Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

આગામી સમય GSTની યોગ્યતા પુરવાર કરી દેશે

૨૯ રાજ્યો, ૯૦ પક્ષો સાથે ચર્ચા બાદ નિર્ણય : પહેલી એપ્રિલ ૨૦૧૭થી જીએસટીને અમલી બનાવવા માટે પગલાંઓ : રૂપાણી, નીતિન પટેલે અભિપ્રાય આપ્યા

   અમદાવાદ, તા.૧૧ : રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આઠમી વાયબ્રન્ટ સમિટના વિમોચન બાદ પહેલો સેમિનાર જીએસટી બિલનો હોવો એ જ તેની મહત્વના પુરવાર કરે છે. અટલ બિહારી વાજપાઈજીએ જીએસટી લાવવાનો વિચાર રજુ કર્યો હતો. જે આટલા વર્ષે અમલ થવા જઈ રહ્યો છે. શરૂમાં ધણા પ્રશ્નો અને અસમંજસના કારણે જીએસટીથી ડરતા વેપારીઓ અને ઉદ્યોગકારો આજે તેને આવકારતા થનગને છે. જીડીપી લાભકર્તા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષની દરેક મિટિંગમાં દરેક રાજયની અલગ અલગ આર્થિક નીતીઓ અને રાજકીય સ્થિતિ હોવા છતાં દરેક નિર્ણયો સર્વસંમતિથી મંજુર થયા છે તેનો આનંદ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૯ રાજયો અને ૯૦ રાજકીય પક્ષો સાથે જીએસટી બિલ લાગુ અંગે ગહન ચર્ચા વિચારણા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીએસટીનો વિસ્તૃત પરિપેક્ષમાં અર્થ કર્યો હતો કે જી-ગ્રેટ સ્ટેટ ટુવાર્ડઝ ટ્રાન્સર્ફોમેશન, એસ ગ્રેટ સ્ટેટ ટુવાર્ડઝ ટ્રાન્સપરન્સી અને ટી ગ્રેટ સ્ટેટ ફોર ટીમ ઈન્ડિયા આ વ્યાપક છતાં સરળ અર્થનો ઉલ્લેખ કરતા વિજય રૂપાણીએ ઉમેર્યું હતું કે, સમગ્ર દેશમાં વસ્તુ અને સેવા પર એક સમાન ટેક્ષ રહેશે છતાં એકસપોર્ટ થનારી કોઈ વસ્તુને જીએસટી લાગુ નહી પડે. ગુજરાતના વેપારીઓ અને ઉદ્યોગકારો યોગ્ય દિશામાં વિકાસ સાધવા સરળ જીએસટી બિલ સ્વીકારવા આતુર છે. રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ જીએસટીએ ગેમ ચેન્જર સેમિનારમાં જણાવ્યું હતું કે, સૌ કોઈ ઈચ્છે છે કે, ઝડપથી વિકાસ પામી રહેલા દેશમાં વધુ વિદેશી ઈન્વેસ્ટરો આવે. સમગ્ર દેશમાં એક સરખા કર માળખા દ્વારા દેશનો વેપાર ઉદ્યોગ સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઉભો રહી શકે. જીએસટી બિલ લાગુ કરવાનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર કે રાજયની આવક વધારવાનો નહીં પરંતુ પ્રવર્તમાન કર પ્રણાલીમાં જે ખામીઓ છે તે દુર કરી સરળ પ્રણાલી ઉભી કરવાનો છે. જીએસટી બિલ લાગુ કરવાની જરૂરિયાત વિષે તેઓએ જણાવ્યું હતું કે, દરેક રાજયો અલગ અલગ ટેક્ષ નિતી અપનાવી સ્પર્ધાનો માહોલ ઉભો કરતા હતા. જેનાથી એકંદરે રાજયની આવક ઘટતી હતી. આથી એવો નિર્ણય પણ કરાયો કે, રાજય સરકાર ટેક્ષમાં ઘટાડો નહીં કરી શકે. દેશના દરેક રાજયના નાણામંત્રીઓ જીએસટી કાઉન્સીલના સભ્યો છે ત્યારે દરેક મંતવ્યો સુચનોને આવકાર્યા છે ગુજરાતના દરેક જિલ્લામાં આ બાબતે માર્ગદર્શન કેમ્પોનું પણ આયોજન કરાયું છે.

    કેન્દ્ર માટે સીજીએસટી અને આંતરરાજ્યોમાં વ્યવહારો માટે આઈજીએસટી કાયદો બનશે જે અલગ અલગ નથી પણ જીએસટી માળખાનો જ એક ભાગ છે તેમ સ્પષ્ટ કરતાં તેઓએ ઉમેર્યું હતું કે, જીએસટી લાગુ થતાં વેપાર ઉદ્યોગ અને સેવા દરેક ક્ષેત્રોમાં સરળ ટેક્ષ નિતી લાગુ પડશે અને દેશનોવિકાસ ઝડપી બનશે. જીએસટીમાં કેન્દ્ર અને રાજય સરકાર બંને સાથે મળી સુઆયોજીત રીતે કાર્ય કરશે તો આ કાયદો ખરો ફાયદો કરાવશે.

 (09:00 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો