Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

બેન્કીંગ કર્મીની ચૂંટણીમાં ડ્યુટી ન લગાવવા અપીલ

નોટબંધી બાદ પહેલાથી જ કામનો બોજ છે : ચૂંટણી પંચ અને નાણા મંત્રાલયને પત્ર લખીને વિધિવત વિનંતી કરવામાં આવી : કર્મચારીઓની પાસે ઘણા કામો

   નવી દિલ્હી,તા. ૧૧ :બેંક કર્મચારીઓના સંગઠન નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સ દ્વારા નોટબંધી બાદ બેંક કર્મચારીઓ પર કામ ખૂબ વધારે છે તેમ કહીને ચૂંટણી પંચ અને નાણા મંત્રાલયને વિધાનસભા ચૂંટણીમાં બેંક કર્મચારીઓની ડ્યુટી ન લગાવવા માટે અપીલ કરી છે. ભારતીય મજદુર સંઘ સાથે જોડાયેલા સંગઠને મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ જૈદીને મોકલવામાં આવેલા પત્રમાં કહ્યું છે કે બેંક કર્મચારીઓને ચૂંટણી ફરજથી દુર રાખવામાં આવે તે જરૃરી છે કારણ કે તેમની પાસે નોટબંધીના કારણે હાલમાં ખૂબ વધારે બોજ છે. આવી સ્થિતિમાં તેમના ઉપર વધારે બોજ નાખવાની બાબત યોગ્ય રહેશે નહીં. પત્રમાં કહેવામાં આવ્યું છે કે બેંક કર્મચારીઓએ નોટબંધી દરમિયાન છેલ્લા ૫૦ દિવસ ૧૨ થી ૧૮ કલાક સુધી કામ કર્યું છે. હજુ પણ બેન્કીંગ કર્મચારી પેન્ડીંગ રહેલા કામોને પૂર્ણ કરવામાં લાગેલા છે. બીજી બાજુ જૂની નોટ જમા કરવાની માહિતી એકત્રિત કરી રહ્યા છે અને રેકોર્ડ બનાવી રહ્યા છીએ. નોટબંધી અને નાણાકીય વર્ષની પૂર્ણાહુતિ સુધી અનેક કામગીરી પૂર્ણ કરવાની તેમને હાલ જરૃર છે. આવી સ્થિતિમાં તેમને ખૂબ મહેનત કરવી પડી રહી છે. જેથી ચૂંટણીમાં તેમને ફરજ ઉપર મુકવામાં આવવા જોઈએ નહીં. જાણકાર લોકોએ એમ પણ કહ્યું છે કે જો બેન્કીંગ કર્મચારીઓને ચૂંટણી ફરજ ઉપર મુકવામાં આવશે તો બેંકની કામગીરીમાં માઠી અસર થશે અને કર્મચારી કામગીરીના દબાણ હેઠળ આવી જશે. અત્રે નોંધનિય છે કે આઠમી નવેમ્બરના દિવસે ૫૦૦ અને ૧૦૦૦ રૃપિયાની જૂની નોટોને ખતમ કરી દેવામાં આવ્યા બાદ બેંકોની શાખાઓ ઉપર જૂની નોટ બદલવા અને જમા કરવાને લઈને લાંબી લાઈનો જોવા મળી રહી છે. બેંકોમાં જૂની નોટ જમા કરાવવાની અવધિ ૩૦મી ડિસેમ્બરના દિવસે પુરી થઈ ચુકી છે.

 (08:56 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS