Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે વિવિધ ક્ષેત્રમાં વિકાસની તક

કન્ટ્રી સેમિનારમાં ફળદાયી ચર્ચા વિચારણા : ઓસ્ટ્રેલિયાની ૭૦ ટકા ઈકોનોમી સર્વિસ સેકટરની સાથે સંકળાયેલી હોવાથી પરસ્પર વિકાસની તકો છે : રિપોર્ટ

   અમદાવાદ, તા.૧૧ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શિક્ષણ, માઈનિંગ, વોટર અને સ્પોર્ટસ સેક્ટરમાં પરસ્પર સહયોગ દ્વારા વિકાસની વિપુલ સંભાવનાઓ રહેલી હોવાનું ઓસ્ટ્રેલિયાના ભારત ખાતેના હાઈકમિશનર હરીન્દર સીધુએ જણાવ્યું હતું, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૭ અંતર્ગત આજરોજ મહાત્મા મંદિર ખાતે આયોજીત ઓસ્ટ્રેલિયાના કંટ્રી સેમિનારમાં ઉપસ્થિત રહેલા સીધુએ વધુમાં જણાવ્યું કે ભારતમાં માઈનિંગ ક્ષેત્રે વિકાસની વિપુલ સંભાવનાઓ રહેલી છે. ઓસ્ટ્રેલિયા દ્વારા આ ક્ષેત્રે વિશેષ ધ્યાન કેન્દ્રીય કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાની ૭૦ ટકા ઈકોનોમી સર્વિસ સેક્ટર સાથે સંકળાયેલી હોવાની મોર્ડન ઈકોનોમી, નવા આઈડીયા, નોલેજ અને ઈનોવેશન માટે ઓસ્ટ્રેલિયા ભારત અને ઓસ્ટ્રેલિયા ગુજરાત વચ્ચે પરસ્પર વિકાસની સંભાવના રહેલી હોવાનું સીધુએ જણાવ્યું હતું. રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ પંકજકુમારે જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં વિકાસની સમાન તકો રહેલી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સ્કીલ અને એજ્યુકેશનલ ફિલ્ડમાં ઓસ્ટ્રેલિયા ભારત માટે ઉત્તમ દેશ છે. ક્લીન એનર્જી, એગ્રીકલ્ચર, સ્માર્ટ સિટી વોટર જેવા ક્ષેત્રોમાં વિકાસની શક્યતાઓ રહેલી છે. ઓસ્ટ્રેલિયા ભારત માટે સસ્તુ, સલામત અને આનંદદાયક હોવાથી તેની મુલાકાત લેવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા કાઉન્સિલના ચેરપર્સન અશોક જેકોબે જણાવ્યું કે શિક્ષણ માટે ઓસ્ટ્રેલિયા પસંદગીનો દેશ હોવાથી ભારતના પેરેન્ટસ દર વર્ષે ૧૦ બિલિયન ડોલર જેટલો ખર્ચ ઓસ્ટ્રેલિયામાં શિક્ષણ પાછળ ખર્ચે છે. કંટ્રી સેમિનારમાં ઉપસ્થિત રહેલા યુનિવર્સિટી ઓફ વોલોન્ગોગના ટ્રાન્સનેશનલ એજ્યુકેશન એન્ડ એલીયન્સિસ, ઈન્ટરનેશનલ સર્વિસીસ એન્ડ ડેવલપમેન્ટના ડાયરેક્ટર ડૉ. બીલ દમાચીસે જણાવ્યું કે ભારત માઈનિંગ સમૃદ્ધ દેશ હોવાથી અહી માઈનીંગમાં સલામતી અને તાલીમના ક્ષેત્રમાં વિકાસની સંભાવનાઓ રહેલી છે. ભારતમાં રીસર્ચ, શિક્ષણ અને તાલીમ સુવિધા વધારવા ઉપર તેમણે ખાસભાર મુક્યો હતો.

 (09:33 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો