Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

ડોલરની સામે રૃપિયો ૬૮.૩૩ની સપાટીએ

૦.૨૨ ટકાનો ઘટાડો નોંધાયો

            મુંબઈ,તા. ૧૧ : અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્રકાર પરિષદ પહેલા અમેરિકી ડોલર સામે રૃપિયો આજે છ સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. કારોબારીઓ ડોનાલ્ડ ટ્રમ્પની ન્યૂયોર્કમાં યોજાનારી પત્રકાર પરિષદની રાહ જોઈ રહ્યા છે. જેમાં ટ્રમ્પના એજન્ડા અને પોલિસી ઈરાદાની જાહેરાત કરવામાં આવનાર છે. ઘરઆંગણે આજે રૃપિયો ડોલર સામે ૬૮.૩૩ની સપાટીએ રહ્યો હતો. સોમવારની સરખામણીમાં તેમાં ૦.૨૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. સોમવારના દિવસે ડોલર સામે રૃપિયો ૬૮.૧૮ની સપાટીએ રહ્યો હતો. આજે સવારે રૃપિયો ૬૮.૨૪ની સપાટીએ ખુલ્યો હતો. ત્યાર બાદ ૬૮.૧૮ અને ૬૮.૩૯ની રેન્જમાં રૃપિયો રહ્યો હતો. આ વર્ષે હજુ સુધી ડોલર સામે રૃપિયામાં ૦.૬ ટકાનો ઘટાડો થઈ ચુક્યો છે. ચૂંટણી ઢંઢેરામાં ટ્રમ્પે મોટાપાયે ફિઝકલ સ્ટીમ્યુલસ પેકેજની વાત કરી હતી. જેમાં ટેક્સમાં કાપ અને ઉચ્ચ સરકારી ખર્ચનો સમાવેશ થાય છે. ટ્રમ્પ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા બાદથી કારોબારીઓ ચર્ચા કરી રહ્યા છે. સ્થાનિક મોરચે આવતીકાલે ચાવીરૃપ જારી કરવામાં આવનાર માઈક્રો ઈકોનોમિક ડેટાની પણ રાહ જોઈ રહ્યા છે.

 (08:55 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો