Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

ભજનાનંદી કોઇથી વિમુખ નહી પરંતુ સન્મુખ હોવા જોઇએઃ પૂ.મોરારીબાપુ

''માનસ કન્યાકુમારી'' શ્રી રામકથાનો પાંચમો દિવસ

ભજનાનંદી કોઇથી વિમુખ નહી પરંતુ સન્મુખ હોવા જોઇએઃ પૂ.મોરારીબાપુ

   

   

      રાજકોટ તા. ૧૧ :    ''   ભજનાનંદી કોઇથી વિમુખ નહી પરંતુ સન્મુખ હોવા જોઇએ   ''    તેમ પૂ. મોરારીબાપુએ કન્યાકુમારી ખાતે  આયોજીત    ''   માનસ કન્યાકુમારી   ''    શ્રીરામ કથાના પાંચમાં દિવસે જણાવ્યું હતું.

      પૂ. મોરારીબાપુએ કહ્યું કે    ''   કાળએ મહાકાળને આધિન હોય છે.   ''

      પૂ. મોરારીબાપુએ કાલે શ્રીરામકથાના ચોથા દિવસે જણાવ્યું કે કન્યારૂપ ત્રણ વસ્તુના હોય વ્યકિત કેન્દ્રી જે વ્યકિત સમસ્ત વિષયોથી દુર રહે તે વ્યકિત કુવારી છ.ે શકિતકેન્દ્ર-જે શકિત વિશે આપણાથી મનમાં તર્ક-વિતર્ક ન હોય એ શકિત કુંવારી છે   ,    સામર્થ્ય હોવા છતાં જેની બુધ્ધિ વ્યભિચારીણી ન બને તેની શકિત કુમારી છે શકિત હોવા છતા જેનું ચિત્ત વિક્ષેપ ન થાય તેની શકિત કુમારી છે   ,    શકિત હોવા છતા જેને અહંકાર ન આવે તેની શકિત કુંવારી છે.ભકિત કેન્દ્રી-જેની પાંચેય નિષ્ઠા અકબંધ રહે તેની ભકિત કુંવારી છે   ,    જેની ભકિત ગુણરહિત છે. કામનારહિત છે. અને અખંડ છે તેની ભકિત કુંવારી છે મનુષ્યમાં આ ત્રણેય કન્યારૂપ હોવા મહત્તમ અસંભવ છે પણ મા ભવાનીમાં આ ત્રણેય તત્વો કુંવારા છે જે પળ-પળ વધે એ ભકિત કુંવારી છે. જે સ્થુળને નહિ પરંતુ સુક્ષ્મને પકડે એ ભકિતે કુંવારી છે મા કન્યાકુમારી વ્યકિત-શકિત અને ભકિતના રૂપમાં કુંવારી છે.

      પૂ.મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે ગુરૂનુ વચન સગર્ભ હોય છે ગુરૂ કંઇ કહેશે તો એમાંથી ગમે ત્યારે કંઇક શુભ અવતરશે. ગુરૂનુ વચન સહેતું હોય છે સદ્દગુરૂ કદાચ ગુસ્સો કરે તો એ પણ સદ્દહેતું માટે હોય છે અને ગુરૂવચન સતર્ક હોય છે અહી સતર્કના બે અર્થ છે. એક તો તાકિદ અને બીજુ સતર્ક અર્થાત જાગૃત ગુરૂનું વચન સાર્થકને જાગૃત કરે છે. સાચા સદ્દગુરૂની કોઇ પરંપરા નથી હોતી એ તો બંધનમુકત હોય છે. અને જયાં પરંપરા હોય તો સમજો એ ધર્મગુરૂ છે. ફુલગુરૂ છે પણ સદ્દગુરૂ નથી મીરાની કોઇ પરંપરા નહોતી   ,    કબીરનો કોઇ આશ્રમ નહોતો ! અને યુવાન ભાઇઓ   ,    બહેનો   , !    એક વાત હંમેશા યાદ રાખજે ગુરૂગાદીના અધિકારી બનવાની કયારેય ચેષ્ટા ન કરતા ગુરૂવચનના અધિકારી બનવાની ચેષ્ટા કરજો. સાચો સદ્દગુરૂ કયારેય કોઇ બંધનમાં ન ઝકડી રાખે   ,    ઝાંજર બને ત્યાં સુધી વાંધો નહીં   ,    પણ ગુરૂ ઝંઝીર ન બનવો જોઇએ મીરાએ ઝાંઝર પહેયાં પણ ઝંઝીર ન બની બાપુએ મરણ વિશે કહ્યું કે કે મરણથી કયારેય ડરતુ નહીં મરણ તો ફળદાયી છે. આપણો વિશ્રામ છે અને જે નશ્વર છે એની સાથે એની સામે સંઘર્ષ કરવો અને ઇશ્વરનું સ્મરણ કરવું જોઇએ.(૬.૧૯)

   
 (04:12 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો