Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

હવે ક્રેડિટ સ્કોરથી હોમ લોનની ઈએમઆઈ નક્કી કરવા તૈયારી

હોમ લોન પર વ્યાજ દરને ક્રેડિટ રેટીંગ સાથે લીંક કરાશે : હવે દેશમાં સૌથી ઓછા અને સસ્તા હોમ લોનની ઓફર કરનારી બેંક ઓફ બરોડા દ્વારા શરૃઆત : સીઆઈબીઆઈએલ ક્રેડિટ સ્કોર પર આધાર રહેશે

   નવી દિલ્હી,તા. ૧૧ : હજુ સુધી ક્રેડિટ સ્કોરથી આ બાબતથી નક્કી થતી રહી છે કે કોઈને લોન મળવામાં કેટલી સુવિધા અથવા તો પરેશાની થશે અથવા તો લોન મળશે કે નહીં પરંતુ હવે આમાંથી એ બાબત પણ નક્કી થશે કે કોઈ વ્યક્તિની હોમલોનની ઈએમઆઈ કેટલી રહેશે. હકીકતમાં હવે હોમલોન પર વ્યાજદરને ક્રેડિટ રેટીંગ સાથે લીંક કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ચુકી છે. આ પ્રવાહ શરૃ કરવામાં આવ્યા બાદથી હવે ક્રેડિટ સ્કોરથી જ હોમલોનની ઈએમઆઈ નક્કી કરવામાં આવશે. આની શરૃઆત બેંક ઓફ બરોડા દ્વારા કરવામાં આવી રહી છે. સૌથી સસ્તા હોમલોન આપવાની ઓફર બેંક ઓફ બરોડા દ્વારા જ કરવામાં આવી છે. બેંક ઓફ બરોડાએ હોમલોન પર વ્યાજદરને લોન લેનારના ક્રેડિટ સ્કોર સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. આ હજુ બેંક ક્રેડિટ ઈન્ફોર્મેશન બ્યુરો ઓફ ઈન્ડિયાના ક્રેડિટ સ્કોર પર વિશ્વાસ કરશે. આના હેઠળ જે વ્યક્તિના સિવિલ સ્કોર ૭૬૦ પોઈન્ટથી વધારે હશે તેને હોમલોન પર માત્ર ૮.૩૫ ટકાના દરથી વ્યાજની ચૂકવણી કરવી પડશે. ૭૨૫થી ૭૫૯ સુધીના ક્રેડિટ સ્કોર મેળવનાર બેંક ઓફ બરોડાના ગ્રાહક હોમ લોન પર ૮.૩૫ ટકા જ્યારે ૭૨૪થી ઓછા સ્કોર કરનાર ગ્રાહકને ૯.૩૫ ટકાના દરથી વ્યાજ ચૂકવવાની જરૃર પડશે. પ્રથમ વખત લોન લઈ રહ્યા છે તેમના કોઈ ક્રેડિટ સ્કોર હોતા નથી. તેમને બેંક ઓફ બરોડા ૮.૮૫ ટકાના દરે હોમ લોન આપશે. ખાસ બાબત એ છે કે બીજી બેંક પણ બેંક ઓફ બરોડાની દિશામાં આગળ વધવા માટે તૈયાર છે. નવા વ્યાજદરોના લોનની રકમ અને અવધિ સાથે કોઈ લેવા દેવા નથી. આનો મતલબ એ થયો કે કોઈ કેટલી પણ અને કેટલા પણ વર્ષ સુધીની હોમલોન લે પરતુ નવા વ્યાજદર ક્રેડિટ સ્કોરના આધાર ઉપર જ લાગુ કરવામાં આવશે. બેંક ઓફ બરોડાના ૮.૩૫ ટકાના રેટ હાલમાં સૌથી ઓછા છે. બીજી બેંકો જેમ કે બેંક ઓફ ઈન્ડિયા અને આઈસીઆઈસીઆઈ જેવી બેંક  પણ હોમ લોન પર ક્રમશઃ ૮.૬૫ ટકા અને ૮.૭૦ ટકાના રેટથી ઓફર કરે છે. બેંક ઓફ બરોડાના એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે માહિતી આપતા કહ્યું છે કે બેંક સારા વ્યાજ દર પર ઓફર કરીને સારા રેટીંગવાળા ગ્રાહકોને ફાયદો આપવા ઈચ્છુક છે.

 (08:56 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS