃ આરોપી ભારતીય મૂળનો અમેરિકન નાગરિક હોવાનું અનુમાનઃ પિસ્‍તોલ, હોન્‍ડા, ગાંજો સહિતની વસ્‍તુઓ સાથે પકડાયેલા યુવાન માટે અમેરિકન સરકારે ૨૦ હજાર ડોલરનું ઇનામ જાહેર કર્યુ હતું

         ન્‍યુયોર્કઃ મેકિસકોમાં યુ.એસ. કોન્‍સ્‍યુલના ઓફિસર ઉપર ગોળીબાર કરવાના આરોપસર ૩૧ વર્ષીય યુવાન ઝાફર ઝીયાની ધરપકડ થઇ છે. જે ભારતીય મૂળનો હોવાનું માનવામાં આવે છે જે અમેરિકાનો નાગરિક છે

         ૬ જાન્‍યુ.ના રોજ યુ.એસ.ના કોન્‍સ્‍યુલ ઓફિસર ઉપર ગોળીબાર કરનાર યુવાનની ઓળખ ભારતીય મૂળના અથવા હિન્‍દુ તરીકે ૯ જાન્‍યુ.ના રોજ બિનસત્તાવાર રીતે જાહેર કરાઇ હતુ. આ યુવાનને અમેરિકા મોકલી તેની ઓળખ અંગે વિશેષ જાણકારી મેળવાશે. તેવું સ્‍થાનિક મિડિયા તથા ટિવટર દ્વારા જણાવાયું હતું. જો કે યુ.એસ.ના સત્તાવાળાઓએ હજુ સુધી આરોપીની ઓળખ જાહેર કરી નથી જો કે આક્રમણનો હેતુ આતંકવાદ નહીં પણ વીઝા પ્રશ્ન અંગે હોવાનુ અનુમાન છે આરોપી યુવાન પાસેથી ૩૯ કેલિબર પિસ્‍તોલ, કેલિફોર્નિયામાં રજીસ્‍ટર કરાવેલ ૨૦૦૦ હોન્‍ડા વેહીકલ ૩૩૬ ગ્રામ જેટલા ગાંજાના ૧૬ પેકેટ, સહિતની વસ્‍તુઓ પકડાઇ છે તેવું બિનસત્તાવાર રીતે જણાવાયું હતું તેની ધરપકડ માટે યુ.એસ.ગવર્મેન્‍ટ દ્વારા ૨૦ હજાર ડોલરનું ઇનામ જાહેર કરાયુ હતુ. તેવું મેકસીન મિડીયાએ જણાવ્‍યું હતું.

 (09:45 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS