Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

ગુજરાતમાં ફુડ ઈન્ડસ્ટ્રીઝના વિકાસની ઘણી તકોઃ રૂપાલા

કૃષિ આધારીત ઉદ્યોગો સ્થાપવા પ્રયાસ કરાશે : વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ખાતે સેમિનાર યોજાયો

   અમદાવાદ, તા.૧૧ : ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયેલ ૮મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટમાં આજે ફુડ પ્રોસેસિંગ દ્વારા કૃષિ વિકાસમાં વૃદ્ધિ વિષયક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૦૦૧થી કૃષિ વિકાસ માટે અનેકવિધ પગલા ભરાયા છે. કૃષિ વિકાસ માટે ગુજરાત સરકારની સાથે કેન્દ્ર સરકાર પણ કાર્યશીલ છે તેમ જણાવી રૂપાલાએ ઉમેર્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત દ્વારા ગુજરાતે માત્ર દેશના જ નહીં પણ વિશ્વના ઉદ્યોગકારો માટે એક પ્લેટફોર્મ પુરુ પાડયું છે. કેન્દ્રીય રાજયમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી ટુક સમયમાં નર્મદા યોજનાનું કાર્ય પૂર્ણ થશે જેના પરિણામે રાજયમાં સિંચાઈ માટેના પાણીની ઉપલબ્ધતા વધતા ખેત ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થશે. ખેતીની આવક વધતા તેને આનુષાંગિક કોલ્ડ સ્ટોરેજ વેરહાઉસ જેવી સુવિધાઓ વધશે. ખેત ઉત્પાદનરૂપી રો-મટીરિયલની મોટા પ્રમાણમાં ઉપલબ્ધતાને જોતા ગુજરાતમાં ફુડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ માટે વિકાસની વિપુલ તકો રહેલી છે. તેમણે આ તકે ફુડ માટે લોકોની બદલાતી જીવનશૈલી પણ આ ઈન્ડસ્ટ્રીઝના વિકાસ માટે મહત્વની બની રહેશે તેવી આશા પણ વ્યક્ત કરી તે દિશામાં કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૦૦૩થી શરૂ થયેલ વાયબ્રન્ટ સમિટે ગુજરાતને વિકાસના ક્ષેત્રે અગ્રેસર બનાવ્યું છે. રાજયમાં થયેલ દુધ ક્રાંતિની સાથે સરકારના કૃષિ વિકાસની નિતીના પરિણામે રાજયમાં કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. સાથોસાથ અહીંના ખેડુતો તેનો માલ ઈ નામના માધ્યમથી વિશ્વના કોઈપણ ખુણે વેચાણ કરવા સક્ષમ બન્યા છે. ગુજરાત સરકારે ખેડુત મિત્ર એપ્લિકેશન પણ ગ્રામીણ ક્ષેત્રના નવયુવાનોને માહિતી મળી રહે તે માટે બનાવી છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર કૃષિ આધારિત ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે પ્રતિબદ્ધ છે અને આ માટે ગુજરાતમાં ફુડ પ્રોસેસિંગ ઉદ્યોગો સ્થપાય તે માટે સક્રિય રોલ અદા કરશે તેમણે આ ક્ષેત્રે રોકાણની વિપુલ તકો હોવાનું જણાવી રોકાણકારોને આ ક્ષેત્રમાં રોકાણ કરવા અનુરોધ કર્યો હતો. રસનાના ચેરમેન અને મેનેજીંગ ડીરેક્ટર પીરૂઝ ખંભાતાએ દેશ વિદેશમાંથી આવેલા ફુડ પ્રોસેસિંગના બીઝનેસમેનોને સંબોધતા જણાવ્યું કે,  ગુજરાતમાં આવી તમારા પૈસાનું રોકાણ કરી મહત્તમ નાણા પરત મેળવો ગુજરાતનો વિકાસ પાંચ ગણો છે. ખેડુતોની આવક બમણી કરવા અને તેમનું જીવન ધોરણ સુધારવા માટે અનેકવિધ નિતિ ગુજરાત સરકાર અને ભારત સરકારે અમલમાં મુકી છે અને તેનો લાભા લો.ફુડ પ્રોસેસિંગને વિકસાવવા ગુજરાત સરકાર બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરુ પાડી રહી છે. કેન્દ્રના ફુડ પ્રોસેસિંગ, વિભાગના સચિવ અવિનાશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ફુડ પ્રોસેસિંગ ઉદ્યોગો માટે ગુજરાતમાં ઉજળી તકો રહેલી છે ગુજરાત સરકારની સાથે કેન્દ્ર સરકાર દ્વારા ખેતી અને ખેડુત તને સમૃદ્ધ બનાવવા અનેક યોજનાઓ અમલમાં મુકી છે જેના કારણે ખેત ઉત્પાદન વધ્યું છે જે ફુડ પ્રોસેસિંગ ઉદ્યોગો માટે મહત્વની બાબત છે. તેમણે આ તકે ફુડ પ્રોસેસિંગ ઉદ્યોગો માટે યોગ્ય કૌશલ્યવાળા માણસો મળે તે માટે વિવિધ ઈન્સ્ટીટ્યુટ દ્વારા સ્કીલ ડેવલપમેન્ટ કાર્યક્રમો પણ ચલાવવામાં આવી રહ્યા છે. તેમ જણાવ્યું હતું. કેન્દ્રના એગ્રીકલ્ચર કોર્પોરેશન અને ફાર્મસ વેલ્ફેરના સચિવ શોભન પટનાયકે જણાવ્યું હતું કે વિશ્વમાં વાયબ્રન્ટ ગુજરાત એક આગવો કાર્યક્રમ બની રહ્યો છે.

 (09:32 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો