Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

મોદીને રાહત : સહારા-બિરલા ડાયરી મામલામાં તપાસની ના

નક્કર પુરાવા હોવાનો સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ ઈનકાર કર્યો : હાલ વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી ચલાવતા તમામ અરજીદારોની તપાસની માંગ સુપ્રિમ કોર્ટે ફગાવી

   નવી દિલ્હી,તા. ૧૧ :વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે મોટી રાહત મળી ગઈ હતી. કારણ કે સુપ્રિમ કોર્ટે સહારા-બિરલા ડાયરીમાં તપાસ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રિમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે આમાં કોઈપણ પ્રકારના પુરાવા નથી. કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ હાલમાં જ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે નરેન્દ્ર મોદી હતા ત્યારે મોટા કર્પોરેટ હાઉસ તરફથી જંગી કટકી મેળવવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા રજુ કરવામાં આવેલા દસ્તાવેજોમાં કોઈ વિશ્વસનિયતા નથી. વડાપ્રધાન અને અન્યો સામે તપાસ કરી શકાય તેવા કોઈ પુરાવા મળી રહ્યા નથી. કોર્ટે કહ્યું હતું કે ભૂષણની અરજી મેરીટ ઉપર ટકે તેવી નથી. કાયદાની પ્રક્રિયામાં દુરૃપયોગ કરવામાં આવી શકે છે. પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે આ નિર્ણય દેશના નાગરિકો માટે એક ફટકા સમાન છે. સુપ્રિમ કોર્ટની પ્રતિષ્ઠાને લઈને પણ આના લીધે પ્રશ્નો ઉભા થશે.  રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ દસ્તાવેજોને ટાંકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ભ્રષ્ટાચારના સીધા આક્ષેપો કર્યા હતા. નવેમ્બર મહિનામાં પણ સુપ્રિમ કોર્ટે આ કેસમાં તપાસ કરવાના આદેશની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સાથે સાથે ભૂષણ દ્વારા રજુ કરવામાં આવેલા દસ્તાવેજોને પ્રમાણિક ગણાવ્યા ન હતા. આ તમામ દસ્તાવેજોને કાલ્પનિક રીતે ગણવામાં આવ્યા હતા. ગયા સપ્તાહમાં ભૂષણે ઈન્કમટેક્સ સાથે સંબંધિત રિપોર્ટ રજુ કર્યા હતા. પોતાના આક્ષેપો ટકી શકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. તપાસ કરવા માટે કોર્ટ આદેશ કરી શકે તે હેતુસર આ દસ્તાવેજો રજુ કરવામાં આવ્યા હતા પરંતુ સુપ્રિમ કોર્ટે આજે આ દસ્તાવેજોને ફગાવી દીધા હતા. કોર્ટે કહ્યું હતું કે આ અરજી મેરીટને લાયક નથી. ભૂષણ દ્વારા રજુ કરવામાં આવેલા દસ્તાવેજો અપૂરતા છે. સુપ્રિમ કોર્ટે આ દસ્તાવેજોને શૂન્ય તરીકે ગણાવીને અરજી કરનાર સંગઠનને નક્કર પુરાવા રજુ કરવા માટે કહ્યું હતું. અરજી કરનાર સંગઠન સીપીઆઈએલ દ્વારા સુપ્રિમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહેવામાં આવ્યું હતું કે આવકવેરા વિભાગની અપ્રેઝલ રિપોર્ટમાં ડાયરી અને ઈમેઈલ સ્પષ્ટપણે ઈશારો કરે છે કે રાજકીય નેતાઓને લાંચની ચૂકવણી કરવામાં આવી હતી. જેથી સુપ્રિમ કોર્ટે આ મામલામાં તપાસના આદેશ કરવા જોઈએ. એફિડેવિટમાં આ બાબતનો પણ ખુલાસો કરવામાં આવ્યો હતો કે આ ખૂબ જ આશ્ચર્યજનક ઘટના છે. જેમાં નક્કર પુરાવા રજુ કરવામાં આવ્યા હોવા છતાં તપાસનો આદેશ થઈ રહ્યા નથી. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે આ મામલામાં જો તપાસના આદેશ થતા નથી તો સુપ્રિમ કોર્ટ દ્વારા કોઈપણ મામલામાં તપાસના આદેશ કરવાની બાબત ન્યાય સંગત દેખાતી નથી. એફિડેવિટમાં કહેવામાં આવ્યું હતું કે બિરલા જૂથ ઉપર સીબીઆઈના દરોડા દરમિયાન તથા સહારા ગ્રુપની કંપનીઓ પર આવકવેરાના દરોડા દરમિયાન બિનહિસાબી રકમ, ડાયરી, નોટબુક, ઈમેલ સહિત શ્રેણીબદ્ધ દસ્તાવેજો મળી આવ્યા હતા. આ દસ્તાવેજોથી સ્પષ્ટ છે કે આ કંપનીઓ દ્વારા રાજનેતાઓને લાંચની ચૂકવણી કરવામાં આવી હતી.

 (08:57 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો