Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

ઓપરેશન થિયેટરમાં વંદો દેખાતા સર્જરી રોકી દેવાઈ

છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલની ઘટના : સ્વચ્છતા માટેના જ્યાં સર્વોચ્ચ ધારા ધોરણ પાળવામાં આવે છે તે હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં બનાવ

   થાણે,તા. ૧૧ :થાણેમાં આવેલી સૌથી મોટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હાલમાં જ બનેલા બનાવના કારણે તમામ લોકો ચોંકી ઉઠ્યા છે. સાથે સાથે આને લઈને પ્રશ્નો પણ ઉઠ્યા છે. બનાવની વિગત એવી છે કે કલવામાં છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલના સર્જરી રૃમમાં એકાએક વંદો ઘુસી આવ્યા બાદ તબીબોએ સર્જરી રોકી દીધી હતી. તબીબોને ઓપરેશન થિયેટરની અંદર વંદો ફરતા નજરે પડતા ઓપરેશનને રોકી દેવામાં આવ્યું હતું. સાફ સફાઈ માટે જ્યાં સૌથી વધારે ઉંચા ધારા ધોરણો જાળવવામાં આવે છે તે હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં આ પ્રકારની ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો. સિનિયર ઓર્થોપેડિક સર્જન સંજય બારંગવાલ જે ગયા શુક્રવારે છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં એક ઓપરેશન કરી રહ્યા હતા. તેમને વંદો દેખાઈ આવ્યા બાદ ઓપરેશનને રોકી દેવાની ફરજ પડી હતી. જે વિભાગમાં દર્દીઓને સૌથી સંવેદનશીલ સારવાર આપવામાં આવે છે ત્યાં આ પ્રકારના વંદા અને અન્ય જંતુઓને લઈને હવે પ્રશ્નો ઉભા થયા છે. તેમણે અગાઉ પણ જંતુઓની સમસ્યાને લઈને ફરિયાદો કરી હતી પરંતુ આની તરફ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી આ હોસ્પિટલમાં સાફ સફાઈને લઈને હાલમાં ઉદાસીનતા દાખવવામાં આવી છે. ૫૦૦ બેડ ધરાવતી છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલ રાજીવ ગાંધી મેડિકલ કોલેજ સાથે જોડાયેલી છે. તેમાં ચાર નવા મોડ્યુલર ઓટીનું ઉદ્ઘાટન ૨૦૧૩માં કરવામાં આવ્યું હતું પરંતુ હાલમાં સ્ટાફની તંગીના કારણે એકમાત્ર ઓપરેશન થિયેટર કાર્યરત છે. તબીબો દ્વારા ઓપરેશન થિયેટરમાં આ પ્રકારની ઘટનાની નોંધ લઈને ઉચ્ચ સ્તરે ફરિયાદ પણ કરી છે પરંતુ હજુ સુધી આની તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી. આ સમાચાર બાદ લોકોમાં પણ ચર્ચા છે.

 (08:54 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો