Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

ઈન્કમટેક્સ રેડમાં એક ડાયરી ૨૦૦૩માં મળી હતી : રિપોર્ટ

ડાયરીમાં લાંચની વાત કરવામાં આવી હતી : રાહુલ ગાંધી અને કેજરીવાલ ડાયરીમાં કરાયેલી વાતનો ઉલ્લેખ કરીને સતત આક્ષેપો મોદી ઉપર કરી રહ્યા હતા

   નવી દિલ્હી,તા. ૧૧ : સુપ્રિમ કોર્ટે સહારા-બિરલા ડાયરી મામલામાં તપાસની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. સમગ્ર મામલો અગાઉ પાડવામાં આવેલી રેડ સાથે સંબંધિત છે. એનજીઓ કોમન કોઝ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં તર્કદાર દલીલો કરવામાં આવી હતી. આ અરજીમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા મેળવવામાં આવેલા દસ્તાવેજોમાં સીટ મારફતે તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૩-૧૪માં આદિત્ય બિરલા ગ્રુપ અને સહારા ઉપર પાડવામાં આવેલા દરોડા દરમિયાન દસ્તાવેજો મળી આવ્યા હતા. આ દસ્તાવેજોમાં કેટલાક હાઈ પ્રોફાઈલ રાજકારણીઓને કટકીનો ઉલ્લેખ કરવાની વાત કરવામાં આવી હતી. ઈન્કમટેક્સના દરોડા દરમિયાન એક ડાયરી મળી આવી હતી. સહારાની ઓફિસમાંથી આ ડાયરી મળી હતી. જેમાં કથિત રીતે લખવામાં આવ્યું હતું કે વર્ષ ૨૦૦૩માં ગુજરાતના મુખ્યમંત્રીને રૃપિયા ૨૫ કરોડની લાંચ આપવામાં આવી હતી. તે વખતે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ ઉપરાંત ત્રણ અન્ય મુખ્યમંત્રીઓને પણ લાંચ આપવામાં આવી હતી. આ ડાયરીના આધાર ઉપર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા.

   નરેન્દ્ર મોદીને આજે મોટી રાહત થયા બાદ ભાજપના કાર્યકરોને પણ રાહત થઈ છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારેઆ આક્ષેપ પ્રતિ આક્ષેપના દોરથી ભાજપને નુકસાન થવાની શક્યતા હતી પરંતુ હવે વિરોધીઓમાં કોઈપણ પ્રકારની તક મળશે નહીં.

    

 (08:57 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો