Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

પોલેન્ડ અને ભારત વચ્ચેના સંબંધ વધારે મજબૂત બનશે

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૭ : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટિ-૨૦૧૭ના અનુસંધાને ઈન્સ્પાયરીંગ પોલેન્ડ બિઝનેસ સેમિનારનું આયોજન થયું

   અમદાવાદ, તા.૧૧ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગ્લોબલ સમિટના માધ્યમથી પોલેન્ડ સાથે વ્યાપારની તકો વિસ્તૃત થશે તેમજ મૂડી રોકાણ તાલીમ અને જ્ઞાનના આદાન પ્રદાનની બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબુત બનશે. આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉપક્રમે યોજાયેલા ઈન્સ્પાયરીંગ પોલેન્ડ બિઝનેશ સેમિનારમાં ચાવીરૂપ પ્રવચન આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પોલેન્ડ વાયબ્રન્ટ ગુજરાતમાં કંટ્રી પાર્ટનર રહ્યું છે. યુરોપનું હ્ય્દય એવા પોલેન્ડે ભારતમાં મૂડી રોકાણની હંમેશા તત્પરતા દાખવી છે. આના પરિણામે ગુજરાતમાં અનેક મુડીરોકાણ આવશે જેનો લાભ ગુજરાત અને બંને દેશોને થશે તથા રોજગારીની તકો વધશે. પોલેન્ડના આ બિઝનેશ સેમિનારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલેન્ડના પોડકા પારકી રીજીયન તથા મેઝોવિયા રીજીયન અને ગુજરાત સરકાર વચ્ચે મુડી રોકાણના સમજુતી કરારો કર્યા હતા. આ સાથે પોલેન્ડની બકોમાં લી. અને ગુજરાત કો-ઓપરેટીવ મીલ્ક મોર્કેટીંગ ફેડરેશન વચ્ચે પણ સમજુતી કરાર થયા હતા. પોલેન્ડની મીનીસ્ટ્રી ઓફ ઈકોનોમિક્સના ડેપ્યુટી ટડેસ કોઝુન્સકીએ મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. પોલેન્ડમાં રોકાણની વિશાળ તકો અંગેના માહિતી આપી તેઓએ વિવિધ દેશોના રોકાણકારોને પોલેન્ડમાં રોકાણ માટે આમંત્રણ પાઠવ્યું હતું. મીનીસ્ટ્રી ઓફ ફોરેઈન અફેર્સના ડેપ્યુટી મીનીસ્ટર યોજના વ્હોરેન્કા વાયબ્રન્ટ ગુજરાત સમિટના માધ્યમથી પોલેન્ડનું પ્રતિનિધિત્વ કરવા મળ્યું તે બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીશ ઈન્ફોર્મેશન એન્ડ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ એજન્સીના ડૉ. કીઝોફ સેન્ગરે પોલેન્ડ અને ગુજરાત વચ્ચે ઓટોમોટીવ, એરોસ્પેસ, ઈલેક્ટ્રોનિકસ, આઈટી પ્રવાસન રીન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં રોકાણની વિશાળ તકો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આ સેમિનારના પોલેન્ડ અને ભારતની વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને રોકાણની વિવિધ તકો અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું.

 (08:58 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS