Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

નવા મુખ્મંત્રી પંજાબમાંથી જ કોઈને બનાવાશે : કેજરીવાલ

સિસોદીયાના નિવેદન બાદ ખુલાસો કર્યો : તમામ વચન પૂર્ણ કરવાની જવાબદારી તેમની : કેજરીવાલ

   નવી દિલ્હી,તા. ૧૧ : મનિષ સિસોદીયાના નિવેદનના એક દિવસ બાદ આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલને પંજાબના મુખ્યમંત્રી તરીકે રજુ કરવાની અટકળો બાદ કેજરીવાલે પોતે આજે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પંજાબના મુખ્યમંત્રી પંજાબમાંથી જ રહેશે. પ્રજાને વચન આપવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રી જે પણ બનશે તે તમામ વચનો પાળશે. વચનો પુરા કરવાની જવાબદારી તેમની રહેશે. મુખ્યમંત્રી પાસેથી તમામ વચનો પૂર્ણ કરવાની તેઓ ખાતરી આપે છે. પંજાબમાં એક ચૂંટણી રેલીને સંબોધતા કેજરીવાલે કહ્યું હતું કે તેમને મીડિયાના લોકો પૂછે છે કે પંજાબના મુખ્યમંત્રી પંજાબના હશે કે કેમ આ સંબંધમાં તેઓ કહે છે કે જો મુખ્યમંત્રી પંજાબના રહેશે નહીં તો શું પાકિસ્તાનના મુખ્યમંત્રી બનાવાશે ? પંજાબના મુખ્યમંત્રીને લઈને પણ તેઓએ પ્રહારો કર્યા હતા. સાથે સાથે શાસક પાર્ટીઓ ઉપર પણ પ્રહારો કર્યા હતા. વિપક્ષી નેતાઓ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે તેઓ બાદલોને, મજેઠીયાને અને કેપ્ટનને એક વાત કહેવા માંગે છે કે આમ આદમી પાર્ટી પંજાબમાં ખૂબ જ આક્રમક રીતે કામ કરશે અને તમામ પૈસા કાઢી લેવામાં આવશે. લંૂટેલા પૈસા પરત મેળવી લેવાશે. અત્રે ઉલ્લેખનિય છે કે ગઈકાલે મંગળવારના દિવસે પંજાબમાંં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટીએ પોતાના સૌથી મોટો દાવ રમી કાંઢ્યો હતો. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ આજે દાવો કર્યો હતો કે, દિલ્હીના મુખ્યમંત્રી અને એએપીના નેતા અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી પદના ઉમેદવાર રહેશે.મનિષ સિસોદિયાએ મોહાલીની રેલીમાં આજે આ મુજબની વાત કરી હતી. મનિષ સિસોદિયાએ શબ્દોની રમત રમતા આ અંગેની વાત કરી હતી. જેને લઈને નવી ચર્ચાઓ શરૂ થઈ હતી.

 (09:34 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો