Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

ગોળી કેટલા અંતરેથી છૂટી ? કઈ પિસ્તોલમાંથી છૂટેલી? આવી તમામ બાબતો કેનેડાને હવે ગુજરાત શીખવશે

નરેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં કેનેડા-રવાન્ડા (આફ્રિકા) સાથે ગૃહખાતા દ્વારા એમઓયુઃ વિશ્વની ગાંધીનગર સ્થિત પ્રથમ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી દ્વારા ૭ વર્ષમાં ૧૮ આંતરરાષ્ટ્રીય અને ૨૯ રાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કરાર થયાઃ ઈતિહાસ રચાયોઃ ગુજરાતનું ગૌરવ વધારતા ડો. જે.એમ. વ્યાસ, ડો. એમ.એસ. દહીંયા અને ડે. રજીસ્ટ્રાર ડો. ગુણા

ગોળી કેટલા અંતરેથી છૂટી ? કઈ પિસ્તોલમાંથી છૂટેલી? આવી તમામ બાબતો કેનેડાને હવે ગુજરાત શીખવશે

   

   

      રાજકોટ   ,    તા. ૧૧ :. દેશ-વિદેશના મહાનુભાવો   ,    ટોચના ઉદ્યોગપતિઓ અને વડાપ્રધાન સહિતના વિવિધ દેશોના વડાઓની હાજરીમાં ગુજરાતમાં ચાલી રહેલી ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ-૨૦૧૭માં ગુજરાતના ગૃહ મંત્રાલય દ્વારા એક માત્ર ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી કે જે વિશ્વની એક માત્ર ફોરેન્સીક યુનિવર્સિટી છે તેના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા રવાન્ડાના પ્રેસીડન્ટ અને હાઈ કમિશ્નર રવાન્ડા દ્વારા ગુજરાતના એડી. ચીફ સેક્રેટરી હોમ એમ.એસ. ડાગુર દ્વારા એમઓયુ થયા હતા. ઉકત પ્રસંગે ગુજરાતને ગૌરવ અપાવનાર એફએસએલ વડા ડો. જે.એમ. વ્યાસ   ,    ડે. ડાયરેકટર ડો. એમ.એસ. દહીંયા તથા યુનિવર્સિટીના ડે. રજીસ્ટ્રાર ડો. ગુણા વિગેરે હાજર રહ્યા હતા.

      સદરહુ કરાર અંતર્ગત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી રવાન્ડા સરકારની હાલની કિંગાલી ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીને અદ્યતન બનાવવામાં મદદ કરવા સાથે ત્યાંના જસ્ટીશો   ,    પોલીસ અધિકારીઓ અને વિદ્યાર્થીઓને તાલીમ પુરી પાડશે.

      ઉપર મુજબની કન્સલ્ટન્સી પુરી પાડવા બદલ રવાન્ડા સરકાર ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિ.ને તમામ જરૂરી ફી ચુકવશે. આવા મહત્વના કરારથી નવુ બળ પ્રાપ્ત થયુ છે. જે કરારો થયા છે તેમા રવાન્ડા સરકાર સાથે ફોરેન્સીક સર્વિસીઝ સુદ્રઢ કરવા   ,    થરમલ પાવર સ્ટેશનના ઈકવીપમેન્ટની ટેસ્ટીંગ સુવિધા ઉભી કરવા   ,    કેનેડા દેશને બેલેસ્ટીક ક્ષેત્રમાં સંશોધન માટે તાલીમ આપવા સાથે કવીક હીલ એકેડેમી-પૂણે વગેરે બાબતોનો સમાવેશ થયો છે.(૨-૧૧)

   
 (04:12 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો