Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

વાઈબ્રન્ટ સમિટથી ગુજરાત-અમિરાતના સંબંધો વિકસ્યા

ભારતમાં સંશોધનના ક્ષેત્રમાં અવકાશ છે : મુખ્યમંત્રીની યુએસ, જાપાન, કેનેડાના ટોપ પ્રતિનિધિઓ સાથે બેઠક : ફળદાયી વાતચીત યોજવામાં આવ્યાની ચર્ચા

   અમદાવાદ, તા.૧૧ : ગાંધીનગર ખાતે યોજાયેલ વાયબ્રન્ટ સમિટ-૨૦૧૭ દ્ધિતીય દિવસે યોજાયેલ કન્ટ્રી સેમિનારમાં યુનાઈડેટ આરબ અમિરાતના મિનિસ્ટર ઓફ સ્ટેટ ડૉ. રશીદ અહમદ બીન ફહાદે ભારત સાથેનો નાતો ધણો જુનો ગણાવ્યો હતો. તેમણે યુએઈના અબુધાબી, દુબઈ અને શારજહામાં ધમા ગુજરાતી ઉદ્યોગપતિઓ વસે છે જે સોના અને આભુષણ વેપાર સાથે સંકળાયેલા છે તેમ જણાવ્યું હતું. ડૉ. રશીદ અહમદે ગુજરાતની વેપારનીતીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, અહીં મુન્દ્રા સૌથી મોટો લોજીસ્ટીક પાર્ક છે તો વળી, બજારની જરૂરિયાત સમજી તે મુજબની અનુકુળતા ઉદ્યોગકારો માટે કરવામાં આવે છે. તેમણે ભારત અને યુએઈ રાજરીય સમજ ધરાવતા હોવાનું જણાવી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગસ્ટ-૨૦૧૫માં યુએઈ આવ્યા ત્યારે ભારત આવવા આમંત્રણ આપ્યું હતું અને એટલે આજે ફેબ્રુઆરી ૨૦૧૭માં ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટમાં આવવાનું થયું. તેમણે ગુજરાતમાં ઉદ્યોગોની વ્યાપક તકો હોવાનું ઉમેરી જણાવ્યું હતું કે, સોલાર વિન્ડ અને બાયોમાસ એનર્જીક્ષેત્રમાં વ્યાપક તકો હોવાનું જણાવ્યું હતું. યુએઈના રાજદુત ડૉ. અહમદ અલો બન્નાએ સેમિનારમાં પ્રવચન કરતા સમજાવ્યુ હતું કે, શારજહામાં રોકાણની ઉજળી તકો ગુજરાતીઓ માટે છે. આ ઉપરાંત  દુબઈમાં ટેક્સ ટાઈલક્ષેત્રમાં રોકાણ પણ કરવા જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે આજે વાયબ્રન્ટ સમિટ ૨૦૧૭ના દ્ધિતીય દિવસે વિવિધ દેશોના ૧૫ જેટલા મહાનુભાવોએ મેરેથોન વન ટુ વન બેઠકોનો ઉપક્રમ પ્રયોજ્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાતમાં ઉભરતા જતા ક્ષેત્રોમાં રોકાણની વિશાળ તકોથી તેમને અવગત કરાવ્યા હતા. બહુ જ સકારાત્મક માહોલમાં આ બેઠક યોજાઈ હતી. વિવિધ કંપનીના સીઈઓએ ગુજરાતમાં પોતાના ઉદ્યોગનું વિસ્તરણ અને નવા રોકાણો માટે ઉત્સુકતા દર્શાવી હતી. યુએસ કોન્સેલ જનરલની આગેવાની હેઠળ એમચેમ બિઝનેશ ડેલીગેશન સાથે મુખ્યમંત્રીએ વિજય રૂપાણીએ બેઠક યોજી હતી જેમાં ૨૪ પ્રતિનિધિઓ સાથે તેમની બિઝનેશને સાનુકુળ તકો અંગે ચર્ચા કરી હતી તેને અનુરૂપ ગુજરાત સરકારની પોલીસી તથા ઈન્ફ્રાસ્ટ્રકચરની માહિતી અધિકારીઓ દ્વારા અપાઈ હતી.

 (09:31 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો