Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

ભારતમાં હેયર કલર માર્કેટનું કદ ૩૦૦૦ કરોડની નજીક છે

દાઢીમાં કલરનો ક્રેઝ પણ વધી રહ્યો છે : સ્ટાર વિરાટ કોહલી મોટી સેલિબ્રીટી તરીકે ઉભર્યા બાદ લોકોમાં દાઢીમાં કલર, હેયર કલરોની બોલબાલા વધી

   મુંબઈ,તા. ૧૧ :ભારતમાં હેયર કલર માર્કેટનું કદ અભૂતપૂર્વ ગતિથી વધી રહ્યું છે. હેયર કલર માર્કેટનું કદ વધીને ત્રણ હજાર કરોડ સુધી પહોંચી ગયું છે. ઈન્ડસ્ટ્રી સૂત્રોનો અંદાજ છે કે આગામી દિવસોમાં આ માર્કેટ વધુ ઝડપથી વધશે. રૃપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ મોટાભાગે જુદા જુદા ઉદ્યોગમાં મંદી પ્રવર્તી રહી છે ત્યારે દેશના હેર કલર માર્કેટમાં કદ અતિ ઝડપથી વધી રહ્યું છે. ભારતના સ્ટાર ક્રિકેટર અને ત્રણેય ફોર્મેનટા કેપ્ટન વિરાટ કોહલીનો ક્રેઝ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ભારતીય ચાહકમાં વિરાટ કોહલીની જેમ દાઢી રાખવા અને તેની જેમ રહેવાનો ક્રેઝ હાલમાં જોવા મળી રહ્યો છે. આની સીધી અસર હેર કલર અને હેર ડાઈ ઉપર થઈ છે. દાઢીમાં ડાઈ કરવા અને કલરનો ક્રેઝ આગામી દિવસોમાં પણ વધી શકે છે. દાઢીમાં કલર માટે કારોબારનું કદ હાલમાં ૫૦ કરોડની આસપાસ છે. હેયર કલરમાં આની હિસ્સેદારી ૧.૫ ટકાની આસપાસની છે પરંતુ આગામી દિવસોમાં દાઢીમાં કલર સાથે સંબંધિત કારોબાર વધુ ઝડપથી વધશે કારણ કે વિરાટ કોહલીનો ક્રેઝ હાલમાં જોવા મળી રહ્યો છે. જેસીબી જેવા મલ્ટીનેશનલ કંપનીઓમાં ભારતીય માર્કેટની બોલબાલા દેખાઈ રહી છે. મોટાભાગના ગ્રાહક ક્ષેત્રો નોટબંધીના કારણે પરેશાન છે ત્યારે દાઢીમાં કલર સાથે સંબંધિત સેગમેન્ટમાં બે આંકડામાં વધારો કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં નોંધાઈ ચુક્યો છે. જે દર્શાવે છે કે આગામી દિવસોમાં પણ આ કદમાં વધારો થશે. હેયર કલરની મોટી કંપની એલઓરીયલ અને ગોદરેજ આ સેગમેન્ટમાંથી ગાયબ છે. સ્થાનિક કંપનીઓ પણ મેદાનમાં આવી છે. જે મોટી બ્રાન્ડ આમાં આગળ આવી છે તેમાં જાપાનની કંપની હોયુકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય કંપનીઓ પણ છે. પુરૃષોમાં રમત ગમત ક્ષેત્રે જોડાયેલા ક્રિકેટરોની જેમ રહેવાની રીત જોવા મળી રહી છે. આગામી દિવસોમાં આને લઈને નવા પ્રયોગો થાય તેવી પણ શક્યતા છે.

   હેયર કલર માર્કેટ.......

   કારોબારમાં સતત વધારો થયો

   *   હેયર કલર માર્કેટનું કદ ભારતમાં ઝડપથી વધી રહ્યું છે. હેયર કલર માર્કેટમાં વધારાની સાથે સાથેનો ઘટનાક્રમ નીચે મુજબ છે.

   *   ભારતમાં હેયર કલર માર્કેટનું કદ ૩૦૦૦ કરોડની નજીક પહોંચી રહ્યું છે

   *   ઈન્ડસ્ટ્રી સૂત્રો માને છે કે દાઢીમાં કલર કારોબાર માર્કેટનું કદ હાલ ૫૦ કરોડની આસપાસનું છે

   *   વિરાટ કોહલી જેવા સ્ટાર ખેલાડી હાલમાં દાઢી રાખે છે જેના લીધે ચાહકોમાં તેના જેવી દાઢીનો ક્રેઝ વધી રહ્યો છે

   *   આગામી દિવસોમાં ભારતીય માર્કેટમાં હેયર કલરની બોલબાલા દેખાશે

   *   નોટબંધીના કારણે મોટાભાગના કન્ઝયુમર સેગમેન્ટમાં મંદી રહી છે ત્યારે હેયર કલર માર્કેટમાં બે આંકડામાં વધારો નોંધાઈ ગયો

   *   કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં બે આંકડામાં નોંધપાત્ર વધારો નોંધાયો

   *   હેયર કલર માર્કેટમાં આગામી દિવસોમાં તેજી માટે અન્ય જુદા જુદા પરીબળો પણ જવાબદાર દેખાઈ રહ્યા છે

   *   ભારત સામે કેટલાક પડકારો છે પરંતુ વિદેશી કંપનીઓ સામે સ્પર્ધા માટે સ્થાનિક કંપનીઓ તૈયાર

 (08:55 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS