NRI Samachar

News of Tuesday, 10th January, 2017

આજ ૧૦ જાન્‍યુ.ના રોજ બરાક ઓબામાનું શિકાગો મુકામે ‘‘ગુડ બાય'' પ્રવચનઃ અમેરિકાના પ્રથમ મહિલા મિચેલ ઓબામા, વાઇસ પ્રેસિડન્‍ટ જો બિડેન, તથા તેમના પત્‍ની જીલ બિડેન, હાજર રહેશેઃ ૨૦૦૮ની સાલમાં પ્રેસિડન્‍ટ તરીકે ચૂંટાયા બાદ જયાંથી વિજય પ્રવચન કર્યુ હતું તે હોમ ટાઉન શિકાગોમાં હવે વિદાય પ્રવચન

         વોશીંગ્‍ટનઃ આજ ૧૦ જાન્‍યુ. ૨૦૧૭ના રોજ અમેરિકાના વર્તમાન પ્રેસિડન્‍ટ બરાક ઓબામાનું શિકાગો મુકામે ‘‘ગુડ બાય'' વિદાય પ્રવચન યોજાશે. જેમાં અમેરિકાના પ્રથમ મહિલા મિચેલ ઓબામા, વાઇસ પ્રેસિડન્‍ટ જો બિડેન, તથા તેમના પત્‍ની જીલ બિડેન ઉપરોક્‍ત પ્રસંગે હાજરી આપશે.

         ઉલ્લેખનીય  છે કે આજથી આઠ વર્ષ પહેલા એટલે કે ૨૦૦૮ની સાલમાં પ્રેસિડન્‍ટ તરીકે ચૂંટાઇ આવ્‍યા બાદ બરાક ઓબામાએ પોતાનું સૌપ્રથમ વિજય પ્રવચન શિકાગો મુકામેથી કર્યુ હતું. હવે ત્‍યાંથી જ વિદાય પ્રવચન કરશે તથા પોતાના હોમ ટાઉન શિકાગોમાં સપરિવાર સ્‍થાયી થશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 (09:42 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS