NRI Samachar

News of Tuesday, 10th January, 2017

અમેરિકાની કોંગ્રેસમાં ચૂંટાઇ આવેલા પાંચ ઇન્‍ડિયન અમેરિકનોનું વોશીંગ્‍ટન ડીસીમાં સન્‍માનઃ ‘‘ઇન્‍ડિયાસ્‍પોરા''ના ઉપક્રમે ૩ જાન્‍યુ.ના રોજ યોજાઇ ગયેલા ગાલા પ્રોગ્રામઃ સુશ્રી તુલસી ગબ્‍બાર્ડ, શ્રી રો ખન્‍ના, સુશ્રી પ્રમિલા જયપાલ, શ્રી રાજા કૃષ્‍ણમુર્થી તથા ડો.એમી બેરાનું બહુમાન કરાયું: યુ.એસ. ખાતેના ભારતના નવનિયુક્‍ત એમ્‍બેસેડર શ્રી નવતેજ સરના સાથે પરિચય કરાવાયોઃ ડેમોક્રેટ તથા રિપબ્‍લીકન પાર્ટીના અગ્રણીઓની ઉપસ્‍થિતિ

         વોશીંગ્‍ટન ડીસીઃ અમેરિકાની કોંગ્રેસમાં ચૂંટાઇ આવેલા ઇન્‍ડિયન અમેરિકોનું સન્‍માન કરવાનો એક ભવ્‍ય ગાલા પ્રોગ્રામ ૩ જાન્‍યુ.૨૦૧૭ના રોજ ‘ઇન્‍ડિયાસ્‍પોરા'ના ઉપક્રમે વોશીંગ્‍ટન ડી.સી.માં યોજાઇ ગયો.

         ઉપરોક્‍ત સત્‍કાર સમારંભમાં હવાઇ ખાતેના હિન્‍દુ પ્રતિનિધિ સુશ્રી તુલસી ગબ્‍બાર્ડ, ડી-કેલિફો ર્નિયાના શ્રીરો ખન્‍ના, ડી.વોશીંગ્‍ટનના સુશ્રી પ્રમિલા જયપાલ ડી.ઇલિનો ઇસના પ્રતિનિધિ શ્રીરાજા કૃષ્‍ણમુર્થી તથા સતત ત્રીજી ટર્મમાં ડી.કેલિફોર્નિયાના પ્રતિનિધિ તરીકે કોંગ્રેસમાં ચૂંટાઇ આવનાર શ્રી ડો. એમી બેરાનો સમાવેશ થયો હતો. આ પ્રસંગે યુ.એસ.ની સેનેટમાં ચૂંટાઇ આવેલા સૌપ્રથમ ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરીસ તેમના વ્‍યસ્‍ત કાર્યક્રમને કારણે હાજર રહી શકાય નહોતા.

         સત્‍કાર સમારંભમાં ડેમોક્રેટ તેમજ રિપબ્‍લીકન અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઉપસ્‍થિત કોંગ્રેસના પ્રતિનિધિઓને યુ.એસ.ના નવનિયુક્‍ત ઇન્‍ડિયન એમ્‍બેસેડર શ્રી નવતેજ સરનાનો પરિચય કરાવાયો હતો.

         ઇન્‍ડિયાસ્‍પોરાના સ્‍થાપક શ્રી એમ.આર.રંગાસ્‍વામીએ આ તકે જણાવ્‍યું હતું કે અમેરિકાના રાજકારણમાં ભારતના વતનીઓ પ્રતિનિધિત્‍વ કરે તે કોઇપણ પાર્ટીના મેમ્‍બર હોય તો પણ ઇન્‍ડિયન અમેરિકન છે તથા કોમ્‍યુનીટી માટે ગૌરવ સમાન છે.

         તેમણે ઉમેર્યુ હતું કે કોંગ્રેસમાં મળેલ પ્રતિનિધિત્‍વથી સ્‍ટેટ લેવલે પણ ઇન્‍ડિયન અમેરિકનો માટે માર્ગ મોકળો થયો છે તેમણે સ્‍ટેટ કક્ષાએ રાજકિય ક્ષેત્રે ઊગતા સિતારાઓ સમાન કેલિફોર્નિયાના એસેમ્‍બલીમેન શ્રી આશ કાલરા, રિપબ્‍લીકન શ્રી નિરજ અંતાણી, તથા ડેમોકેટ શ્રી જય ચૌધરી પણ રાષ્‍ટ્રિય સ્‍તરે આગળ વધે તેવી કામના વ્‍યક્‍ત કરી હતી.

 (09:41 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS