Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

રશિયા પાસે ટ્રમ્પની સેકસ વિડિયો છે : રિપોર્ટમાં દાવો

પ્રમુખ બનતા પહેલા ટ્રમ્પની મુશ્કેલી વધી : ડોનાલ્ડ ટ્રમ્પે મિડિયા અહેવાલને રદિયો આપ્યો

   

   

      ન્યુયોર્ક   ,   તા. ૧૧: અમેરિકાના પ્રમુખ બનતા પહેલા જ ડનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી ગઇ છે. અમેરિકી મિડિયા હેવાલમા ંદાવો કરવામાં આવ્યો છે કે રશિયાની પાસે ડોનાલ્ડ ટ્રમ્પની સેક્સ વિડિયો ટેપ આવીગઇ છે. શુક્રવારના દિવસે અમેરિકી ગુપ્તચર સંસ્થાઓ દ્વારા ટ્રમ્પને આ અંગેની માહિતી આપી હતી. જો કે ટ્રમ્પે હેવાલને રદિયો આપ્યો છે. બજફીડના હેવાલના કહેવા મુજબ આ હેવાલને બ્રિટીશ ઇન્ટેલિજન્સ એજન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડોઝિયર મારફતે સમર્થન મેળવી રહ્યા છે. 

      દસ્તાવેજમાં દાવો કરવામા ંઆવ્યો  છે કે બ્રિટીશ એજન્ટને રશિયન સુત્રોએ કહ્યુ છે કે તેમની પાસે અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ટ્રમ્પની સેક્સ વિડિયો આવી ગઇ છે. તેમાં ટ્રમ્પની એક સિક્રેટ ફિલ્મ પણ છે. જેના સહારાથી ટ્રમ્પને બ્લેકમેઇલ કરવામાં આવે છે.

      આ ફિલ્મ મોસ્કોની એ હોટેલના રૂમની છે. જ્યાં વર્તમાન પ્રમુખ બરાક ઓબામા પણ પોતાના પત્નિ સાથે ત્યાં રોકાયા હતા. આ ફિલ્મમાં જોઇ શકાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ વેશ્યાને એજ જ બેડ પર સેક્સ એક્ટ કરતા નિહાળી રહ્યા છે જેના પર બરાક ઓબામા ઉંઘી ગયા હતા. અમેરિકાના ગુપ્તચર સંસ્થાના વડાએ ટ્રમ્પને આ માહિતી આપતા કહ્યુ છે કે આ સમાચાર દેશના ઇન્ટેલિજન્સ   ,    સાંસદો અને અન્ય પ્રમુખ લોકો વચ્ચે ઝડપથી ફેલાઇ રહી છે.દસ્તાવેજમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ટ્રમ્પના પ્રતિનિધીઓએ રશિયન સરકારના પ્રતિનિધીઓ સાથે માહિતીની આપલે કરી છે. રશિયા છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રમ્પને જુદા જુદા વિષય પર સમર્થન આપી રહ્યુ છે. સમગ્ર અહેવાલ બાદ અમેરિકામાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. (૯.૨૨)

   
 (04:13 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS