Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

કેન્દ્ર સરકાર ૧ એપ્રિલથી જીએસટી લાગુ કરશેઃ મોના ખંધાર

<br />કેન્દ્ર સરકાર ૧ એપ્રિલથી  જીએસટી લાગુ કરશેઃ મોના ખંધાર

   

   

      રાજકોટ   ,    તા. ૧૧    :   . વાયબ્રન્ટ સમિટ અંતર્ગત આજે જીએસટી અંગે યોજાયેલા સેમિનારમાં નાણા વિભાગના સચિવ મોના ખંધારે જણાવ્યુ હતુ કે   ,    કેન્દ્ર સરકારે ૧ એપ્રિલથી જીએસટી લાગુ કરશે. તેઓએ જણાવ્યુ હતુ કે   ,    ગુજરાતના તમામ ટેક્ષ મળીને કુલ રૂ. ૪૪૦૦૦ કરોડની આવક થાય છે. જે જીએસટી આવતા ગુમાવવી પડે તેમ હોવાથી તેને સરભર કરવા ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. જીએસટી આવતા ગુજરાતને સીએસટીની ૫૦૦૦ કરોડની આવક ગુમાવવી પડશે. જે મુદ્દે જીએસટી કાઉન્સીલમાં રજૂઆત કરવામાં આવી છે.

      વાયબ્રન્ટ ગુજરાતમાં થયેલ સેમીનાર અંતર્ગત વિવિધ કામગીરી અંગે સરકારી અધિકારીઓએ માહિતી આપી હતી. તેઓએ વધુમાં જણાવ્યુ કે સ્માર્ટ સીટી સેમીનારમાં ૯ દેશોએ ભાગ લીધો હતો. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ   ,     વેસ્ટ વોટર મેનેજમેન્ટ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી તેમ શહેરી વિકાસ વિભાગના સેક્રેટરી પૂનમચંદ પરમારે જણાવ્યુ હતુ.

      બાયોટેકનોલોજી અંગે યોજાયેલા સેમીનારમાં ધનંજય ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે   ,    આ સેમીનારમાં બે નોબલ વિજેતા વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા. બાયોટેકનોલોજી ક્ષેત્રે ૧૪૦ થી વધુ એમઓયુ થયા છે.(૨-૨૨   )

   
 (05:05 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો