Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

'સાગરમાલા' અંતર્ગત બંદરો અને ઇન્ડસ્ટ્રીના વિકાસ માટ ૮પ હજાર કરોડના ૪૦ પ્રોજેકટ હાથ ધરાશે

'સાગરમાલા' અંતર્ગત બંદરો અને ઇન્ડસ્ટ્રીના વિકાસ માટ ૮પ હજાર કરોડના ૪૦ પ્રોજેકટ હાથ ધરાશે

   

   

      ગાંધીનગરઃ ૮ માં વાઇબ્રન્ટ  ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટમાં રાજયકક્ષાના શીપીંગ   ,    રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી શ્રી મનસુખ માંડવીયાએ    '   સાગરમાલા   '    પ્રોજેકટ અંતર્ગત હાથ ધરાનારા બંદર અને તેને લગતી ઇન્ડસ્ટ્રીના વિકાસની રૂપરેખા દર્શાવતું પ્રદર્શન ખુલ્લુ મુકયું હતું. રાજય સરકાર અર્થતંત્રના વિકાસની સાથે સાથે સામાજીક વિકાસને પણ એટલું જ મહત્વ આપી રહી છે. ભારતમાં મેરી ટાઇમ ડેવલોપમેન્ટમાં ગુજરાતે અગ્રતા ક્રમ હાંસલ કરવા દોડ મુકી છે. સાગરમાલા પ્રોજેકટ અંતર્ગત બંદરોનું આધુનીકરણ   ,    નવા પોર્ટ ઉભા કરવા   ,    પોર્ટ સુધીના રોડ-રસ્તા બનાવવા અને પોર્ટ આધારીત ઇન્ડસ્ટ્રીના વિકાસ તેમજ કિનારા પર રહેતી પ્રજાના વિકાસ અર્થે આગામી વર્ષોમાં ૮પ હજાર કરોડના ખર્ચે ૪૦ પ્રોજેકટ શરૂ થશે. આધુનિકરણ પ્રોજેકટ અંતર્ગત કંડલા બંદરની કાર્ગો કેપેસીટી વધી શકે તે માટે આધુનિક મશીનરી અને મલ્ટપર્પઝ જેટી અને બાર્જ ઉભા કરાશે. આ ઉપરાંત પોર્ટ કનેકટીવીટી અંતર્ગત હજીરા   ,    પીપાવાવ અને મંુદ્રાને જોડતી બ્રોડગેજ રેલ લીન્કેજ અને જુના બેડી બંદર અને કંડલા પોર્ટના આંતરીક રેલ માર્ગ બનાવવાનું આયોજન છે. આ ઉપરાંત ભાવનગરથી સોસીયા-અલંગ શીપ બ્રેકીંગ યાર્ડના ભારેખમ વાહન વ્યવહારને પહોંચી વળવા માટે વૈકલ્પીક રોડ બનાવવાના કાર્યને પણ આવરી લેવામાં આવશે. સરખેજથી મુંદ્રા-પીપાવાવ સુધીના ફ્રેઇટ એકસપ્રેસ વે અને સલાયા-મથુરા પાઇપ લાઇનના વિસ્તૃતીકરણનું કાર્ય પણ હાથ ધરાશે. આ ઉપરાંત પોર્ટ આધારીત ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે ૭ મોટા પ્રોજેકટ હાથ પર લેવાશે. જેમાં મેજર બીલ્ડીંગ ઇન્ડસ્ટ્રીયલ કલસ્ટર હેઠળ પ્રેટોકેમીકલ સીમેન્ટ અને એકસપોર્ટ બેઇઝડ એપેરલ પાર્ક સૌરાષ્ટ્રમાં   ,    ઓટો ઇન્ડસ્ટ્રીયલ ઝોન સાણંદમાં અને માર્બલ બેઇઝડ ફર્નીચર હબ કચ્છમાં વિકસાવવાની મહત્વકાંક્ષી યોજનાઓનો સમાવેશ થાય છે. (૪.૭)

   
 (04:11 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS