Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

શિવપાલના અપમાનથી નહીં, સત્તા જવાથી દુઃખી નેતાજી

'હું રાષ્ટ્રીય અધ્યક્ષ, શિવપાલ પ્રદેશ અધ્યક્ષ અને અખિલેશ મુખ્યમંત્રી, લડાઈ પુરી': સત્તા અને સંગઠન બન્ને ઘરમાં જ છે તો લડાઈ કઈ વાતની?: પિતા-પુત્રની આ લડાઈમાં રામગોપાલ અને શિવપાલ બન્યા વિલનઃ કોઈએ મારા પુત્રને બહેકાવ્યો છેઃમુલાયમ

શિવપાલના અપમાનથી નહીં, સત્તા જવાથી દુઃખી નેતાજી

   

   

      લખનઉ : દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ચુંટણીનું ચિહ્ન સાઈકલની દાવેદારી માટે પિતા-પુત્રની ફાઈનલ રેસ ચાલી રહી છે. પરંતુ   ,    પરિવાર અને પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવએ જણાવ્યું કે   , ''   અમારા પરિવારમાં કોઈ મતભેદ નથી. કોઈએ અખિલેશને બહકાવ્યો છે.અમારી વચ્ચે કોઈ વિવાદ નથી. આ મારા પુત્ર અને મારી વચ્ચેની વાત છે   ,    જે અમે ઠીક કરી લેશુ.   ''    જ્યારે અખિલેશ યાદવને પણ તેના પિતાથી કોઈ આનાકાની નથી   ,    કોઈ શિકાયત નથી. તેમણે જણાવ્યું   ,    જે કાંઈ થાય છે તે નેતાજીના સમ્માનની રક્ષા માટે થાય છે.ઘરમાં જ સત્તા અને સંગઠન બન્ને છે. સવાલ એ છે કે   ,    તો પછી લડાઈ કઈ વાતને લઈને શરૂ થઈ   ?

      ખરેખર   ,    પાર્ટીમાં અખિલેશને મુલાયમથી મોટી રેખા ખેંચવી એ જ લડાઈનું મુખ્ય કારણ છે. અને રહી વાત શિવપાલના માન-સમ્માનને કારણ વગર મુલાયમસિંહ યાદવ દ્વારા તુલના કરવાની તો તે એક જાણી જોઈને કરેલું રણનીતિનો ભાગ છે. બધા જાણે છે કે શિવપાલ અખિલેશ કે મુલાયમ કોઈની વિરુદ્ધ નથી. શિવપાલ મુલાયમ કહે એટલુ જ બોલે છે. અમરસિંહના પક્ષમાં પણ તે કયારેય તે ઉભા હોય એવુ નજરે પડ્યું નથી. આનાથી એ સાફ જાણવા મળે છે કે મુલાયમની જંગ શિવપાલ અને પાર્ટી માટે નહિં પણ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટેની છે.

      પિતા-પુત્ર એકબીજાની સામે ભલે કંઈ ન બોલે પરંતુ   ,    બન્ને એકબીજાને નીચા દેખાડવામાં કાંઈ બાકી નથી રાખતા. સત્તાની આ લડાઈમાં શિવપાલ અને રામગોપાલ વિલન બની ગયા છે.

      પ્રદેશમાં આચારસંહિતા લાગુ છે.  રાજકિય વિશેષજ્ઞો કહે છે સત્તાની જંગ બેમતલબ છે. જ્યારે લડાઈ શરૂ થઈ ત્યારે જ બધાને ખબર હતી કે સત્તા થોડા દિવસો માટે જ છે. એવામાં સ્પસ્ટ છે કે લડાઇ સંગઠન ઉપર કબ્જો કરવા માટેની છે. પુત્રને તે બધુ જ જોઈએ છે જે તેના પિતાનું છે. જ્યારે નેતાજી અત્યારે બધુ સોંપવા નથી ઈચ્છતા   ,    તેમને હજુ સંગઠનનું સુખ ભોગવવું છે. ષડ્યંત્રના રણનીતિકાર રામગોપાલને માની તેને પાર્ટીમાંથી બહાર કરાયા. પરંતુ અખિલેશને કાંઈ જ ન કહ્યું. આટલી મોટી વાતમાં પણ કહ્યું   , ''   હું રાષ્ટ્રીય અધ્યક્ષ   ,    શિવપાલ પ્રદેશ અધ્યક્ષ અને અખિલેશ મુખ્યમંત્રી   ,    લડાઈ પુરી.   '' (   ૨૪.૪)

 (04:11 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો