Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

જખૌ દરીયામાં બોટમાં બ્લાસ્ટઃ ૩ના મોતઃ પાકિસ્તાનનું ફાયરીંગ ?

બાહુબલી નામની માંગરોળની બોટમાં સર્જાઈ દુર્ઘટનાઃ મૃતકો ત્રણેય જૂનાગઢના-મૃતદેહોને ઓખા લાવવા તજવીજઃ લાપત્તા ૩ માછીમારોની શોધખોળ

   

   

      (   મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર   ,    તા.   ,    ૧૧ : જખૌ દરીયામાં માંગરોળની બોટમાં બ્લાસ્ટ થતા ત્રણ વ્યકિતના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનામાં ૩ વ્યકિતને ઈજા થયાનું અને લાપત્તા થયાનું  જાણવા મળ્યુ છે. પાકિસ્તાનની બોટ દ્વારા ભારતીય બોટ ઉપર ફાયરીંગ કરાતા આ ઘટના સર્જાય હોવાનું ચર્ચાય રહ્યુ છે. બ્લાસ્ટ પછી આગ ફાટી નિકળ્યાની પણ ચર્ચા છે.

      પ્રાપ્ત માહિતી મુજબ માંગરોેળના બાબુભાઈ વેલજીભાઈ ગોસીયાની જી.જે. ૧૧ એમ એમ ૧૩૦૪૦ નંબરની બાહુબલી નામની બોટ તા. ૫ ના રોજ ઓખાથી જખૌ દરીયામાં ૭ લોકો સાથે જખૌ દરીયામાં ફીશીંગ માટે નીકળી હતી. દરમિયાન આજે જખૌના દરીયામાં આ બોટમાં બ્લાસ્ટ થતા ઘટના સ્થળે જ ૩ વ્યકિતના મોત નિપજયા હતા. ત્રણેયના મૃતદેહોને ઓખા લાવવા તજવીજ હાથ ધરાઈ છે.

      જેમાં જૂનાગઢના સંજય બાંભણીયા (ઉ.વ.૧૮)   ,    પરબતભાઈ બાંભણીયા (ઉ.વ.૫૧) અને વિજય વાઘેલા (ઉ.વ.૨૦)ના મોત નિપજયા હતા. જ્યારે બોટમાં રહેતા કાનજીભાઈ વંશ   ,    ભાણાભાઈ બાંભણીયા અને સંજય પાટક લાપત્તા થતા કોસ્ટગાર્ડ દ્વારા તેમની શોધખોળ શરૂ કરાઈ છે.

      જખૌના દરીયામાં બોટમા બ્લાસ્ટની ઘટનાથી માછીમાર સમાજમાં ચિંતા પ્રસરી ગઈ છે. આ બનાવની જાણ થતા ઓખા દરીયા કિનારે માછીમાર સમાજના આગેવાનો અને માછીમારો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

      પાકિસ્તાન મરીન એજન્સી દ્વારા માંગરોળની બાહુબલી નામની બોટ પર ખુલ્લુ ફાયરીંગ કરતા બોટમાં આગ લાગી હોવાનુ અને બ્લાસ્ટ થયાનું ચર્ચાય રહ્યુ છે ત્યારે પાકિસ્તાનનુ કારસ્તાન છે કે અન્ય કોઈ કારણથી આગ લાગી છે   ?    તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.(૪.૧૫)

   
 (04:14 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો