NRI Samachar

News of Tuesday, 10th January, 2017

અમેરિકાના નવનિયુક્‍ત પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનો સપાટોઃ બરાક ઓબામાની સરકારે વિદેશોમાં નિમેલા તમામ રાજદૂતોને ૨૦ જાન્‍યુ.સુધીમાં હોદાનો ત્‍યાગ કરી દેવાનો હુકમઃ ભારત ખાતે નિમાયેલા શ્રી રિચાર્ડ વર્માની જગ્‍યાએ શ્રી શલભ ‘‘શાલી'' કુમારની નિમણુંક થવાની શકયતાઃ ૨૦ જાન્‍યુ.ના રોજ શપથવિધિ બાદ નામો નક્કી થવાની સંભાવના

         વોશીંગ્‍ટનઃ અમેરિકાના નવુનિયુક્‍ત પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની ટ્રાન્‍ઝીશન ટીમએ જારી કરેલી સુચના મુજબ વિદેશો સ્‍થિત અમેરિકાના તમામ એમ્‍બેસેડરએ મોડામાં મોડા ૨૦ જાન્‍યુ.૨૦૧૭ સુધીમાં પોતાના હોદાનો ત્‍યાગ કરી દેવાનો રહેશે. આ તારીખે ડોનાલ્‍ડ ટ્રમ્‍પટની સોગદવિધિ માટે નક્કી કરાયેલી તારીખ છે જે બીજા દેશોમાં નિમાયેલા અમેરિકાના રાજદૂતો માટે હોદાનો ત્‍યાગ કરવાની  છેલ્લી તારીખ છે જે પૂરી થયા બાદ વધારાનો કોઇ સમય નહીં આપવમાં આવે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

         ઉપરોક્‍ત આદેશથી વિદેશોમાં ફરજ બજાવતા અમેરિકન રાજદૂતા માટે તેમના બાળકોના શિક્ષણનો સવાલ ઊભો થશે. જેઓને મિડટર્મમાં અભ્‍યાસ અધૂરો મુકવવો પડશે અથવા રાજદૂતે પ્રાઇવેટ નિવાસ સ્‍થાનમાં રહી ટર્મ પૂરી કરાવવી પડશે.

         વર્તમાન પ્રેસિડન્‍ટ બરાક ઓબામાએ રાજકિય દૃષ્‍ટિકોણ નજર સમક્ષ રાખી નિમેલા રાજદૂતોની જગ્‍યાએ ટ્રમ્‍પ દ્વારા નવા એમ્‍બેસેડરની નિમણુંક થશે.

         ભારતને લાગે વળગે છે ત્‍યાં સુધી ૨૦૧૪ની સાલમાં અમેરિકાના એમ્‍બેસડર તરીકે બરાક ઓબામા દ્વારા નિમાયેલા ઇન્‍ડિયન અમેરિકન શ્રી રિચાર્ડ વર્માની જગ્‍યાએ શ્રી શલભ ‘‘શાલી'' કુમારની નિમણુંક થઇ શકે છે તેવું જાણવા મળે છે.

 (09:43 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS