Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

સમિટે ભારતને દુનિયા સાથે જોડવાનું કામ કર્યું

વલ્લભભાઈએ અભિપ્રાય આપ્યો

   અમદાવાદ, તા.૧૧ : શહેરી ગૃહ નિર્માણ રાજયમંત્રી વલ્લભભાઈ વઘાસિયાએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ ભારતને વિશ્વ સાથે જોડવાનું કામ કર્યું છે એવી લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભારતમાં શહેરીકરણનો વ્યાપ વધ્યો છે. દેશની ૩૧.૮ ટકા જનસંખ્યા શહેરોમાં વસે છે આગામી વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦ કરોડ જનસંખ્યા એટલે કે ૪૦ ટકા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે. મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સમગ્ર દેશમાં ઝડપથી વિકાસતુ રાજય છે.

   શહેરોમાં વસતા નાગરિકોને પાયાની અને માળખાગત સુવિધાઓ મળી રહે તે માટે સુનિયોજિત અને આયોજનબદ્ધ કાર્યયોજના સાથે રાજય સરકાર આગળ વધી રહી છે. ગુજરાતના ૬ શહેરોની કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી તરીકે પસંદગી કરવામાં આવી છે. આ તમામ શહેરોમાં નાગરિકોને પીવાનું પાણી, શહેરી પરિવહન, ધનકચરાનો અસરકારક નિકાલ, સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણની સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

 (08:58 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS