Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

મોદીના વિઝન, મિશન અને એકશનનો લાભ ગુજરાતને

કોંગ્રેસ ગુજરાતની પ્રતિષ્ઠાને નુકસાનના પ્રયાસમાં : વિકાસ મેળામાં કોંગ્રેસ પાર્ટી યજમાન કે મહેમાન ન બને તો કાંઈ નહિં પણ શુભપ્રસંગે લાજવાના બદલે ગાજે નહીં

   અમદાવાદ, તા.૧૧ : ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ સેમિનારના પ્રણેતા નરેન્દ્ર મોદી સતત બે દિવસ ગુજરાતમાં રોકાઈને ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવા મદદરૂપ બન્યા છે. તેમના વિઝન, મિશન અને એકશનનો લાભ ગુજરાતને સદાય મળતો રહશે. પ્રધાનમંત્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીજી, વેકૈયા નાયડુ, નિર્મલા સીતારમન, પિયુષ ગોયલ સાથે ૧૬થી વધારે કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતના આ વાઈબ્રન્ટ સેમિનારમાં ઉપસ્થિત રહીને કેન્દ્ર ગુજરાતની પડખે છે તેવી પ્રતિતિ કરાવી હતી. પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, સાતત્ય રીતે ૮મી વાર વાઈબ્રન્ટ સમિટ યોજાનાર ગુજરાતએ દેશનું પ્રથમ રાજય બન્યું છે. વિશ્વનાં બાર દેશો પાર્ટનર બન્યાં હોય અને ૧૦૦થી વધુ દેશોના પ્રતિનિધિઓ અને ૬૦થી વધુ ગ્લોબલ સીઈઓ સાથે ૨૫૦૦૦થી પણ વધુ એમઓયુ થનાર હોય ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં યોજાયેલ આ વાઈબ્રન્ટ સેમિનારનો મુડીરોકાણ મેળો એ રોજગાર સાથે ગુજરાતના સર્વાંગી વિકાસનો મેળો બની રહેશે. મૂડીરોકાણ મેળાના વધામણા કરતા ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાતીઓ સમગ્ર વિશ્વમાં ગૌરવ સાથે ગુજરાતની શાંતિ એકતા વિકાસની સુગંધ ફેલાવી રહ્યા છે. વિશ્વ આખુ હરખની હેલીએ ગુજરાતના આંગણે આવ્યું હોય અને આખુ ગુજરાત વિકાસનાં વધામણા કરતું હોય ત્યારે કોંગ્રેસ દિલ્હીની ડેલીએ જઈને પત્રકાર પરિષદો યોજી ગુજરાતને બદનામ કરવા જુઠ્ઠા આક્ષેપો કરીને દુર્ગંધ ફેલાવવાના પ્રયાસ કરે છે. તે કોઈ કાળે યોગ્ય નથી. ગુજરાતની પ્રતિષ્ઠા, પ્રતિભા અને પ્રભાવને નુકશાન કરવાનું સતત પ્રયાસ કરી રહેલી કોંગ્રેસ હવે ગુજરાતને બદનામ કરવાનું બંધ કરે. ગુજરાતના વિકાસ મેળામાં કોંગ્રેસ યજમાન કે મહેમાન બને તો કાંઈ નહીં પણ આવા વિકાસનાં વધામણાના શુભપ્રસંગના લાજવાને બદલે ગાજે નહીં તેવી ગુજરાતનાં હિતમાં પંડ્યાએ કોંગ્રેસને અપીલ કરી હતી.

 (09:32 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો