NRI Samachar

News of Tuesday, 10th January, 2017

બેંગલુરૂમાં ૭ થી ૯ જાન્‍યુ.૨૦૧૭ દરમિયાન યોજાયેલા પ્રવાસી ભારતીય દિવસના સમાપન પ્રસંગે ૩૦ NRIનું PBD એવોર્ડથી સન્‍માનઃ પોર્ટુગલના પ્રાઇમ મિનીસ્‍ટર શ્રી એન્‍ટોનિઓ કોસ્‍ટા, તથા ઇન્‍ડિયન અમેરિકન ડીપ્‍લોમેટ સુશ્રી નિશા દેસાઇ બિશ્વાસને પબ્‍લીક સર્વીસ એવોર્ડઃ બ્રિટનના સુશ્રી પ્રીતિ પટેલ, તથા સુશ્રી નિતા ગિલ લીડરશીપ એવોર્ડથી સન્‍માનિતઃ યુ.એ.ઇ. જાપાન, સિંગાપોર, સહિતના દેશોમાંથી આવેલા ભારતીયોને વિવિધ ક્ષેત્રે વિશિષ્‍ટ કામગીરી બદલ રાષ્‍ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીના હસ્‍તે PBD એવોર્ડ આપી સન્‍માનિત કરાયા

બેંગલુરૂમાં ૭ થી ૯ જાન્‍યુ.૨૦૧૭ દરમિયાન યોજાયેલા પ્રવાસી ભારતીય દિવસના સમાપન પ્રસંગે ૩૦ NRIનું PBD એવોર્ડથી સન્‍માનઃ પોર્ટુગલના પ્રાઇમ મિનીસ્‍ટર શ્રી એન્‍ટોનિઓ કોસ્‍ટા, તથા ઇન્‍ડિયન અમેરિકન ડીપ્‍લોમેટ સુશ્રી નિશા દેસાઇ બિશ્વાસને પબ્‍લીક સર્વીસ એવોર્ડઃ બ્રિટનના સુશ્રી પ્રીતિ પટેલ, તથા સુશ્રી નિતા ગિલ લીડરશીપ એવોર્ડથી સન્‍માનિતઃ યુ.એ.ઇ. જાપાન, સિંગાપોર, સહિતના દેશોમાંથી આવેલા ભારતીયોને વિવિધ ક્ષેત્રે વિશિષ્‍ટ કામગીરી બદલ રાષ્‍ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીના હસ્‍તે PBD એવોર્ડ આપી સન્‍માનિત કરાયા

         

         

         બેંગલુરૂઃ તાજેતરમાં બેંગલુરૂ મુકામે ૭ થી ૯ જાન્‍યુ. દરમિયાન ઉજવાઇ ગયેલા ૧૪મા ભારતીય પ્રવાસી દિવસના અંતિમ દિવસે એટલે કે ૯ જાન્‍યુ ૨૦૧૭ના રોજ રાષ્‍ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીના વરદ હસ્‍તચે NRI ને PBD એવોર્ડ આપી તેમનું બહુમાન કરાયુ હતું જેમાં પોર્ટુગલના પ્રાઇમ મીનીસ્‍ટર શ્રી એન્‍ટોનીઓ કોસ્‍ટા તથા ઇન્‍ડિયન અમેરિકન ડીપ્‍લોમેટ સુશ્રી નિશા દેસાઇ બિશ્વાસનો પણ સમાવેશ થતો હતો.

         ૪૮ વર્ષીય સુશ્રી નિશા દેસાઇ બિશ્વાસ ગુજરાતના વતની છે. તથા બાંગલાદેશથી ઉઝબેકિસ્‍તાન સુધીના ૧૧ રાષ્‍ટ્રો સાથે યુ.એસ.ની વિદેશ નીતિથી જોડાયેલા છે તેમનું જાહેર સેવાઓ બદલ એવોર્ડ આપી સન્‍માન કરાયું હતું.

         એવોર્ડ પ્રાપ્‍ત કરનારા ૩૦ વિદેશ સ્‍થિત ભારતીયોમાં અમેરિકાના ૬, બ્રિટનના ૨, યુ.એ.ઇ.ના ૨ તથા બાકીના ૨૭ જુદા જુદા રાષ્‍ટ્રોમાં વસતા ભારતીયોનો સમાવેશ થતો હતો. જેમાં અમેરિકાના ૬ પૈકી સુશ્રી નિશા દેસાઇ બિશ્વાસ, શ્રી હરિ બાબુ બિંદલ શ્રી ભરત હરિદાસ બારાઇ, શ્રી મહેશ મહેતા, શ્રી રમેશ શાહ તથા શ્રી સંપટકુમાર શિવાંગીનો સમાવેશ થાય છે  જેઓને એનવાયર મેન્‍ટ એન્‍જીનીયરીંગ, કોમ્‍યુનીટી સર્વિસ તથા કોમ્‍યુનીટી લીડરશીપ ક્ષેત્રે વિશિષ્‍ટ યોગદાન બદલ એવોર્ડ આપી સન્‍માનિત કરાયા હતા.

         જયારે બ્રિટન સ્‍થિત NRIમાં સુશ્રી  પ્રીતિ પટેલ તથા સુશ્રી નિના ગિલનેક એવોર્ડ આપી સન્‍માનિત કરાયા હતા.યુ.એ.ઇ. નિવાસી એવોર્ડ વિજેતા ભારતીયોમાં શ્રી વાસુદેવ શામદાસ શ્રોફ તથા ઇન્‍ડિયા સોશીયલ કલ્‍ચર સેન્‍ટરના પ્રતિનિધિનો સમાવેશ થયો હતો.

         કોમ્‍યુનીટી સર્વિસ ક્ષેત્રે બેલ્‍મ્‍યિમ સ્‍થિત એન્‍ટવર્ય ઇન્‍ડિયન એશોશિએશન તથા સિંગાપોરના ઇન્‍ડિયન એશોશિએશન ઓફ રિંગાપોરનું એવોર્ડ આપી બહુમાન કરાયું હતું. ઉપરાંત ઓસ્‍ટ્રેલિયા, બ્રુની, જીબુટી, તથા લિબીયાના પ્રતિનિધિઓને કોમ્‍યુનીટી ક્ષેત્રે વિશિષ્‍ટ કામગીરી બદલ સન્‍માનિત  કરાયા હતા. તેમજ મોરેશીયસના શ્રી પ્રવિણકુમાર જુગુનાથ તથા ત્રિનિદાદ ટોબેગોના શ્રી વિન્‍સ્‍ટન ચંદ્રભાણ ડુકેરનનું પબ્‍લીક સર્વિસ માટે સન્‍માન કરાયું હતું.

         આર્ટસ તથા કલ્‍ચર ક્ષેત્રે ફ્રાંસના શ્રી રઘુનાથ મેરી અન્‍ટોનિન મેનેટ તથા જાપાનથી આવેલા શ્રી સંદીપ કુમાર ટાગોરને PBD એવોર્ડથી સન્‍માનિત કરાયા હતા.

         એવોર્ડથી સન્‍માનિત થનારા અન્‍ય વિદેશ સ્‍થિત ભારતીયોમાં કેનેડાના શ્રી મુકુંદ ભીખુભાઇ પુરોહિત, થાઇલેન્‍ડથી આવેલા શ્રી સુશીલકુમાર સરાફ, ફીજીના શ્રી વિનોદચંદ્ર પટેલ, ઇઝરાઇલના શ્રી લાએલ એન્‍સોન ઇ.બેસ્‍ટ, મલેશિયાથી આવેલા શ્રી ટાન શ્રી ડાટો, કતારના શ્રી રાઘવન સીથારામત, સાઉદી અરેબિયાના શ્રી જીનત મુસરત જાફરી, તથા સ્‍વિડનથી આવેલા શ્રી કરાની બલરામન સંજીવીને  PBD એવોર્ડથી સન્‍માનિત કરાયા હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

          

 (09:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS