Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

કોંગ્રેસની સત્તા વાપસીથી જ આવશે અચ્છે દિન

સ્કીલ ઇન્ડીયા, મેક ઇન ઇન્ડીયા જેવી યોજનાઓનું સૂરસૂરીયું થતાં મોદી નોટબંધી લાવ્યાઃ મોદી સરકારની નીતિઓએ દેશને ૧૬ વર્ષ પાછળ ધકેલી દીધો : નોટબંધીનો ફેંસલો ખોટો : અનેકની નોકરી ગઇ, અર્થતંત્રને તોડી નાંખ્યું : રાહુલના આરોપો

કોંગ્રેસની સત્તા વાપસીથી જ આવશે અચ્છે દિન

   

   

      નવી દિલ્હી તા. ૧૧ : રજાઓ ગાળીને પાછા ફરેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ એકવાર ફરી પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધી દિલ્હીમાં જનવેદના સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે મોદી સરકારની વિવિધ યોજનાઓની ટીકા કરીને રાહુલે કહ્યું કે   ,    હવે કોંગ્રેસ ૨૦૧૯માં અચ્છે દિન લઇને આવશે.

      દિલ્હીના તાલકટોરા ઇન્ડોર સ્ટેડીયમમાં આયોજીત આ સંમેલનમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષે નોટબંધીને ભાજપ સરકારનો અપરિપકવ નિર્ણય ગણાવ્યો.

      ભાજપ પર દેશની સંસ્થાઓને નબળી બનાવવાનો આરોપ મૂકતા રાહુલે જણાવ્યું હતું કે   ,    આજે સંઘ સાથે સંકળાયેલા લોકોની નિમણૂંકો કરાઈ રહી છે   ,    દેશના પીએમની બહારના દેશોમાં મજાક ઉડાવાઈ રહી છે. નોટબંધીની ઝાટકણી કાઢતા રાહુલે કહ્યું હતું કે   ,    તે માત્ર એખ બહાનું છે. મોદીજીને ખબર પડી ગઈ કે યોગ   ,    સ્કિલ ઈન્ડિયા   ,    મેક ઈન ઈન્ડિયા પાછળ છૂપાઈ નહીં શકાય   ,    માટે તેઓ નોટબંધી લઈ આવ્યા. દેશની આર્થિક કરોડરજ્જુ નોટબંધીને કારણે ભાંગી ગઈ. નોટબંધી બાદ ગાડીઓનું વેચાણ ૬૦ ટકા ઘટી ગયું   ,    દેશ ૧૬ વર્ષ પહેલા જે સ્થિતિમાં હતો ત્યાં ફરી આવી ગયો. રાહુલે પીએમને સવાલ કર્યો હતો કે તેઓ જણાવે કે અચાનક જ મનરેગામાં કામ કરનારા લોકોમાં વધારો કેમ થયો   ?    લોકો હવે શહેરો છોડીને ગામડામાં કેમ આવી રહ્યા છે   ?

      રાહુલે કહ્યું હતું કે   ,    પીએમે ગરીબો અને ખેડૂતો સાથે થોડો સમય વિતાવવાની જરુર છે   ,    અને તેમને પૂછવાની જરુર છે કે અચાનક કેમ બધા ગામડા તરફ ભાગી રહ્યા છે   ?    પીએમને નિશાને લેતા તેમણે કહ્યું હતું કે   ,    પીએમ દેશ બદલવાની વાતો કરે છે   ,    પરંતુ તેમને પોતાની જાતને પૂછવું જોઈએ કે   ,    દેશમાં વાહનોનું વેચાણ કેમ અચાનક ઘટી ગયું છે   ?    રાહુલે એવો દાવો પણ કર્યો હતો કે   ,    અચ્છે દિન ૨૦૧૯માં કોંગ્રેસ સત્ત્   ।   ા પર આવશે ત્યારે જ આવશે. હાલની સરકારે મીડિયા પર પણ પોતાનું દબાણ બનાવ્યું હોવાનું રાહુલે જણાવ્યું હતું.

      રાહુલે કહ્યું હતું કે   ,    અઢી વર્ષ પહેલા મોદીજી આવ્યા અને કહ્યું કે હિન્દુસ્તાનને સાફ કરી નાખીશ   ,    બધાને ઝાડુ પકડાવી દીધી. તે ફેશન બની ગયું   ,    અને ત્રણ-ચાર દિવસ તે ચાલ્યું અને પછી બધા તેને ભૂલી ગયા. પીએમ મોદી બધાને સ્વચ્છ ભારતમાં જોડાવા કહેતા હતા   ,    થોડા દિવસ તે ડ્રામા ચાલ્યો   ,    અને પછી મેક ઈન્ડિયા   ,    સ્કીલ ઈન્ડિયા જેવા કાર્યક્રમો આવી ગયા. યોગ અંગે પીએમ પર કટાક્ષ કરતા રાહુલે કહ્યું હતું કે   ,    પીએમ મોદીએ યોગ તો ઘણા કર્યા   ,    પરંતુ પદ્માસન ન કર્યું. મારા ગુરુ કહે છે કે   ,    જે યોગ કરતું હોય તે પદ્માસન કરી શકે છે   ,    પરંતુ જે યોગ ન કરતું હોય તે પદ્માસન નથી કરી શકતું.

      તેઓએ આ મોકા પર બાબા રામદેવ પર પણ નિશાન સાધ્યું હતું. હાલના સમયમાં તેઓ કેન્દ્ર સરકાર અર્થશાસ્ત્રી છે   ,    મોદી સરકારના તેના મંતવ્યો પર કાર્ય કરી રહી છે. ભાજપ પર લોકતાંત્રિક સંસ્થાઓને નબળી કરવાનો આરોપ લગાવાની સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે   ,    આપણે ૧૬ વર્ષ પાછળ ચાલ્યા ગયા છીએ. ભાજપ દેશની આત્માને મારી રહી છે.

      સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આ સંમેલનમાં હાજર રહ્યા નથી.(૨૧.૨૩)

   
 (04:13 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો